ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી ગ્રૂપ(Adani Group)ની કંપનીઓના શેર્સ હજુ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ(Hindenburg Research Report)ના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવ્યા નથી. આ કારણે કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગયા અઠવાડિયે જ ગ્રુપ કંપનીઓના શેરધારકોને રૂપિયા 3700 કરોડથી વધુનું નુકસાન થયું છે. ગત સપ્તાહે અદાણી ગ્રુપની કંપનીઓએ તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. સારો નફો દર્શાવવા છતાં ગ્રૂપ કંપનીઓના શેર શેરબજારમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
છેલ્લા સપ્તાહ દરમિયાન છેલ્લા દિવસે એટલે કે 5 મેના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો. છેલ્લા દિવસે સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી પણ લગભગ 1.15 ટકા તૂટ્યો હતો. સપ્તાહના અન્ય દિવસોની સરખામણીએ તેણે અંડરપરફોર્મ કર્યું હતું અને બજાર લગભગ ફ્લેટ રહ્યું હતું.
અદાણી ગ્રૂપની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશન લગભગ 3 ટકાના નુકસાનમાં હતો. સપ્તાહ દરમિયાન, અદાણી જૂથની કંપનીઓએ તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જેના કારણે તેમના ભાવમાં ઉથલપાથલ જોવા મળી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કિંમતોમાં અસ્થિરતાને કારણે અદાણી ગ્રુપ ની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 7ની માર્કેટ મૂડીમાં રૂ. 3,782 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ જે કંપનીઓને નુકસાન થયું તેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે. તેમની માર્કેટ મૂડી રૂ. 507 કરોડથી રૂ. 2,856 કરોડની વચ્ચે ઘટી છે.
COMPANY | BSE LAST PRICE(Rs) |
ACC | 1,764.70 |
ADANI ENTERPRISES | 1,921.05 |
ADANI GREEN ENERGY | 940.05 |
ADANI PORTS & SEZ | 684.20 |
ADANI POWER | 239.7 |
ADANI TOTAL GAS | 918.25 |
ADANI TRANSMISSION | 999.25 |
ADANI WILMAR | 396.85 |
AMBUJA CEMENT | 400.50 |
NDTV | 181.35 |
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…