લગ્નની સિઝનમાં આ 7 સ્ટોકે લોકોને કર્યા માલામાલ, 6 મહિનામાં જ આપ્યું શાનદાર રિટર્ન
CAITના અહેવાલ મુજબ, 2024માં નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં 48 લાખ લગ્નો થવાની ધારણા છે. આ લગ્નોથી 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. આ લગ્ન સીઝનમાં જ્વેલરી સેક્ટરમાં પણ ખૂબ ઉછાળો જોવા મળ્યો છે, અને ઘણા જ્વેલરી શેર્સમાં મોટો વધારો નોંધાયો છે. આ અહેવાલ 75 મોટા શહેરોના ડેટા પર આધારિત છે.

લગ્નસરાની સીઝન ચાલી રહ્યા છે, આ વર્ષે અંદાજે 48 લાખ જેટલા લગ્ન થયા છે,કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), દેશના છૂટક વેપારીઓના સંગઠને એક અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગભગ 48 લાખ લગ્નો થવાની સંભાવના છે. સંગઠનનું કહેવું છે કે આ લગ્નોથી 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. ગયા વર્ષે આ સિઝનમાં લગભગ 35 લાખ લગ્નોમાંથી કુલ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. CATનું કહેવું છે કે આ અંદાજ દેશભરના 75 મોટા શહેરોમાં લગ્ન સંબંધિત સામાન અને સેવાઓનો વેપાર કરતી મુખ્ય વેપારી સંસ્થાઓ સાથેની ચર્ચાના આધારે કરવામાં આવ્યો છે.

CATના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર બે મહિનામાં દેશભરમાં 10 લાખ લગ્નો પર સરેરાશ 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ 10 લાખ લગ્નમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ 10 લાખ લગ્નો હશે જેમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આટલા જ લગ્નોમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ 7 લાખ લગ્નો હશે જેમાં સરેરાશ 25 લાખ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે 50,000 લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. દેશમાં આવા લગભગ 50,000 લગ્ન હશે જેમાં 1 કરોડ રૂપિયા કે તેથી વધુ ખર્ચ થવાની ધારણા છે.

દાગીના કે ઘરેણાની આટલા મોટા પ્રમાણમાં ખરીદીને કારણે છેલ્લા છ મહિનામાં છેલ્લા 6 મહિનામાં ભારતના જ્વેલરી સેક્ટરમાં સારી ચમક આવી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા જ્વેલરી સ્ટોક્સનું પ્રદર્શન પણ સારું રહ્યું છે.

આ 7 જ્વેલરી સ્ટોક્સમાંથી, 4 જ્વેલરી સ્ટોક્સ છે જેણે છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 243% સુધીનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. ચાલો તેમના નામ જાણીએ.

PC જ્વેલર શેર- યાદીમાં પહેલો શેર પીસી જ્વેલરનો છે. આ શેરે છેલ્લા 6 મહિનામાં 243 ટકા વળતર આપ્યું છે. છ મહિના પહેલા આ શેરની કિંમત 49 રૂપિયા હતી અને હાલ તેની કિંમત 171.40 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ શેર્સ- છેલ્લા 6 મહિનામાં ગોલ્ડિયમ ઈન્ટરનેશનલના શેરમાં 150% નો વધારો થયો છે, આ શેરની કિંમત 156 રૂપિયાથી વધીને 418 રૂપિયા થઈ ગઈ છે.

કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા શેર- કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયાના શેર છેલ્લા 6 મહિનામાં રૂ. 407 થી રૂ. 732ના સ્તરે પહોંચી ગયા છે, એટલે કે 6 મહિનામાં તેણે 79 ટકાનો નફો આપ્યો છે.

રાધિકા જ્વેલટેક શેર- રાધિકા જ્વેલટેકના શેરે છેલ્લા 6 મહિનામાં 83 ટકા વળતર આપ્યું છે, આ જ સમયગાળા દરમિયાન શેરની કિંમત રૂ. 61 થી રૂ. 112 સુધી પહોંચી ગઈ છે.

રેનેસાન્સ ગ્લોબલ શેર- રેનેસાન્સ ગ્લોબલ શેરના ભાવે છેલ્લા 6 મહિનામાં 83 ટકાથી વધુ વળતર આપ્યું છે, જે દરમિયાન શેરની કિંમત રૂ. 105 થી રૂ. 189ના સ્તરે પહોંચી ગઈ છે.

થંગામિલ જ્વેલરી શેર- થંગામિલ જ્વેલરીના શેરે છેલ્લા 6 મહિનામાં 59% વળતર આપ્યું છે, આ 6 મહિનામાં શેરની કિંમત 1329 રૂપિયાથી વધીને 2,119.00 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

મોતીસન્સ જ્વેલર્સ શેર - છેલ્લા 6 મહિનામાં આ જ્વેલરી શેર 17 થી 28 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.
