એપ્રિલ અને જુલાઈ વચ્ચે કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો વધારોઃ આવકવેરા વિભાગ

આવકવેરા વિભાગના (Tax Department) જણાવ્યા અનુસાર, કરવેરાના નિયમોને સરળ બનાવવા, પ્રક્રિયાને સરળ બનાવવા અને લઘુત્તમ દરો સાથે મુક્તિ ન આપવાને કારણે કલેક્શનમાં ઉછાળો આવ્યો છે.

એપ્રિલ અને જુલાઈ વચ્ચે કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો વધારોઃ આવકવેરા વિભાગ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 10:30 PM

દેશમાં ટેક્સ કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. આવકવેરા વિભાગે (Income Tax department) ટ્વીટ કરીને માહિતી આપી છે કે એપ્રિલથી જુલાઈ વચ્ચે કોર્પોરેટ ટેક્સ (corporate tax) કલેક્શનમાં પાછલા વર્ષની તુલનામાં 34 ટકાનો વધારો થયો છે. ડેટા અનુસાર, 2020-21ની તુલનામાં 58 ટકાનો વધારો થયો છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, કરવેરાના નિયમોને સરળ બનાવવા, પ્રક્રિયાને સરળ બનાવવા અને લઘુત્તમ દરો સાથે મુક્તિ ન આપવાને કારણે કલેક્શનમાં ઉછાળો આવ્યો છે.

કોર્પોરેટ ટેક્સ કલેક્શન ક્યાં પહોંચ્યું?

ટ્વિટ અનુસાર એપ્રિલથી જુલાઈ વચ્ચે કોર્પોરેટ ટેક્સ કલેક્શન 7.23 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 50 કરોડથી વધુની આવક ધરાવતી 60 ટકા કંપનીઓએ નવા ટેક્સ નિયમોનો વિકલ્પ પસંદ કર્યો છે. આ કંપનીઓ કુલ ટેક્સ કલેક્શનમાં 78 ટકા હિસ્સો ધરાવે છે. કેન્દ્ર સરકારે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 22 ટકા કર્યા છે. નવી કંપનીઓ માટે આ દર 15 ટકા છે. વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના સમય સિવાય ટેક્સ કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે.

અર્થતંત્રમાં રીકવરીના સંકેતો

તેની સાથે જ જીએસટીમાં પણ વધારો થયો છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન 28 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જુલાઈમાં CGST કલેક્શન રૂ. 25300 કરોડથી વધીને રૂ. 25800 કરોડ, SGST રૂ. 32400 કરોડથી વધીને રૂ. 32800 કરોડ અને IGST રૂ. 75900 કરોડથી વધીને રૂ. 79500 કરોડ થયું છે. સરકાર દ્વારા કરની આવકમાં થયેલા વધારાથી સ્પષ્ટ છે કે અર્થતંત્રમાં રિકવરી આવી રહી છે અને અર્થતંત્ર મહામારીની અસરમાંથી બહાર આવી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">