એસેસમેન્ટ વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિફંડ મળવામાં થઈ શકે છે વિલંબ, જાણો શું છે કારણ?

The deadline for filing income tax returns has been extended to November 30

AY વર્ષ 2020-21 માટે ઇનકમ ટેક્સ રિફંડ મળવામાં વિલંબ થઈ શકે છે. મોટાભાગના કરદાતાઓએ ITR ફાઇલ કાર્ય પછી રિફંડ ન મળતા ઉહાપોહ મચ્યો મચ્યો હતો , જેના જવાબમાં આવકવેરા વિભાગનું કહેવું કે ITRની ઝડપી પ્રક્રિયા માટે સોફ્ટવેર અપગ્રેડ થઈ રહ્યા છે. આ તકનીકી અપગ્રેડના કારણ ટેક્સ રિફંડમાં વિલંબ થઇ શકે છે.

ઘણા કરદાતાઓએ જૂન-જુલાઇમાં ITR ફાઇલ કરી દીધું પણ રિફંડ ન મળતા ટિ્‌વીટર પર રિફંડ માટે અવાજ ઉઠ્યો હતો. આ બાદ IT વિભાગે ટ્વીટના જવાબમાં કહ્યું કે કરદાતાઓને સારી સેવા પ્રદાન કરવા અને ITR પ્રક્રિયા ઝડપી બનાવવા નવી ટેક્નોલોજી અપગ્રેડેશન કરાઈ રહ્યું છે.

READ  સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

Income tax form 26AS changed

હાલના સમયમાં દરેક પ્રકારનાં ઇન્કમ ટેક્સ રિટર્ન બેંગલુરુ સ્થિત સેન્ટ્રલાઇઝડ પ્રોસેસીંગ સેન્ટરમાંથી પ્રોસેસિંગ થાય છે. CPC 2.0 પ્લેટફોર્મ પ્રારંભ થવાથી ટેક્સપેયર્સને અનેક પ્રકારની સુવિધાઓ અપાશે અને ITRની પ્રક્રિયા ઝડપથી થઈ જશે. 1 એપ્રિલ, 2020 થી 10 નવેમ્બરની દરમ્યાન 39.75 લાખથી વધુ ટેક્સપેયર્સના 1.32 લાખથી વધુનું રિફંડ જારી કરાયું છે. પર્સનલ ઇનકમ ટેક્સ રિફંડ 35,123 કરોડ અને કોર્પોરેટ રિફંડ 97,677 કરોડ આપી દેવાયું છે.

READ  PM મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા CABના વિરોધ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કેવીરીતે જાણશો આપણા રીફંડનું સ્ટેટ્સ

>> https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html વેબસાઇટ પર જાઓ.

>> રિફંડ સ્ટેટસ માટે પાન નંબર અને વર્ષ સિલેક્ટર કરી કેપ્ચા કોડ દાખલ કરો.

> Proceed બટન પર ક્લિક કરો. સ્ક્રીન પર ટેક્સ રિફંડ સ્ટેટ્સ આવી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  5 લાખ સુધીની આવક પર તમને ટેક્સ લાગશે નહીં છતાં જો તમે રિટર્ન (ITR) ન ફાઈલ કરશો તો લાગશે હજારો રૂપિયાનો દંડ, જાણો ટેક્સની માયાજાળ સરળ શબ્દોમાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments