BUDGET 2022: સ્વ-રોજગાર લોકોને કેવી છે અપેક્ષા?

આર્થિક સર્વેક્ષણ 2020-21 અનુસાર દેશમાં કુલ રોજગારીમાં 25 કરોડ સ્વ-રોજગારો છે અને સ્વ-રોજગારી હજુ પણ રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. કુલ કાર્યબળમાં અંદાજે 52 ટકા હિસ્સો સ્વ-રોજગારીનો છે. બજેટમાં સ્વ-રોજગારોની શું અપેક્ષા છે, જુઓ આ વીડિયોમાં...

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 24, 2022 | 7:14 PM

ઉત્તરી કોલકાતાના ખરહદામાં સુજીત પૉલ કેટરિંગ સર્વિસ (Catering Service) નું કામ કરે છે. વર્ષ 2005માં તેમણે મોટી આશા સાથે ‘ફ્લેવર્સ કેટરર્સ’ શરૂ કર્યું. લગ્ન-પાર્ટીઓમાં ખાવાનું બનાવતા હતા. તેમની પાસે આખી એક ટીમ હતી. તેમની સાથે અનેક લોકોને પણ રોજગારી મળતી હતી.

ત્રણ-ચાર વર્ષમાં કામ જામી ગયું અને જિંદગી ઠીકઠાક ચાલવા લાગી. સુજીતના નિમ્ન મધ્યમવર્ગીય બંગાળી પરિવારમાં ત્રણ સભ્યો છે. 2020માં કોરોનાનો પ્રકોપ શરૂ થયો તો જાણે કે બધુ જ થંભી ગયું. સૌથી ખરાબ હાલત સુજીત જેવા સ્વરોજગારોની થઇ જે પોતાના જ કામથી પોતાની આજીવિકા ચલાવે છે.

કોવિડની મહામારી પહેલા તેમને દર મહિને ઓછામાં ઓછા બે કામ તો મળી જ જતા હતા. મજૂરી તેમજ ટીમનો ખર્ચ કાઢતાં દર મહિને 40 થી 50 હજાર રૂપિયા બચી જતા હતા.. સુજીતની યોજના હતી કે તે હવે પોતાની એક રેસ્ટોરન્ટ શરૂ કરશે. પરંતુ હવે પાર્ટીઓ પર પ્રતિબંધ છે. સુજીતના ગ્રાહક મધ્યમવર્ગના છે. જેની પર કોવિડની અસર થઇ છે. સ્થિતિ તે છે કે હવે બે મહિને પણ એક મોટુ કામ નથી આવતું.

બચત ખાલી થઇ ગઇ. મોટા કેટરર્સને ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ ન મળ્યું તો સુજીતે પોતાના વિસ્તારમાં એક નાનકડું હોમ ડિલીવરી નેટવર્ક શરૂ કર્યું. પરંતુ તેમાંથી મહિનામાં 10 હજાર મળવા પણ મુશ્કેલ છે.

સુજીત જેવા ઘણાં લોકો હતા કે જેમની પાસે નોકરી નહોતી પરંતુ તેમણે આશાઓ અને સપનાઓના જોરે બિઝનેસ કરવાનું જોખમ લીધું અને સ્વરોજગારના સહારે અન્યને રોજગાર દાતા બની ગયા. પરંતુ કોવિડે તેમની આશાઓ અને બિઝનેસ પ્લાન પર પાણી ફેરવી દીધું.
સ્વરોજગારનો અર્થ એવા લોકો સાથે છે જે જાતે કોઇ કારોબાર શરૂ કરે છે. રોજેરોજનું કમાઇને ખાતા મજૂર, બ્યૂટીપાર્લર ચલાવનારી કોઇ મહિલા, LICનો કોઇ એજન્ટ કે પછી રસ્તા પર લારી-ગલ્લાં ચલાવતો કોઇ વ્યક્તિ… આ તમામ લોકો સ્વરોજગારની વ્યાખ્યામાં આવે છે.
કોવિડને કારણે સુજીતની જેમ અનેક લોકોના ધંધામાં મંદી આવી, કેટલાક તો લોનના હપતા ચુકવવામાં નિષ્ફળ રહ્યા. મૂડી તો મોટાભાગના લોકોની ખાલી જ થઇ ગઇ.

સુજીતે પણ એક ખાનગી ધીરધાર પાસેથી 5 લાખ રૂપિયાની બિઝનેસ લોન પણ લીધેલી હતી. લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમણે પોતાની કેટલીક બચત વાપરીને લોનની ચુકવણી પાછી ઠેલી.

આંકડા દર્શાવે છે કે, આર્થિક ગણતરી 2013-14 અનુસાર ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોમાં મધ્યમ એકમોની સંખ્યા માત્ર 5 હજાર છે. 72 ટકા એકમો માત્ર સ્વરોજગાર છે અથવા તો કામ ન મળવાના કારણે શરૂ થયેલા એવા કારોબાર છે જેમાં એક પણ કર્મચારી નથી.

