પહેલા બજેટ 28 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતુ હતું, તેનું યુકે-કનેક્શન શું હતું? જાણો આ રસપ્રદ વાત

Union Budget 2022: ભારતમાં બજેટનો ઈતિહાસ જોઈએ તો તે 180 વર્ષ જૂનો છે. 7 એપ્રિલ 1860 ના રોજ, દેશનું પ્રથમ બજેટ બ્રિટિશ નાણા પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

Jan 24, 2022 | 4:19 PM
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 24, 2022 | 4:19 PM

બજેટ એટલે સામાન્ય ભાષામાં દેશની આવક અને ખર્ચનો હિસાબ. દેશના વિકાસ રોડમેપનો પ્રસ્તાવિત ડ્રાફ્ટ. આવતા વર્ષ માટે દેશનું નાણાકીય ખાતું. જો આપણે ભારતમાં તેનો ઇતિહાસ જોઈએ તો તે 180 વર્ષ જૂનો છે. 7 એપ્રિલ 1860ના રોજ, દેશનું પ્રથમ બજેટ બ્રિટિશ નાણા પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

1 / 7
1 ફેબ્રુઆરી 2022એ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષો પહેલા બજેટ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે નહીં પરંતુ છેલ્લા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી કે 29 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. આ પરંપરા સર બેસિલ બ્લેકેટ દ્વારા 1924માં શરૂ કરવામાં આવી હતી, જે વર્ષ 1999 સુધી ચાલુ રહી.

2 / 7
28-29 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યે જ શા માટે?: 1924 થી 1999 સુધી, કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. તેની પાછળનું કારણ આખી રાત જાગીને નાણાકીય હિસાબો તૈયાર કરનારા અધિકારીઓને આરામ આપવાનું હતું. 28 કે 29 ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો કામકાજનો દિવસ હતો. આ પછી અધિકારીઓ બીજા દિવસે આરામ કરતા હતા.

3 / 7
ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગ્યે કેન્દ્રીય બજેટ જાહેર કરવાની આ પ્રથા ઘણા વર્ષોથી ભારતને વારસામાં મળી હતી. વાસ્તવમાં, બ્રિટિશ સંસદ બપોરે બજેટ પસાર કરતી હતી, પરંતુ ભારતમાં, બજેટ સાંજે પસાર કરવામાં આવતું હતું. તેની પાછળ ટાઇમિંગનું કનેક્શન છે

4 / 7
બ્રિટન કનેક્શનઃ અંગ્રેજોની સગવડને ધ્યાનમાં લઈએ તો હકીકતમાં ભારતમાં જ્યારે સાંજના 5 વાગ્યા હતા ત્યારે બ્રિટનની રાજધાની લંડનમાં તે સમયે સવારના 11.30 વાગ્યા હતા. લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સમાં બેસીને સંસદસભ્યો ભારતનું બજેટ ભાષણ સાંભળતા હતા.

5 / 7
લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) પણ તે જ સમયે ખુલ્યું. આવી સ્થિતિમાં ભારતમાં બિઝનેસ કરતી કંપનીઓના હિત આ બજેટ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. બ્રિટનમાં પણ કંપનીઓનું ધ્યાન બ્રિટિશ ઈન્ડિયાના બજેટ પર હતું. જોકે, આઝાદી પછી પણ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાની આ પરંપરા ચાલુ રહી હતી.

6 / 7
NDAએ આ વર્ષો જુની પરંપરા બદલી હતી. યશવંત સિન્હાએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું હતુ. બ્રિટિશ ઈન્ડિયાની આ પરંપરા દેશમાં તેના બંધારણના અમલના 50 વર્ષ પછી બદલાઈ ગઈ. વર્ષ 2000માં  તત્કાલીન એનડીએ સરકારના નાણામંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જે સંપૂર્ણપણે ભારતીય સમય અને ભારતીય પરંપરા અનુસાર હતું.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati