Union Budget 2023: RBI અને PSU બેંકો સરકારની તિજોરી ભરશે, 48000 કરોડનું ડિવિડન્ડ મળવાનો અંદાજ

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા યૂનિયન બજેટ 2023 દ્વારા આ બાબત સામે આવી છે કે સરકારે કેન્દ્રીય બેંક અને પબ્લિક સેક્ટરની બેંક દ્વારા મળનારું ડિવિડન્ડ 17. 3 ટકા વધારીને 48,000 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે.

Union Budget 2023: RBI અને PSU બેંકો સરકારની તિજોરી ભરશે, 48000 કરોડનું ડિવિડન્ડ મળવાનો અંદાજ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 3:34 PM

Budget 2023: સરકારે કેન્દ્રીય બેંક અને જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી મળેલા ડિવિડન્ડમાં 17.3 ટકાનો વધારો કરીને 48,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ માટે સંશોધિત અંદાજ રૂ. 40,953.33 કરોડ હતો. જો કે ચાલુ નાણાકીય વર્ષ માટે સંશોધિત અંદાજ ગયા વર્ષના બજેટમાં ₹73,948 કરોડના અંદાજ કરતાં 44.6 ટકા ઓછો છે.

સરકાર પીએસયૂ બેંકોની આર્થિક હાલત માટે જોશમાં છે તેના કારણે જ સરકારે બેંકોના રિકેપિટલાઈઝેશન સાથે જોડાયેલું કોઈ એલાન કર્યું નથી. તેના બદલે સરકારે RBI અને પીએસયૂ બેંકોમાંથી નાણાકીય વર્ષ દરમિયાન ડિવિડન્ડના રૂપમાં 48,000 કરોડ મળવાની આશા રાખી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા યૂનિયન બજેટ 2023 દ્વારા આ બાબત સામે આવી છે કે સરકારે કેન્દ્રીય બેંક અને પબ્લિક સેક્ટરની બેંક દ્વારા મળનારું ડિવિડન્ડ 17. 3 ટકા વધારીને 48,000 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે રિવાઇઝ એસ્ટીમેટ 40, 953. 33 કરોડ રૂપિયા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આરબીઆઈએ શા માટે ઓછું ડિવિડન્ડ આપ્યું

જોકે ચાલુ નાણાકીય વર્ષ માટે એસ્ટીમેટ 44.6 ટકા ઓછો છે. જ્યારે ગત વર્ષે બજેટમાં 73.948 કરોડ રૂપિયાનો અંદાજો જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ઘટાડાનું મુખ્ય કારણ આરબીઆઇ રહ્યું હતું. જેમાં મે 2022માં ફક્ત 30, 307 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બજેટથી દરેક વર્ગનું સપનું સાકાર થશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે આ બજેટ. તો બજેટથી મજબુત પાયાનું નિર્માણ થશે, વધુમાં ઉમેર્યું કે દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે. તો અન્ન ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે અને સાથે જ નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે.

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">