2016-17માં કુલ રોજગારમાં સ્વ-રોજગાર 13 ટકા હતો. આ રેશિયો 2017-18માં 15 ટકા, 2018-19માં 17 ટકા, 2019-20માં 19 ટકા હતો. 2016-17માં કુલ સ્વરોજગાર 5.4 કરોડ, 2019-20માં 7.8 કરોડ હતો.

પરંતુ આ સમયગાળા દરમિયાન નોકરીયાતોનો આંકડો 8.6 કરોડ પર સ્થિર રહ્યો. જે દર્શાવે છે કે માલિક સિવાય આ સ્વરોજગાર અન્ય કોઇ રોજગાર પેદા ન કરી શક્યા. માત્ર ચાર ટકા સ્વરોજગાર લોકો એવા છે જે અન્ય લોકોને રોજગારી આપી શક્યા છે.

આર્થિક સર્વેક્ષણ 2020-21 અનુસાર દેશમાં કુલ રોજગારીમાં 25 કરોડ સ્વ-રોજગાર (self-employed) લોકો છે અને સ્વ-રોજગાર હજુ પણ રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. કુલ કાર્યબળના અંદાજે 52 ટકા હસ્સો સ્વ-રોજગાર લોકોનો છે.

2021ના બજેટમાં શું મળ્યું ?

ભારતનું બજેટ સ્વરોજગાર લોકો માટે સીધીરીતે કંઇ નથી કરતું. ગયા બજેટમાં લારી-ગલ્લાંવાળાને સસ્તી લોનની યોજના લાવવામાં આવી હતી પરંતુ સુજીત જેવા મધ્યમ કારોબારી તેના લાભાર્થી ન બની શક્યા.

નાના ઉદ્યોગો માટે બનેલી ક્રેડિટ ગેરંટી જેવી સ્કીમોનો ખાસ ફાયદો એવા કારોબારીઓને નથી મળતો જેમની પાસે ઉત્પાદન એકમો નથી. છેલ્લા એક દાયકામાં મોટાભાગની સ્વ-રોજગારી સેવાઓમાં સક્રીય થયા છે તેવા લોકો માટે સીધી મદદની કોઇ યોજના નથી.
મોટાભાગના કારોબારી અસંગઠિત અને બિન રજિસ્ટર્ડ છે. માટે લોન અને ક્રેડિટ ગેરંટીથી મર્યાદિત મદદ જ મળી.

સરકાર Prime Minister’s Employment Generation Programme એટલે કે PMEGP જેવી યોજના લઇને આવી છે. જેના દ્ધારા સરકાર સ્વરોજગાર લોકો માટે લોન સંબંધિત સુવિધાઓ આપે છે.

પરંતુ લોન આપવી બેંકોના હાથમાં છે. NPAના દબાણના કારણે સ્વરોજગાર લોકોને બેંક પાસેથી લોન મળવામાં હંમેશા મુશ્કેલી રહી છે. માટે જ તેમને ખાનગી ધિરધારોની શરણમાં જવું પડે છે.

બસ, આટલી જ છે અપેક્ષા છે !

સુજીતની અપેક્ષા મોટી નથી. તે તો હવે પોતાનો કારોબાર ફરી બેઠો કરવા માંગે છે. તેને લાગે છે કે સરકાર જો બધાને નાણાકીય પેકેજ આપી શકે તો સ્વરોજગાર લોકોને કેમ નહીં? શું તેમને સસ્તી લોન ન મળી શકે? કોઇક તો યોજના બને જે તેમના જેવા કરોડોને કોવિડના મારથી બહાર આવવામાં મદદ કરે.

સુજીત યાદ કરે છે કે તેમના જેવા ઘણાં સ્વરોજગાર લોકો કામ બંધ કરીને ગામડે જતા રહ્યાં છે અને ખેતી કે ગામમાં દુકાનો ખોલીને આજીવિકા ચલાવી રહ્યાં છે.

નિષ્ણાંતો માને છે કે, બજેટમાં દરેક વર્ગ માટે વ્યવસ્થા નથી હોતી. એટલે સ્વરોજગાર લોકોને મદદ કરવાની યોજનાનું કામ રાજ્યોએ સંભાળવું જોઇએ. રાજ્યોએ કેન્દ્રની મદદથી એવી સીધી સહાયતા સ્કીમો પર કામ કરવું પડશે જે સુજીત જેવાની જિંદગી પાટા પર લાવી શકે. તે અર્થતંત્રનો ઘણો જ જરૂરી મધ્યમ વર્ગ છે જે રોજગારી ચલાવે પણ છે અને પેદા પણ કરે છે.

આ પણ વાંચોઃ Budget 2022 Expectations: મહિલા ઉદ્યોગ સાહસિકોની નાણામંત્રી સીતારમણ પાસેથી અપેક્ષાઓ, બજાર પ્રમાણે તાલીમ આપવાની માંગ

આ પણ વાંચોઃ Budget 2022: શું નાના ખેડૂતની આ ઈચ્છા પૂરી થશે?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati