CIIના સર્વેમાં અર્થતંત્રમાં મજબૂતીનાં સંકેત, અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ, જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ૯ ટકાની વૃદ્ધિ
અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક […]
અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક અહેવાલોમાં એપ્રિલથી જૂનના સમયગાળાની સરખામણીએ જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ૯ ટકાની વૃદ્ધિ દેખાઈ છે.
CII ના સર્વે અનુસાર કોરોનાની નકારાત્મકતાથી બહાર આવતી પરિસ્થિતિમાં ૫૦ ટકા ઉધોગોએ તેમને નવા ઓર્ડર મળવાની અને સારા વેચાણની આશા વ્યક્ત કરી છે તો અન્ય ૫૦ ટકા ઉદ્યોગકાર હજુ વેપાર ધીમો રહેવાનું જણાવી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમ્યાન બાકી રેટિંગ ૪૧ ટકા નોંધાયું હતું જે બીજા ક્વાર્ટરમાં ૯ ટકા વધીને સપ્ટેમ્બરમાં ૫૦.૩ ટકા જોવા મળ્યું છે જેને બજારની હકારાત્મકતા સાથે જોડવામાં આવી રહ્યું છે. સર્વેક્ષણમાં બહાર આવ્યું છે ૪૬ ટકા ઉદ્યોગકાર મોંઘવારી હજુ વધવાની શક્યતા વર્ણવી રહ્યા છે તો ૧૮ ટકા અનલોકમાં સ્થિતિ સુધરવાનું જણાવી રહ્યા છે. ૨૮ ટકાનું માનવું છે કે હાલની આર્થિક પરિસ્થિતિ યથાવત રહેશે.
લોકડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયેલા શ્રમજીવીઓ વધુ સમય હવે ઘરે બેસવાના મૂડમાં નથી. મૂળ રાજ્યમાંથી કામ ઉપર પરત ફરનાર શ્રમજીવીઓની સંખ્યા પણ વધી રહી છે. ૪૨ ટકા ઉદ્યોગોએ ૭૫ ટકા શ્રમજીવીઓ કામ ઉપર પરત ફર્યા હોવાનું જણાવ્યું છે જયારે ૨૨ ટકા ઉદ્યોગ આગામી માસમાં શ્રમજીવીઓ કામ ઉપર આવે તેવી આશા સેવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો