જાણો, ભારતીય રેલવેનો ક્લોન ટ્રેનનો પ્રયોગ શું છે ? કેવી રીતે દોડશે એક જ નામની બે ટ્રેન ? શું હશે તેના લાભ ?

રેલવેની વેઇટિંગ લિસ્ટમાં છેલ્લી ઘડી સુધી, ટિકિટ મળવાની આશાઓ બાદ સીટ કન્ફર્મ ન થતા, પ્રવાસ રદ કરવાની સમસ્યાનો હવે, અંત આવતો દેખાઈ રહ્યો છે. વેઈટીંગ લિસ્ટ હંમેશા લાબું રહે છે, તેવા રુટ ઉપર રેલવે ક્લોન ટ્રેન ચલાવવા જઈ રહી છે. ક્લોન ટ્રેન શિડ્યુલ ટ્રેનની પાછળ ચાલશે, જે વેઇટિંગ લીસ્ટના મુસાફરોને પ્રાધાન્ય આપી કન્ફર્મ સીટ પણ […]

જાણો, ભારતીય રેલવેનો ક્લોન ટ્રેનનો પ્રયોગ શું છે ? કેવી રીતે દોડશે એક જ નામની બે ટ્રેન ? શું હશે તેના લાભ ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 14, 2020 | 12:28 PM
રેલવેની વેઇટિંગ લિસ્ટમાં છેલ્લી ઘડી સુધી, ટિકિટ મળવાની આશાઓ બાદ સીટ કન્ફર્મ ન થતા, પ્રવાસ રદ કરવાની સમસ્યાનો હવે, અંત આવતો દેખાઈ રહ્યો છે. વેઈટીંગ લિસ્ટ હંમેશા લાબું રહે છે, તેવા રુટ ઉપર રેલવે ક્લોન ટ્રેન ચલાવવા જઈ રહી છે. ક્લોન ટ્રેન શિડ્યુલ ટ્રેનની પાછળ ચાલશે, જે વેઇટિંગ લીસ્ટના મુસાફરોને પ્રાધાન્ય આપી કન્ફર્મ સીટ પણ ઉપલબ્ધ કરાવશે. રેલવેના સૂત્રો અનુસાર હાલમાં એક અભ્યાસ હાથ ધરાયો છે જેમાં કઈ ટ્રેનોની વેટિંગ લિસ્ટ લધારે લાંબી છે.કાયા રુટ ઉપર વધુ ટ્રેનોની માંગ છે તેની માહિતી એકત્રિત કરાઈ રહી છે. ટ્રેનોની વધુ માંગવાળા રુટ ઉપર વાસ્તવિક ટ્રેન પાછળ તે જ નામવાળી બીજી  ટ્રેન દોડાવાશે જે ક્લોન ટ્રેન તરીકે ઓળખાશે, આ ક્લોન ટ્રેન વેઇટિંગ ટિકિટો કન્ફર્મ કરશે.  ક્લોન ટ્રેને મોટા સ્ટેશનો પર રોકવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. ક્લોન ટ્રેન રવાના થવાના 4 કલાક પહેલા તમામ વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોને ક્લોન ટ્રેનમાં કન્ફર્મ બર્થ વિશે માહિતી આપવામાં આવશે.
કોરોનના કારણે ૨૮ માર્ચથી રેલવે સેવા બંધ છે પરંતુ હવે જયારે તબક્કાવાર રેલસેવા કાર્યરત થવા જઈ રહી છે ત્યારે મુસાફરોની કન્ફર્મ બર્થની માંગને પહોંચી વળવા રેલવે નવતર પ્રયોગ કરવા જઈ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">