Budget 2022: ટુરિઝમને 2400 કરોડ મળ્યા, કોરોનાને કારણે આ ક્ષેત્ર બે વર્ષથી છે મુશ્કેલીમાં

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટમાં 18.42 ટકાનો ઉછાળો આવ્યો છે. બજેટની જાહેરાતથી પ્રવાસન ક્ષેત્રને (Tourism sector) થોડી રાહત મળી છે.

Budget 2022: ટુરિઝમને 2400 કરોડ મળ્યા, કોરોનાને કારણે આ ક્ષેત્ર બે વર્ષથી છે મુશ્કેલીમાં
tourism sector budegt 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:59 AM

બજેટ (Budget 2022)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રવાસન માટે 2400 કરોડની જાહેરાત કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટમાં 18.42 ટકાનો ઉછાળો આવ્યો છે. બજેટની જાહેરાતથી પ્રવાસન ક્ષેત્રને થોડી રાહત મળી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS scheme)ને માર્ચ 2023 સુધી લંબાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે આ અંતર્ગત ગેરંટી કવર 50,000 કરોડ રૂપિયાથી વધારીને કુલ 5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. વધારાની રકમ હોસ્પિટાલિટી અને સંબંધિત સાહસો માટે જ હશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે હું આત્મનિર્ભર ભારતના બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભારી છું.

ભારત આઝાદીના અમૃત મહોત્સવ સાથે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, આપણે અમૃત સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ અને આ બજેટ ભારતના 100માં વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરે છે. સૂચિત 2400 કરોડની ફાળવણીમાંથી 1,644 કરોડ પ્રવાસન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અને 421.50 કરોડ પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે હશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સ્વદેશ દર્શન યોજના માટે મોટાભાગનું બજેટ

મુખ્ય પ્રવાસન માળખાકીય યોજનાઓ માટે અંદાજપત્રીય ફાળવણીમાંથી 1181.30 કરોડ સ્વદેશ દર્શન યોજના માટે અને 235 કરોડ યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક વારસા સંવર્ધન અભિયાન માટે ફાળવવામાં આવ્યા છે.

પર્વતીય વિસ્તારોમાં રોપ-વે શ્રેષ્ઠ વિકલ્પ છે

નાણામંત્રીએ બજેટમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણ અને જાળવણીની મુશ્કેલીને કારણે ‘રોપવે’ પર્યાવરણીય રીતે ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ માટે સરકાર PPP મોડલ પર નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરશે.

60 કિલોમીટર માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે

તેમણે કહ્યું કે પહાડી વિસ્તારોમાં અવર-જ્વરને સરળ બનાવવા ઉપરાંત, ‘રોપવે’ વિકાસ કાર્યક્રમ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પણ છે. તેમણે કહ્યું કે વર્ષ 2022-23માં 60 કિમીની લંબાઈવાળા કુલ આઠ ‘રોપવે’ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :  કોઈ પ્રયોગ નહીં, હવે એરફોર્સમાં મહિલા ફાઈટર પાઈલટ કાયમી થશે, રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય

આ પણ વાંચો : Indore: AIMIMનાં રાષ્ટ્રિય પ્રવક્તા વારિસ ખાન પઠાણનું મોઢુ કાળુ કરાયુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">