RBIએ MSF હેઠળની બેંકો માટે ઋણ સ્વીકાર મર્યાદા 31 માર્ચ 2021 સુધી વધારી

કોરોના મહામારીએ બીમારી ઉપરાંત અર્થતંત્ર ઉપર ગંભીર વાર કર્યો છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ લીકવીડિટીની અછતને પહોંચી વળવા બેન્કોને પૂરી પાડવામાં આવેલી ઉધાર સુવિધામાં છ મહિનાનો વધારો કર્યો છે એટલે કે 31 માર્ચ, 2021 સુધી વધારો કર્યો છે. આ સુવિધા 30 જૂન, 2020 સુધી ઉપલબ્ધ હતી બાદમાં તેમાં વધારો કરી 30 સપ્ટેમ્બર 2020 અને […]

RBIએ MSF હેઠળની બેંકો માટે ઋણ સ્વીકાર મર્યાદા 31 માર્ચ 2021 સુધી વધારી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 01, 2020 | 6:02 PM

કોરોના મહામારીએ બીમારી ઉપરાંત અર્થતંત્ર ઉપર ગંભીર વાર કર્યો છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ લીકવીડિટીની અછતને પહોંચી વળવા બેન્કોને પૂરી પાડવામાં આવેલી ઉધાર સુવિધામાં છ મહિનાનો વધારો કર્યો છે એટલે કે 31 માર્ચ, 2021 સુધી વધારો કર્યો છે. આ સુવિધા 30 જૂન, 2020 સુધી ઉપલબ્ધ હતી બાદમાં તેમાં વધારો કરી 30 સપ્ટેમ્બર 2020 અને હવે 31 માર્ચ, 2021 સુધી લંબાવાઈ છે. શરૂઆતમાં 30 જૂન સુધીની જાહેર કરાયેલ સુવિધા Covid-19 રોગચાળા અને ત્યારબાદ લોકડાઉનથી ઉભી થયેલી આર્થિક સમસ્યાઓને કારણે 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. રૂ. 1.49 લાખ કરોડ સુધી ભંડોળનો વધારો પણ કરવામાં આવ્યો છે. MSF હેઠળ બેન્ક  વિવેકબુદ્ધિના આધારે ઝડપી ઉધાર લઈ શકે છે. હાલમાં marginal standing facility MSF રેટ 4.25 ટકા નિર્ધારિત કરાયો છે.

RBI e MSF hethad banko mate run swikar maryada 31 march 2021 sudhi vadhari

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેન્કોની લિક્વિડિટી જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તેમની Liquidity Coverage Ratio–LCRને જાળવવા  રાહત પ્રદાન કરવામાં આવી છે. 31 માર્ચ, 2021 સુધી છ મહિના માટે MSFમાં રાહતોનો દોર જારી રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. MSF અંતર્ગત બેન્કો સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો (SLR) દ્વારા ઓવરનાઈટ ફંડ્સ લઈ શકે છે.  કોરોના વાયરસના કારણે નાણાકીય કટોકટી સાથે બેન્કો સહિત આર્થિક ક્ષેત્ર હાલ ભીંસમાં છે. સરકાર અને RBI બેન્કો અને નાણાકીય સંસ્થાઓને આર્થિક સહાયો પૂરી પાડવાના હેતુ સાથે સતત પ્રયાસો કરી રહી છે. નાણા મંત્રાલયે સરકારી બેન્કોમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન રૂ. 20,000 કરોડની મૂડી સહાય પ્રદાન કરવા મંજૂરી મેળવી લીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">