JIO પ્લેટફોર્મ્સમાં Google 33,737 કરોડ રૂપિયાનું કરશે રોકાણ, બનાવશે સસ્તા સ્માર્ટફોન

અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની જિયો પ્લેટફોર્મ્સની સાથે મળીને ભારતમાં સસ્તા એન્ડ્રોઈડ ફોન બનાવશે. RILના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 43મી AGMમાં આજે આ જાહેરાત કરી છે. તેમને જણાવ્યું કે અમે ગૂગલની સાથે મળીને 4G-5G સ્માર્ટફોન બનાવીશું. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં 10 […]

JIO પ્લેટફોર્મ્સમાં Google 33,737 કરોડ રૂપિયાનું કરશે રોકાણ, બનાવશે સસ્તા સ્માર્ટફોન
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 11:36 AM

અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની જિયો પ્લેટફોર્મ્સની સાથે મળીને ભારતમાં સસ્તા એન્ડ્રોઈડ ફોન બનાવશે. RILના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 43મી AGMમાં આજે આ જાહેરાત કરી છે. તેમને જણાવ્યું કે અમે ગૂગલની સાથે મળીને 4G-5G સ્માર્ટફોન બનાવીશું. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં 10 કરોડથી વધારે જિયો ફોનના વેચાણ થઈ ચૂક્યા છે, ત્યારે ફીચર ફોન યૂઝર્સ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે તેમની પાસે સ્માર્ટફોન આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ કહ્યું કે અમારૂ માનવું છે કે અમે એન્ટ્રી લેવલ 4G-5G સ્માર્ટફોન બનાવી શકીએ છે. અમે એવો ફોન ડિઝાઈન કરી શકીએ છે, જેની કિંમત સામાન્ય સ્માર્ટફોનથી ખુબ ઓછી હશે. ગૂગલ અને જિયો મળીને એક વેલ્યૂ એન્જીનિયર્ડ એન્ડ્રોઈડ બેસ્ડ સ્માર્ટફોન ઓપરેટીંગ સિસ્ટમ બનાવશે. વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું કે કંપનીએ 5જી નેટવર્ક તૈયાર કરી લીધું છે, જે દુનિયાનું સૌથી બેસ્ટ 5જી નેટવર્ક છે. તેમને દાવો કર્યો છે કે આ 5જી નેટવર્કમાં પૂરી રીતે ઘરેલુ ઉપકરણોનો ઉપયોગ થયો છે. તેના માટે 20થી વધારે સ્ટાર્ટઅપ્સની મદદ લેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ સાથે જ ગૂગલની સાથે સ્ટ્રેટજિક પાર્ટનરશિપની પણ જાહેરાત કરી. તેમને કહ્યું કે ગૂગલે જિયોમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેમાં ગૂગલને 7.7 ટકા ભાગીદારી મળશે. ગૂગલ જિયોમાં રોકાણ કરનારી 13મી કંપની છે. જિયોમાં ફેસબુકે રોકાણની શરૂઆત કરી હતી અને કંપનીમાં અત્યાર સુધી 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. આ સોદાની સાથે જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 32.84 ટકા ભાગીદારી વેચી ચૂક્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">