વર્ષ 2024 ના પ્રારંભિક સપ્તાહમાં 3 કંપનીઓ સ્ટોક સ્પ્લિટ કરશે, જાણો એક્સડેટ સહિતની માહિતી

શેરબજારમાં ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક એક્શન શરૂ થવા જઈ રહ્યો છે. નવા વર્ષની સાથે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન પણ શરૂ થશે. સિઝનની વાસ્તવિક શરૂઆત 11 જાન્યુઆરીથી થશે જ્યારે IT ક્ષેત્રના દિગ્ગજો તેમના પરિણામો રજૂ કરશે.

વર્ષ 2024 ના પ્રારંભિક સપ્તાહમાં 3 કંપનીઓ સ્ટોક સ્પ્લિટ કરશે, જાણો એક્સડેટ સહિતની માહિતી
| Edited By: | Updated on: Jan 01, 2024 | 8:30 AM

શેરબજારમાં ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક એક્શન શરૂ થવા જઈ રહ્યો છે. નવા વર્ષની સાથે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન પણ શરૂ થશે. સિઝનની વાસ્તવિક શરૂઆત 11 જાન્યુઆરીથી થશે જ્યારે IT ક્ષેત્રના દિગ્ગજો તેમના પરિણામો રજૂ કરશે.

જોકે, આ પહેલા પણ કેટલીક કંપનીઓના કોર્પોરેટ એક્શનને લગતી મહત્વની માહિતી સાથે આ કંપનીઓના શેરો પર અસર જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહે 3 કંપનીઓના સ્ટોક સ્પ્લિટની એક્સ ડેટ છે.

આગામી સપ્તાહે કઈ કંપનીઓની એક્સ ડેટ છે?

Indian Link Chain Manufacturersના સ્ટોક વિભાજનનીએક્સ ડેટ 3 જાન્યુઆરી છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કંપનીના સ્ટોકને રૂપિયા 10ના 10 શેરોમાં વિભાજિત કરવામાં આવશે જેની ફેસ વેલ્યુ રૂપિયા 100 હશે. સ્ટોક હાલમાં 1786 ના સ્તરે છે અને GSM સ્ટેજ 4 માં સામેલ છે.

નેસ્લે ઈન્ડિયાના સ્ટોક સ્પ્લિટની એક્સ ડેટ 5 જાન્યુઆરી છે. આ સ્ટોક રૂ. 10ની ફેસ વેલ્યુના એક શેરમાંથી રૂ 1ની ફેસ વેલ્યુના 10 શેરમાં વહેંચવામાં આવશે. પેકેજ્ડ ફૂડ સેગમેન્ટમાં આ કંપનીનો સ્ટોક હાલમાં 26595ના સ્તરે છે.

આ ઉપરાંત પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા સ્ટોકને રૂ. 5ની ફેસ વેલ્યુના 2 શેરોમાં વહેંચવામાં આવશે. ગારમેન્ટ સેગમેન્ટની આ કંપનીનો સ્ટોક હાલમાં 1287ના સ્તરે છે.

સ્ટોક સ્પ્લિટ શું છે?

સ્ટોક સ્પ્લિટ એ એક કોર્પોરેટ પ્રક્રિયા છે જેમાં મેનેજમેન્ટ એક સ્ટોકને નીચી ફેસ વેલ્યુ સાથે ઘણા નાના શેરોમાં વિભાજિત કરે છે અને સ્ટોકની સંખ્યામાં વધારો કરે છે પરંતુ બાકીની કિંમત યથાવત રહે છે. આ કારણે, શેરની બજાર કિંમત પણ સમાન પ્રમાણમાં ઘટે છે. નીચા ભાવને કારણે મોટી સંખ્યામાં રોકાણકારો તેમાં રોકાણ કરવાનું શરૂ કરે છે અને વેપાર વધારવાનો ફાયદો શેર પર જોવા મળે છે.

આ પ્રક્રિયાથી શેરમાં ટ્રેડિંગ વધવાની સંભાવના દર્શાવે છે પરંતુ કંપનીના પ્રદર્શન સાથે તેને કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં સ્ટોક સ્પ્લિટના આધારે રોકાણનો નિર્ણય લેતા પહેલા કંપનીના પ્રદર્શન અને સ્ટોક સ્તર તરફ ધ્યાન આપવું જરૂરી બને છે.

 

Dislaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો