Budget 2023: જામીનના પૈસા ના હોવાના કારણે સજા ભોગવી રહેલા ગરીબ કેદીઓને મળશે મોટી રાહત

દેશભરની અલગ-અલગ જેલોમાં આવા ઘણા ગરીબ કેદીઓ છે, જેઓ જામીન કે દંડની રકમ ન ભરવાને કારણે જેલમાંથી બહાર આવી શકતા નથી. મોદી સરકાર આવા કેદીઓ માટે એક યોજના લાવવા જઈ રહી છે.

Budget 2023: જામીનના પૈસા ના હોવાના કારણે સજા ભોગવી રહેલા ગરીબ કેદીઓને મળશે મોટી રાહત
freedom of poor prisoners
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 6:25 PM

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું છે કે સરકાર અન્ડરટ્રાયલ કેદીઓને છોડવા માટે પૈસા આપશે. તેમણે કહ્યું કે જેલોમાં ગરીબ કેદીઓ પર લાગેલો દંડ અને જામીનનો ખર્ચ સરકાર ચૂકવશે.

ગરીબ કેદીઓના જામીનનો ખર્ચ સરકારનો

વાત કરવામાં આવે તો દેશભરની અલગ-અલગ જેલોમાં આવા ઘણા ગરીબ કેદીઓ છે, જેઓ જામીન કે દંડની રકમ ન ભરવાને કારણે જેલમાંથી બહાર આવી શકતા નથી. મોદી સરકાર આવા કેદીઓ માટે એક યોજના લાવવા જઈ રહી છે. આવા કેદીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે, જેઓ પૈસાના અભાવે જામીન વગર જેલમાં પોતાની સજા કાપી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં બજેટની જાહેરાત કરતી વખતે આ યોજના વિશે માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે ગરીબ કેદીઓના જામીન પરનો ખર્ચ અને તેમના પર લાદવામાં આવેલા દંડની રકમ હવે સરકાર ચૂકવશે તેવી જાહેરાત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હકીકતમાં, આવા ઘણા કેદી દરેક રાજ્યની જેલોમાં સજા કાપી રહ્યા છે, જેમની પાસે જામીનની રકમ જમા કરાવવા માટે પૈસા નથી. વચ્ચે કેટલીક સામાજિક સંસ્થાઓ કે વેપારી વર્ગના લોકો આવા કેદીઓ માટે આગળ આવતા રહે છે અને દંડની રકમ ભરીને કેદીઓને મુક્ત કરાવે છે, પરંતુ આવા કેદીઓની સંખ્યા એટલી છે કે NGO કે સામાજિક કાર્યકરોનું કામ શક્ય નથી. અસર મોટા પ્રમાણમાં ન પણ હોઈ શકે. આ જોઈને સરકાર હવે આ કેદીઓ માટે આગળ આવી છે.

 દેશમાં અંડરટ્રાયલ કેટલા કેદી?

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)એ 31 જાન્યુઆરી, મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં ઉપલબ્ધ આંકડાઓ મુજબ, જામીન પર બહાર હોવા છતાં જેલમાં લગભગ 5,000 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાંથી 1417 મુક્ત કરી દેવામાં આવ્યા છે. જો કે, NALSA એ પણ કહે છે કે તે એવા તમામ અંડરટ્રાયલનો ડેટા જાળવે છે કે જેઓને ગરીબીને કારણે જામીન મળ્યા હોવા છતાં પૈસાની અછતને કારણે જેલમાંથી મુક્ત થઈ શક્યા નથી. ત્યારે દેશભરની જેલોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ કેદીઓ કેદ છે. વર્ષ 2021ના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, લગભગ 30 ટકા મુસ્લિમ કેદીઓ ભારતીય જેલોમાં બંધ છે.

બજેટમાં અનેક મોટી જાહેરાત

મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. આવી સ્થિતિમાં નિર્મલા સીતારમણે ટેક્સમાં કાપ સહિત અનેક મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી. મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકાલનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">