આગ્રામાં સૌથી મોટી GST ચોરીની ઘટના, 100 નકલી કંપનીઓ બનાવીને સરકાર સાથે 34 કરોડની છેતરપિંડી

GST Fraud in Agra: સેન્ટ્રલ જીએસટીની ટીમે આગ્રામાં 34 કરોડના જીએસટી ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ટેક્સ વિભાગે આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

આગ્રામાં સૌથી મોટી GST ચોરીની ઘટના, 100 નકલી કંપનીઓ બનાવીને સરકાર સાથે 34 કરોડની છેતરપિંડી
100 બનાવટી કંપનીઓની મદદથી સરકાર સાથે છેતરપિંડી કરી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 10:55 PM

GST ચોરીના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. કેન્દ્રીય જીએસટી ટીમે ગુરુવારે નકલી કંપનીઓ બનાવીને અને નકલી બીલ ઈશ્યૂ કરીને 33.5 કરોડ રૂપિયાનો કર ચોરી કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ કેસને અત્યાર સુધીની સૌથી મોટી કરચોરી ગણાવવામાં આવી રહી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઈઝ, આગ્રા કમિશનર ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રિષભ મિત્તલ, વરુણ ગુપ્તા, વિકાસ અગ્રવાલ અને સુનીલ કુમાર રાઠોડ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પ્રકાશન મુજબ વિભાગીય તપાસમાં બહાર આવ્યું છે કે ચારેય આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ નામો અને સરનામાં હેઠળ આશરે 100 કંપનીઓ બનાવી છે. આ કંપનીઓ વચ્ચે લગભગ 184.56 કરોડના નકલી બીલ બનાવવામાં આવ્યા હતા.

આ રીતે તેણે કથિત રૂપે 33.5 કરોડની કરચોરી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને સરકારની આવકમાં નુકસાન પહોંચાડ્યું. પકડાયેલા આરોપીઓની સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ ચાલુ છે. કેન્દ્રીય જીએસટી કમિશ્નર લલન કુમારના નિર્દેશન હેઠળ એક વિશેષ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

દિલ્હીમાં 128 કરોડની GST ચોરીનો પર્દાફાશ

અગાઉ GSTના ઈન્ટેલિજન્સ ડિવિઝનના અધિકારીઓએ 128 કરોડની કિંમતના ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની છેતરપિંડી કરનારા દિલ્હીના એક ઉદ્યોગપતિની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન, DGGIના ચંદીગઢ ઝોન યુનિટના અધિકારીઓને જાણવા મળ્યું કે આરોપી કથિત રીતે કોઈ પણ માલ ખરીદી અને વેચાણ વગર બિલ આપતો હતો અને આમ દિલ્હી અને ચંદીગઢ સહિત વિવિધ સ્થળોએ વિવિધ એકમોને ગેરકાયદેસર રીતે ITCનો દાવો કરવા માટે મદદ કરી રહ્યો હતો.

ચોરીના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન

જીએસટી ચોરીથી સરકારી ખજાનામાં દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે. કોરોના સમયગાળા દરમિયાન જ્યારે સરકારની આર્થિક સ્થિતિ ખરાબ છે, ત્યારે સરકારને આશા છે કે જીએસટીની મદદથી આર્થિક સ્થિતીમાં સુધારો આવશે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો 2.46 લાખ કરોડ રૂપિયા હતો, જે અગાઉના નાણાકીય વર્ષ (2020-21)ના આ સમયગાળા દરમિયાનના 1.17 લાખ કરોડ રૂપિયા કરતા વધારે હતો.

પ્રથમ ક્વાર્ટરમાં જીએસટી કલેક્શન 1.67 લાખ કરોડ 

જૂન ક્વાર્ટરમાં નેટ ઈન-ડાયરેક્ટ ટેક્સ (GST અને Non-GST) કલેક્શન 3.11 લાખ કરોડ હતું. ત્રિમાસિક ગાળામાં નેટ જીએસટી કલેક્શન  1.67 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હતું, જે સમગ્ર 2021-22 નાણાકીય વર્ષ માટે 6.30 લાખ કરોડના બજેટ અંદાજના 26.6 ટકા છે. નેટ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી, ઈન્ટિગ્રેટેડ જીએસટી અને વળતર સેસનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Aadhaar Card નો તમારો ફોટો પસંદ નથી? ચિંતા ન કરશો , હવે તમે સરળતાથી તસ્વીર બદલી શકો છો , જાણો શું છે પ્રક્રિયા

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">