આવતીકાલથી દેશમાં આવી રહ્યા છે આ ચાર પરિવર્તન, વાંચો સામાન્ય લોકોના જીવન પર શું પડશે અસર

1 ડિસેમ્બરથી દેશમાં ઘણા પરિવર્તન થવાના છે જેની અસર સીધા સામાન્ય લોકોના જીવન પર પડશે. આર્થિક, મુસાફરી અને જીવન જરૂરિયાત સંબંધિત  ચાર મોટા ફેરફાર સામાન્ય જનજીવનને અસર કરશે. આ અહેવાલમાં ચાલો જાણીએ ક્યાં બદલાવ આવતીકાલથી લાગુ થઇ રહ્યા છે. આરટીજીએસ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે 1 ડિસેમ્બરથી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ – RTGS સુવિધા બેંક […]

આવતીકાલથી દેશમાં આવી રહ્યા છે આ ચાર પરિવર્તન, વાંચો સામાન્ય લોકોના જીવન પર શું પડશે અસર
કોરોનની બીજી લહેર સાથે બેરોજગારી વધી રહી છે,
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 30, 2020 | 12:01 PM

1 ડિસેમ્બરથી દેશમાં ઘણા પરિવર્તન થવાના છે જેની અસર સીધા સામાન્ય લોકોના જીવન પર પડશે. આર્થિક, મુસાફરી અને જીવન જરૂરિયાત સંબંધિત  ચાર મોટા ફેરફાર સામાન્ય જનજીવનને અસર કરશે. આ અહેવાલમાં ચાલો જાણીએ ક્યાં બદલાવ આવતીકાલથી લાગુ થઇ રહ્યા છે.

આરટીજીએસ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે 1 ડિસેમ્બરથી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ – RTGS સુવિધા બેંક ગ્રાહકો માટે 24 * 7 કલાક ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે 1 ડિસેમ્બર, 2020 થી આરટીજીએસ ટ્રાન્ઝેક્શન સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ કરાશે. કોરોનાકાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અગાઉ RBIએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કરી સુવિધા ડિસેમ્બર 2019 થી 24 કલાક ઉપલબ્ધ કરાવી છે.
PNB ના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કરાયો પંજાબ નેશનલ બેંક એ 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બેંકના મતે નવો નિયમ તદ્દન સુરક્ષિત રહેશે. 1 ડિસેમ્બરથી PNB વન ટાઇમ પાસવર્ડ -OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા અમલમાં મૂકશે. એક સમયે 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ હવે ઓટીપી આધારિત રહેશે. આ નિયમ 1 ડિસેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન લાગુ રહેશે.
subsidy vina na gas cylinder par pan aarthik labh lai shakay che jano kevi rite
ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવના છે સંકેત સરકારી તેલ કંપનીઓ દર મહિને પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે, સમીક્ષા દ્વારા  કિંમતોમાં વધારો અને ઘટાડવાનું વિચાર કરાય છે.  એલપીજી સિલિન્ડરના ભાવ 1 ડિસેમ્બરે બદલાઈ શકે છે. નવેમ્બરમાં ઓઇલ કંપનીઓએ વ્યાપારી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે.
Railway ma have order aapi garam bhojan ke pina nahi medvi shakay train mathi pantry hatavi base kitchen thi service aapse

નવી ટ્રેનો દોડાવવામાં આવશે કોરોના સંકટને કારણે ઘણા રૂટો પર ટ્રેનની અવરજવર હજી સામાન્ય નથી પરંતુ હવે રેલવે 1 ડિસેમ્બરથી ઘણા રૂટો પર ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી રહી છે. જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ ટ્રેન 1 ડિસેમ્બરથી મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. રેલ્વેએ જણાવ્યું કે બંને ટ્રેનો સામાન્ય કેટેગરી હેઠળ ચલાવવામાં આવી રહી છે. પુણે-જમ્મુ તવી પુણે જેલમ સ્પેશિયલ અને મુંબઈ ફિરોજપુર પંજાબ મેઇલ સ્પેશ્યલ દરરોજ ચાલશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">