દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે

1 એપ્રિલથી દેશમાં ઘણાં નાણાંકીય ફેરફારો જોવા મળશે ત્યારે આજે દેશની બે મોટી બેન્કોનું પણ મર્જર થઈ રહ્યું છે. બેન્ક કર્મચારી યુનિયનોના વિરોધ વચ્ચે પણ દેના બેન્ક, વિજ્યા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું મર્જર થયું છે. વિજ્યા બેન્ક અને દેના બેન્કની તમામ બ્રાંચો બેન્ક ઓફ બરોડાની બ્રાંચ તરીકે ઓળખાશે. આ સાથે જ બંને બેન્કના તમામ […]

દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે
Follow Us:
| Updated on: Apr 01, 2019 | 3:55 AM

1 એપ્રિલથી દેશમાં ઘણાં નાણાંકીય ફેરફારો જોવા મળશે ત્યારે આજે દેશની બે મોટી બેન્કોનું પણ મર્જર થઈ રહ્યું છે. બેન્ક કર્મચારી યુનિયનોના વિરોધ વચ્ચે પણ દેના બેન્ક, વિજ્યા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું મર્જર થયું છે. વિજ્યા બેન્ક અને દેના બેન્કની તમામ બ્રાંચો બેન્ક ઓફ બરોડાની બ્રાંચ તરીકે ઓળખાશે.

આ સાથે જ બંને બેન્કના તમામ ગ્રાહકો અને ડિપોઝીટરો પણ બેન્ક ઓફ બરોડાના કસ્ટમર તરીકે ગણાશે તેવો પરિપત્ર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 30મી માર્ચના રોજ કર્યો છે. બેન્કનું સંયુક્ત નામ હજી સુધી નક્કી થયું નથી હાલમાં બધી બેન્કો બેન્ક ઓફ બરોડા તરીકે ઓળખાશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બેન્ક ઓફ બરોડા સાથે વિજ્યા બેન્ક અને દેના બેન્કના મર્જર અંગે ભારત સરકાર દ્વારા 2, જાન્યુઆરી 2019ના રોજ ભારતના ગેઝેટમાં બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ 1, એપ્રિલ, 2019થી કરવાનો થતો હતો. ગુજરાતમાં બેન્ક યુનિયનના દાવા પ્રમાણે દેના બેન્કની ગુજરાતમાં 550, વિજ્યા બેન્કની 110 અને બેન્ક ઓફ બરોડાની 1100 બ્રાંચ છે.

આ પણ વાંચો : પાકિસ્તાન અને આંતકીઓ પર હવે આકાશમાંથી જ નજર રાખશે ભારત,આજે દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કરશે ISRO

દેના અને વિજ્યા બેન્કના બોર્ડની નીચે બેન્ક ઓફ બરોડાનું બોર્ડ લાગી જશે. આ ત્રણ બેન્ક પૈકી દેના બેન્ક પીસીએમાં મુકાયેલી છે. એક વર્ષ પછી બ્રાંચો બંધ થવાનું શરૂ થશે અને કર્મચારીઓની છટણી શરૂ થશે તેવો ભય યુનિયનોએ વ્યક્ત કર્યો છે.

  • સૌ પ્રથમ તો એકાઉન્ટ નંબર બદલવાનો રહેશે
  • આ સાથે જે આ બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ગ્રાહકોએ પાસબુક અને ચેકબુક બદલવાની રહેશે.
  • નવા ડેબિટ અને એટીએમ કાર્ડ લેવાના રહેશે
  • એટલું જ નહીં IFSC કોડ પણ બદલવાના રહેશે.
  • તેમજ SIP અને EMI માટે પણ ગ્રાહકોએ નવું ઇંસ્ટ્રક્શન ફોર્મ ભરવાનું રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">