ટેલીકોમ બાદ સ્માર્ટફોન ક્ષેત્રે પણ માર્કેટમાં ક્રાંતિના મૂડમાં દેખાઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બે વર્ષમાં 20 કરોડ સ્માર્ટફોન વેચાણનો લક્ષયાંક

ભારતમાં વેચાણ ના આંકડા અનુસાર ચાઈનીસ મોબાઈલ કંપનીઓનો દબદબો છે પણ ભારતમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ક્ષેત્રમાં પણ મોટો વળાંક લાવે તેમ લાગી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્થાનિક સપ્લાયર્સને પોતાની ઉત્પાદન ક્ષમતામાં  વધારો કરવા સૂચના આપી છે. RIL આગામી બે વર્ષમાં 20 કરોડથી પણ વધુ સ્માર્ટફોનના લક્ષયાંકને હાંસલ કરવા માંગે છે. Web Stories View more […]

ટેલીકોમ બાદ સ્માર્ટફોન ક્ષેત્રે પણ માર્કેટમાં ક્રાંતિના મૂડમાં દેખાઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બે વર્ષમાં 20 કરોડ સ્માર્ટફોન વેચાણનો લક્ષયાંક
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 23, 2020 | 11:54 AM
ભારતમાં વેચાણ ના આંકડા અનુસાર ચાઈનીસ મોબાઈલ કંપનીઓનો દબદબો છે પણ ભારતમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ક્ષેત્રમાં પણ મોટો વળાંક લાવે તેમ લાગી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્થાનિક સપ્લાયર્સને પોતાની ઉત્પાદન ક્ષમતામાં  વધારો કરવા સૂચના આપી છે. RIL આગામી બે વર્ષમાં 20 કરોડથી પણ વધુ સ્માર્ટફોનના લક્ષયાંકને હાંસલ કરવા માંગે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિલાયન્સ તેના જિઓ ફોનનું નવુ વર્ઝન બજારમાં મુકશે જેની ઓપરેટિંગ સિસ્ટમ ગુગલ એનરોઈડ રાખવામાં આવશે.  ફોનની અંદાજિત કિંમત ઓછી આવક અને નાના વ્યવસાયને પણ પરવડે તેવી રાખવામાં આવશે. એક અંદાજ મુજબ ફોનની કિંમત રૂ.૪૦૦૦ કે તેથી થોડી ઉપર-નીચે હોઈ શકે છે. વાયરલેસ સર્વિસીસની દુનિયામાં ક્રાંતિ લાવ્યા  બાદ મુકેશ અંબાણી સ્માર્ટફોન ક્ષેત્રમાં પણ મોટી ઉથલપાથલ કરાવે તો નવાઈ નહિ. ડિક્સન ટેકનોલોજીસ ઈન્ડિયા, લાવા ઈન્ટરનેશનલ અને કાર્બન મોબાઈલ્સ જેવા સ્થાનિક એસેમ્બ્લર્સને ટેકો આપવા માટે અંબાણી ભારત સરકારની મેક ઈન ઇન્ડિયા થીમને મજબૂત કરવાની યોજનામાં દેખાઈ રહ્યા છે.

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક એસોસિયેશનના સૂત્રો અનુસાર વિશ્વના ઘણા ઉદ્યોગ સમૂહ બિઝનેસ કરવા માટે ભારત શ્રેષ્ઠ સ્થળ માને છે. રિલાયન્સનો લક્ષ્ય આગામી બે વર્ષમાં 15 કરોડથી 20 કરોડ ફોન વેચવાનો હોય તો વ્યવસાય સાથે જોડાયેલ સ્થાનિક ફેક્ટરીઓ અને ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને મોટો લાભ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">