2023 સુધીમાં લાગુ થઈ શકે છે 4 નવા લેબર કોડ, ઘણા રાજ્યોએ તૈયાર કર્યા ડ્રાફ્ટ

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચાર લેબર કોડ આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવે તેવી શક્યતા છે કારણ કે મોટી સંખ્યામાં રાજ્યોએ તેના પરના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

2023 સુધીમાં લાગુ થઈ શકે છે 4 નવા લેબર કોડ, ઘણા રાજ્યોએ તૈયાર કર્યા ડ્રાફ્ટ
labor codes (Symbolic image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 19, 2021 | 11:41 PM

DELHI : વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ પરના ચાર લેબર કોડ  (Labour Codes) આગામી નાણાકીય વર્ષ (financial year) 2023 સુધીમાં લાગુ થવાની સંભાવના છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 13 રાજ્યોએ આ કાયદાઓ પર ડ્રાફ્ટ નિયમો (draft rules) પહેલાથી જ જાહેર કરી દીધા છે. કેન્દ્રએ પહેલાથી જ આ કોડ્સ હેઠળના નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને હવે રાજ્યોએ તેમના પોતાના નિયમો બનાવવાની જરૂર છે કારણ કે શ્રમ એક સમવર્તી વિષય છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચાર લેબર કોડ આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવે તેવી શક્યતા છે કારણ કે મોટી સંખ્યામાં રાજ્યોએ તેના પરના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કેન્દ્રએ ફેબ્રુઆરી 2021માં આ કોડ્સ પરના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, પરંતુ શ્રમ એક સમવર્તી વિષય હોવાથી, કેન્દ્ર ઇચ્છે છે કે રાજ્યો તેને એક જ વારમાં લાગુ કરે.

13 રાજ્યોએ ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા

કેન્દ્રીય શ્રમ પ્રધાન (Union Labor Minister) ભૂપેન્દ્ર યાદવે  રાજ્યસભામાં એક જવાબમાં જણાવ્યું હતું કે વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા એ એકમાત્ર કોડ છે જેના પર ઓછામાં ઓછા 13 રાજ્યો પહેલેથી જ નિયમોનો મુસદ્દો તૈયાર કરી ચૂક્યા છે.

24 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વેતન સંહિતા (Wage Code) પર સૌથી વધુ ડ્રાફ્ટ સૂચનાઓ પૂર્વ-પ્રકાશિત કરવામાં આવી છે. આ પછી રાજ્યો દ્વારા ઔદ્યોગિક સંબંધો કોડ (Industrial Relations Code)  (20 રાજ્યો દ્વારા) અને સામાજિક સુરક્ષા કોડ (Social Security Code) (18 રાજ્યો દ્વારા) જાહેર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને કેટલાક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ ચાર લેબર કોડ હેઠળ નિયમો જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર બાકીની રાજ્ય સરકારો સાથે મળીને ચાર કોડ હેઠળ નિયમો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેન્દ્ર સરકારે આ ચાર લેબર કોડને નોટિફાઈ કર્યા 

કેન્દ્ર સરકારે ચાર લેબર કોડ જાહેર કર્યા છે. 8 ઓગસ્ટ, 2019 ના રોજ વેતન કોડ, 2019 અને ઔદ્યોગિક સંબંધો કોડ 2020 અને 29મી સપ્ટેમ્બર 2020 ના રોજ સામાજિક સુરક્ષા કોડ, 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સંહિતા 2020 ને નોટીફાઈ કર્યા છે.

જો કે, કેન્દ્ર અને રાજ્યોએ આ કાયદાઓને સંબંધિત અધિકારક્ષેત્રોમાં લાગુ કરવા માટે ચાર કોડ હેઠળ નિયમોને સૂચિત કરવાની જરૂર છે. કોડ હેઠળ નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને  સોંપવામાં આવી છે. અને જાહેર પરામર્શ માટે 30 અથવા 45 દિવસના સમયગાળા માટે તેમના સત્તાવાર ગેઝેટમાં નિયમોનું પ્રકાશન જરૂરી છે.

શ્મંરમ ત્રીના જવાબ અનુસાર, વેતન સંહિતા પરના ડ્રાફ્ટ નિયમો 24 રાજ્યો દ્વારા પૂર્વ-પ્રકાશિત છે. આ રાજ્યો છે મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિશા, પંજાબ, છત્તીસગઢ, ત્રિપુરા, રાજસ્થાન, ઝારખંડ, અરુણાચલપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, મિઝોરમ, તેલંગાણા, આસામ, મણિપુર, સંઘ પ્રદેશો છે – જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને દિલ્હીના GNCT છે.

આ રાજ્યોએ સામાજિક સુરક્ષા કોડ પરના ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે

ઓછામાં ઓછા 18 રાજ્યોએ સામાજિક સુરક્ષા કોડ પરના ડ્રાફ્ટ નિયમો પૂર્વ-પ્રકાશિત કર્યા છે. આ રાજ્યો મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, મણિપુર, આસામ, ગુજરાત, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર છે.

1લી એપ્રિલ 2021થી થવાના હતા લાગુ

શ્રમ મંત્રાલયે 1 એપ્રિલ, 2021થી ઔદ્યોગિક સંબંધો, વેતન, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા લાગુ કરવાની હતી. 44 કેન્દ્રીય શ્રમ કાયદાઓ આ ચાર કોડ સાથે સુસંગત કરી શકાશે. મંત્રાલયે આ ચાર કોડ હેઠળ નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પરંતુ ઘણા રાજ્યો આ નિયમોને સૂચિત કરવાની સ્થિતિમાં નથી, તેથી તેનો અમલ હજુ શક્ય નથી.

આ પણ વાંચો :  Mumbai Local: મુંબઈમાં સોમવાર સુધી ખોરવાયેલી રહેશે લોકલ ટ્રેન સેવાઓ, રેલવેએ ઘણી એક્સપ્રેસ ટ્રેનો કરી રદ, જાણો સંપૂર્ણ વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati