Economic Survey 2020-21: અર્થશાસ્ત્રમાં દેખાઈ રહી છે ‘V’ શેપ રિકવરી, જાણો ઈકોનોમિક સર્વેની વિશેષ બાબતો

નાણાપ્રધાન નિર્મલા સીતારામણે લોકસભામાં આર્થિક સર્વે અહેવાલ 2021 રજૂ કર્યો. આ અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21)માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે.

Economic Survey 2020-21: અર્થશાસ્ત્રમાં દેખાઈ રહી છે 'V' શેપ રિકવરી, જાણો ઈકોનોમિક સર્વેની વિશેષ બાબતો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 7:29 PM

Economic Survey 2020-21: નાણાપ્રધાન નિર્મલા સીતારામણે લોકસભામાં આર્થિક સર્વે અહેવાલ 2021 રજૂ કર્યો. આ અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21)માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22નો વિકાસ દર 11 ટકા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ (K V Subramanian)એ સંસદમાં નાણાપ્રધાન દ્વારા રજુ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2020-21ની માહિતી જાહેર કરી હતી.

હું સર્વેક્ષણ અહેવાલ કોવિડ વોરિયર્સને અર્પણ કરું છું- સુબ્રમણ્યમ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે તેમના સંબોધનની શરૂઆતમાં નાણાપ્રધાન, વડાપ્રધાન સહિત તેમની ટીમમાં દરેકનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ વર્ષનો ઈકોનોમિક સર્વે કોવિડ વોરિયર્સને સમર્પિત છે.

નાણાકીય ખાધ ધારણા કરતા વધારે રહેશે નાણાકીય વર્ષ 2020-21 માટે નાણાકીય ખાધ અપેક્ષિત કરતા ઘણી વધારે હોઈ શકે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે fiscal deficiteનો અંદાજ લગાવ્યો હતો. જો કે તે 7.2 ટકા સુધી હોવાનો અંદાજ છે.

જીવ બચાવવાએ આપણી પહેલી પ્રાથમિકતા હતી કોરોનાએ સદીઓમાં આવનારી કટોકટી છે. ભારતમાં આને રોકવા માટે સારું કામ કર્યું. મહાભારતના એક અવતરણ સાથે વાત કરતાં કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે આપણે સૌ પ્રથમ જીવનની રક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારી તમામ નીતિઓ આ હેઠળ બનાવવામાં આવી હતી.

સમયસર લોકડાઉન અને અનલોકના નિર્ણય લેવાયા અમે સમયસર લોકડાઉન અમલમાં મૂક્યું જે વિશ્વનું સૌથી સખ્તાઈભર્યું હતું. આ સિવાય અમે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ યોગ્ય સમયે રાહત આપી છે. આ રીતે અમે ભારતમાં કોરોનાના બીજા વેવને રોકવામાં સફળ રહ્યા છે અને આર્થિક પ્રવૃત્તિઓ પણ ઝડપથી ટ્રેક પર ફરી રહી છે. મજબૂત નીતિઓને કારણે આ શક્ય બન્યું છે.

ખર્ચ કપાતના કારણે માંગ ઘટતી ગઈ કોરોનાને કારણે અર્થતંત્રમાં માંગ અને સપ્લાયની બંને તરફ સમસ્યાઓ ઉભી થઈ હતી. જ્યારે પણ કોઈ કટોકટી આવે છે, ત્યારે લોકો ખર્ચ કરવાનું ટાળે છે અને તેઓ મુશ્કેલ સમય માટે તેમની બચત કરે છે. આ જ કારણ છે કે કોરોના રોગચાળાને કારણે માંગનું સંકટ સર્જાયું છે. દેશના કોર્પોરેટ પણ આ જ રીતે આગળ વધવાથી વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દેવા સાથે આવક સારી હોય તો તે લાભ છે નાણાકીય નીતિ અંગે કે.વી.સુબ્રમણ્યમે કહ્યું હતું કે જો વૃદ્ધિ દર વ્યાજ દર કરતા વધારે હોય તો નાણાકીય સ્થિતિ ઉપર વધારે દબાણ નથી રહેતું. બીજા શબ્દોમાં કહીએ તો જો સરકારે 100 રૂપિયાની લોન લીધી છે અને તેના પર વાર્ષિક 4 રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવે છે સામે એક વર્ષમાં તેણે 100 રૂપિયાથી 12 રૂપિયાની કમાણી કરી તો મતલબ કે 4 રૂપિયા વ્યાજ આપીને સરકાર 8 રૂપિયાના ફાયદામાં છે. યુ.એસ. અને અન્ય એડવાન્સ ઈકોનોમીમાં વ્યાજના દર ખૂબ ઓછા છે અને વિકાસ દર પણ ઓછા છે. ભારતની વાત કરીએ તો આપણો વિકાસ દર ખૂબ ઉંચો છે.

ઈન્ફ્રા પર મોટો ખર્ચ થશે રોકાણ અંગે તેમણે કહ્યું કે સરકાર 110 લાખ કરોડની રાષ્ટ્રીય માળખાકીય પાઈપલાઈન પર ઝડપથી ખર્ચ કરશે. તેનાથી ખાનગી રોકાણમાં પણ ગતિ આવશે. ભારતના જીડીપીમાં રોકાણનો ફાળો 28 ટકા છે. મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે જો રોકાણમાં તેજી આવે તો રોજગાર માટેની નવી તકો ઉભી થશે અને ઉત્પાદકતામાં વધારો થશે.

સોવરેન ક્રેડિટ રેટિંગ્સ ઈકોનોમિક ફંડામેન્ટલ બતાવી રહ્યું નથી સોવરેન ક્રેડિટ રેટિંગ્સ અંગે તેમણે કહ્યું કે તે ઈકોનોમિક ફંડામેન્ટલ બતાવી રહ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને છે, ત્યારે તેનું રેટિંગ વધતું જાય છે. જ્યારે ચીન 2005માં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ત્યારે તેનું રેટિંગ AA- હતું. જ્યારે ભારત પાંચમો અર્થતંત્ર બને છે ત્યારે તેનું રેટિંગ BBB+ છે.

મોટું દેવુંએ મોટી સમસ્યા નથી સરકાર પર કર્જના ભારે બોજ અંગે તેમણે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023થી નાણાકીય વર્ષ 29 સુધી દર વર્ષે ફક્ત 3.8% વૃદ્ધિ દર થાય તો પણ દેવું ઘટશે.

આ પણ વાંચો: Anna Hazare એ પણ ખોલ્યો મોરચો, શનિવારથી આમરણાંત ઉપવાસ પર બેસશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">