ફલાઈટમાં સુરત આવીને, ATMમાંથી નાણા ઉપાડનારા સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ

એટીએમ (ATM) મશીનમાં રહેલા કાર્ડ રીડરની ચોરી કરીને, ડેટા ક્લોનિગ મશીનથી બનાવટી એટીએમ કાર્ડ બનાવીને તેના થકી, રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. ઝડપાયેલી ગેંગની પુછપરછના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે દશ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગુજરાત બહાર ચાર જેટલા ગુન્હા આચર્યા હોવાની આ ગેંગે કબુલાત કરી છે. જો કે […]

ફલાઈટમાં સુરત આવીને, ATMમાંથી નાણા ઉપાડનારા સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 5:29 PM

એટીએમ (ATM) મશીનમાં રહેલા કાર્ડ રીડરની ચોરી કરીને, ડેટા ક્લોનિગ મશીનથી બનાવટી એટીએમ કાર્ડ બનાવીને તેના થકી, રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. ઝડપાયેલી ગેંગની પુછપરછના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે દશ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગુજરાત બહાર ચાર જેટલા ગુન્હા આચર્યા હોવાની આ ગેંગે કબુલાત કરી છે. જો કે પોલીસને કોઈ શક ના જાય તે માટે આ ગેગ ફ્લાઈટમાં સુરત આવતી હોવાની કબુલાત કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી કાર્ડ રીડર, ડેટા સ્કીમર,લેપટોપ સહિત કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપવા ખાસ ફ્લાઇટ મારફત સુરત આવતા હોવાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સુરત શહેરમાં બેંક ખાતા ધારકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી બેંક ધારકોના ખાતામાંથી ગેંગ રૂપિયા ઉપાડવામાં માસ્ટરી ધરાવે છે. જ્યાં આ ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે પાંડેસરાના કૈલાશ નગર ત્રણ રસ્તા ખાતેથી આ ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૂળ બિહારનો વતની બીટ્ટુ કુમાર નવીનસિંહ ભૂમિહાર, હિમાંશુ શેખર ,મુરારી કુમાર પાંડે, રીતુરાજ શીંગ ઉર્ફે બીટ્ટુ નીરજશિંહ ભૂમિહાર, સહિત સોનુશીંગ ભૂમિહાર નામના આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક લેપટોપ, પાંચ કાર્ડ રીડર, છ મોબાઈલ, બે ડેટા ક્લોન કરવાના સ્કીમર, ત્રણ નંગ સ્ક્રુ ડ્રાયવર, દસ એટીએમ કાર્ડ, સ્ક્રુ ડ્રાયવર ટુલ્સ બોક્સ ઉપરાંત કેબલ, વાયર, ટેપ સહિત રોકડ રકમ મળી કુલ 3,37,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમ્યાન આઇટી એકટ હેઠળ આચરવામાં આવેલ પાંડેસરાના બે અને લીંબાયત- ડીંડોલીના એક- એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. એટલું જ નહી આ પાંચેય ગુનાઓમાં આરોપીઓએ બેંક ખાતેદારોના ખાતાઓમાંથી બનાવટી એટીએમ કાર્ડ વડે અલગ અલગ બેંક એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી પોતાના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં પાંડેસરા, ઉધના, પુણા , ડીંડોલી અને ડીસીબી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓનો ભેદ પણ ઉકેલાય ગયો હતો.

આરોપીઓએ આ છ પોલીસ મથકની હદમાં આચરેલ ગુનાઓ દરમ્યાન એટીએમ મશીનોના હુડ ખોલી એટીએમ કાર્ડ રીડરની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપીઓની કરેલી પૂછપરછ દરમ્યાન ઉત્તરપ્રદેશના ત્રણ અને ઝારખંડ પોલીસ મથકમાં નોંધાયેલ ચાર જેટલા ગુનાઓમાં પણ આરોપી બીટ્ટુ કુમાર સહિત હિમાંશુ સંડોવાયેલ હકીકત સામે આવી હતી. જ્યાં આ ચારેય ગુનાઓમાં આરોપીઓ નાસ્તા ફરતા ફરી રહયા હતા. જે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી મુરારી કુમાર ઉર્ફે વિજય પાંડે પટના,ઝારખંડ સહિત ગીરડિહ પોલીસ મથકમાં અગાઉ એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડીના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે.જ્યારે સોનુશીંગ ભૂમિહાર નામનો આરોપી પણ બિહારના ગયા જિલ્લાના બદરિગંજ પોલીસ મથકમાં એટીએમ ક્લોનિંગ ના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં સૌથી ચોંકાવનારી હકીકત સામે આવી છે.આંતરરાજ્ય આ ગેંગ પોતાના ગુનાને અંજામ આપવા માટે બિહારથી દિલ્હી અને દિલ્હી થી સુરત આવવા ફ્લાઇટ નો ઉપયોગ કરતા હતા. જ્યાં બાદમાં આરોપીઓ પોતાની અલગ અલગ ટીમો બનાવતા હતા. બાદમાં એનસીઆર કંપનીના એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરતા હતા.

આરોપીઓ એટીએમ મશીન નું હુડ ડુપ્લીકેટ ચાવીથી ખોલી તેમાં રહેલ કાર્ડ રીડરની સાથે પોતાનો સ્કીમર મશીન લગાવી રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ કાર્ડનો ડેટા ચોરી કરી લેતા હતા.જે દરમ્યાન એટીએમ માં રૂપિયા ઉપાડવા આવેલા લોકો જે પિન એન્ટર કરતા ,તે પિન આજુબાજુમાં ઉભેલા આરોપીઓમાં પોતાના મોબાઈલ નંબર માં નોંધી લેતા હતા. ત્યારબાદ એટીએમમાંથી ચોરી કરેલ ડેટા પોતાના લેપટોપ પર ચઢાવી દેતા હતા.

જ્યાં બાદમાં મીની ટુલ્સ સોફ્ટવેર ની મદદથી રાઇટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવતા હતા.જે બનાવટી એટીએમ કાર્ડ નો ઉપયોગ દિલ્લી,બિહાર સહિત અન્ય રાજ્યોના શહેરોમાં આવેલ એટીએમ માં કરી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.

હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે એટીએમ માં ડેટા ક્લોનિંગ કરી ખાતેદારોના રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.જ્યાં આરોપીઓની તપાસ દરમ્યાન સુરત સહિત અન્ય રાજ્યોના ગુનાઓનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી મોટી સફળતા મેળવી છે.ત્યારે આ ગેંગના આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા પોલીસ સેવી રહી છે.

આ પણ વાંચોઃકેન્સરપીડિતો માટે ગુજરાતની યુવતીઓનું મિશન મુંડન, સુરતની 10 વર્ષની દીકરીએ કપાવ્યા 30 ઇંચ લાંબા વાળ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">