સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણના કારણે ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન સારું થવાનો અંદાજ, દેશમાં ખાંડનું ઉત્પાદન 13 ટકા વધવાની આશા

સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણના કારણે ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન સારું થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. શેરડીના સારી આવકની અસર ખાંડના ઉત્પાદન ઉપર પણ પડશે.  દેશમાં ખાંડનું ઉત્પાદન નવી સિઝન 2020-21માં 13 ટકા વધી 310 લાખ ટન થવાનો અંદાજ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન ISMA દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ભારતે ચાલુ સિઝનમાં સરેરાશ 60 લાખ […]

સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણના કારણે ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન સારું થવાનો અંદાજ, દેશમાં ખાંડનું ઉત્પાદન 13 ટકા વધવાની આશા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 21, 2020 | 10:44 AM

સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણના કારણે ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન સારું થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. શેરડીના સારી આવકની અસર ખાંડના ઉત્પાદન ઉપર પણ પડશે.  દેશમાં ખાંડનું ઉત્પાદન નવી સિઝન 2020-21માં 13 ટકા વધી 310 લાખ ટન થવાનો અંદાજ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન ISMA દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ભારતે ચાલુ સિઝનમાં સરેરાશ 60 લાખ ટનની સરપ્લસ નિકાસ ચાલુ રાખવાની જરૂર ઉભી થશે.ખાંડનું ઉત્પાદન ગતવર્ષે ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં 274.20 લાખ ટન રહ્યું હતું જે સરેરાશ કરતા ઓછું માનવામાં આવી રહ્યું છે .2020-21 સીઝન માટે વધુ ઉત્પાદન થવાનો ઇસ્માએ સીધો અંદાજ લગાવાઈ રહ્યો છે.

ઉત્તરપ્રદેશમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. જોકે આ વર્ષે વધારે વરસાદના કારણે અહીંના ઉત્પાદનમાં નજીવો ઘટાડો  રહેશે. શેરડી ઉત્પાદન ગત વર્ષે 126.30 લાખ ટનનું રહ્યું હતું જે આ વર્ષે ૧૨૪.૫ લાખ ટન મળવાનો અંદાજ છે. UP બાદ મહારાષ્ટ્ર બીજો સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે જ્યાં ઉત્પાદન વધીને 108 લાખ ટન થઇ શકે છે ગયા વર્ષે 61.60 લાખ ટન ઉત્પાદન મ્યુ હતું. ગુજરાતમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવાની સાથે પાકને અનુકુળ સારો વરસાદ થયો હોવાથી રિકવરી વધવાના કારણે ખાંડનું ઉત્પાદન પ્રાથમિક અંદાજ મુજબ 10.81 લાખ ટન થશે જે ગયા વર્ષે કરતા ૧.૫ લાખ ટન વધુ મળવાનો અંદાજ છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

પ્રાદેશિક સ્તરે ખાંડના ઉત્પાદનની સ્થિતિ

રાજય વર્ષે 2020-21 (ટનમાં ) વર્ષે2019-20 (ટનમાં )
ઉત્તરપ્રદેશ 124.5 126.3
મહારાષ્ટ્ર 108 61.6
કર્ણાટકા 46 34.9
તામીલનાડુ 7.51
ગુજરાત 10.81 9.32
અન્ય 33.28
કુલ 310 274.2

દેશમાં ખાંડના ઉત્પાદનમાં વધારો થવાની સાથે શરૂઆતનો 106.40 લાખ ટનનો મસમોટો સ્ટોક પડ્યો છે જેના કારણે કુલ પુરવઠો વધીને 415 લાખ ટનથી વધુ રહેશે જો નિકાસ વેપારને વેગ આપવામાં નહિં આવે અને 60 લાખ ટન સુધી નિકાસ નહિં થાય તો સ્થાનિક બજારમાં નરમાશ જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">