ટીવી નાઈનનાં ડીજીટલ લાઈવ શો માં ચીની પ્રોડક્ટનાં વિરોધને લઈ થયું કઈક એવું કે જે પહેલા કદાચ ક્યારેય નથી થયું

ચીનનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય વેપારીઓ પર ચાઈનીઝ પ્રોડક્ટ બેન મુદ્દે કરેલી ટીપ્પણી એ ગંભીર રૂપ લઈ લીધું છે. આજે નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજ થી “ભારતીય સામાન અમારૂ અભિયાન” ને વધારે તીવ્રતાથી દેશભરમાં વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 સુધીમાં ચીનની આયાતને 1 લાખ કરોડ સુધી ઘટાડી દેવા […]

ટીવી નાઈનનાં ડીજીટલ લાઈવ શો માં ચીની પ્રોડક્ટનાં વિરોધને લઈ થયું કઈક એવું કે જે પહેલા કદાચ ક્યારેય નથી થયું
http://tv9gujarati.in/tv9-ke-digital-s…e-ki-application/
Follow Us:
| Updated on: Jun 10, 2020 | 11:52 AM

ચીનનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય વેપારીઓ પર ચાઈનીઝ પ્રોડક્ટ બેન મુદ્દે કરેલી ટીપ્પણી એ ગંભીર રૂપ લઈ લીધું છે. આજે નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજ થી “ભારતીય સામાન અમારૂ અભિયાન” ને વધારે તીવ્રતાથી દેશભરમાં વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 સુધીમાં ચીનની આયાતને 1 લાખ કરોડ સુધી ઘટાડી દેવા માટે આ આંદોલનમાં આહ્નવાન આપવામાં આવ્યું છે. આ એ અભિયાન છે કે જેમાં ભારતનાં ખેડુતો, ટ્રાન્સપોર્ટર, નાના અને મધ્યમ ઉદ્યોગ, હોકર્સ, ખરીદદારો સહિત સ્વદેશી સંગઠનનો પણ સાથ લેવામાં આવ્યો છે અને હવે તે આગળ વધતું રહેશે.

ભારતીય સામાન અમારૂ અભિયાન અંતર્ગત ટીવી નાઈનનાં ડીજીટલ માધ્યમ દ્વારા આ અંગે કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનાં જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલ સાથે વાત કરવામાં આવી હતી અને વાતચીત દરમિયાન કૈટ સંસ્થા કે જે હજારોની સંખ્યામાં નાની ક્લસ્ટર સંસ્થાઓ સાથે જોડાયેલી છે તેની હાજરી પણ ચાઈનીઝ એપ્લીકેશન હેલો પર જોવા મળી હતી. હવે એક તરફ ચીની માલસામાનના બોયકોટની વાત ચાલી રહી હતી અને બીજી તરફ આ ખુલાસો થયા બાદ ચાલુ ડીબેટમાંજ પદાધિકારી એ ફોન લગાડ્યો હતો તેમના સોશ્યલ મિડિયા મેનેજરને અને ટીવી નાઈનનાં ડીજીટલ પ્લેટફોર્મ પરથી જ હેલો એપ્લીકેશનની સચ્ચાઈની ખરાઈ કર્યા બાદ એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી. સાંભળો 23 મિનિટ અને 49 સેકન્ડથી વાત કે જેમાં પદાધિકારીએ લાઈવમાં શું સુચના આપી? વાત આટલે થી નથી અટકતી કેમકે ગણતરીની મિનિટોમાં જ કૈટનું હજારો લોકોનું ફોલોઅર પેજ ધરાવતું એકાઉન્ટ તેમણે ડીલીટ કરી નાખ્યું હતું, એટલું જ નહી પરંતુ પોતાનું અને સાથે બીજા પદાધિકારીઓના એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખ્યું હોવાનો ફોન કૈટના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે અમને કરીને જાણ કરી હતી.

કૈટ સંસ્થા સાથે જોડાયેલા એ તમામ પદાધિકારીઓને સલામ છે કે જેમણે એક જ ઝાટકે ચાઈનીઝ વસ્તુ હોય કે પછી તેમનું સોશ્યલ મિડિયાનું માધ્યમ તેમણે દુર કરી નાખ્યું હતું.  અગર આ જ રીતે ભારતીયતાની ભાવના સાથે ચીની વસ્તુઓને તિલાંજલી આપવાની શરૂઆત કરશે તો ભારતનો સામાન તમારૂ, મારૂ અને આપણું અભિયાન જ નહી પરંતુ અભિમાન બની રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">