Adani Groupના રોકાણકારોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ, ગત સપ્તાહે 3700 કરોડ રૂપિયા ડૂબ્યા

અદાણી ગ્રૂપ(Adani Group)ની કંપનીઓના શેર્સ હજુ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ(Hindenburg Research Report)ના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવ્યા નથી. આ કારણે કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

Adani Groupના રોકાણકારોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ, ગત સપ્તાહે 3700 કરોડ રૂપિયા ડૂબ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 7:50 AM

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી ગ્રૂપ(Adani Group)ની કંપનીઓના શેર્સ હજુ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ(Hindenburg Research Report)ના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવ્યા નથી. આ કારણે કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગયા અઠવાડિયે જ ગ્રુપ કંપનીઓના શેરધારકોને રૂપિયા 3700 કરોડથી વધુનું નુકસાન થયું છે. ગત સપ્તાહે અદાણી ગ્રુપની કંપનીઓએ તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. સારો નફો દર્શાવવા છતાં ગ્રૂપ કંપનીઓના શેર શેરબજારમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

સપ્તાહ દરમિયાન બજાર ફ્લેટ રહ્યું હતું

છેલ્લા સપ્તાહ દરમિયાન છેલ્લા દિવસે એટલે કે 5 મેના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો. છેલ્લા દિવસે સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી પણ લગભગ 1.15 ટકા તૂટ્યો હતો. સપ્તાહના અન્ય દિવસોની સરખામણીએ તેણે અંડરપરફોર્મ કર્યું હતું અને બજાર લગભગ ફ્લેટ રહ્યું હતું.

ઘણી કંપનીઓના પરિણામો જાહેર થયા

અદાણી ગ્રૂપની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશન લગભગ 3 ટકાના નુકસાનમાં હતો. સપ્તાહ દરમિયાન, અદાણી જૂથની કંપનીઓએ તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જેના કારણે તેમના ભાવમાં ઉથલપાથલ જોવા મળી હતી.

પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો

આ કંપનીઓના Mcap માં ઘટાડો થયો

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કિંમતોમાં અસ્થિરતાને કારણે અદાણી ગ્રુપ ની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 7ની માર્કેટ મૂડીમાં રૂ. 3,782 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ જે કંપનીઓને નુકસાન થયું તેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે. તેમની માર્કેટ મૂડી રૂ. 507 કરોડથી રૂ. 2,856 કરોડની વચ્ચે ઘટી છે.

અદાણી ગ્રુપના શેરની છેલ્લી સ્થિતિ (5 May, 3:40 pm)

COMPANY BSE LAST PRICE(Rs)
ACC 1,764.70
ADANI ENTERPRISES 1,921.05
ADANI GREEN ENERGY 940.05
ADANI PORTS & SEZ 684.20
ADANI POWER 239.7
ADANI TOTAL GAS 918.25
ADANI TRANSMISSION 999.25
ADANI WILMAR 396.85
AMBUJA CEMENT 400.50
NDTV 181.35

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">