Budget 2021: બેરોજગારી ઘટાડવા સરકાર PMKVY યોજના પાછળ મોટું બજેટ ફાળવી શકે છે

નાણામંત્રી નિર્મલા સીતારામન (Finance Minister Nirmala Sitharaman)પાસે દેશવાસીઓને આગામી બજેટ (Union Budget 2021 22)માટે ઘણી અપેક્ષાઓ છે

Budget 2021: બેરોજગારી ઘટાડવા સરકાર PMKVY યોજના પાછળ મોટું બજેટ ફાળવી શકે છે
બેરોજગારી ઘટાડવા PMKVY યોજના ઉપર મૂકાશે ભાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 17, 2021 | 12:14 PM

નાણામંત્રી નિર્મલા સીતારામન (Finance Minister Nirmala Sitharaman)પાસે દેશવાસીઓને આગામી બજેટ (Union Budget 2021 22)માટે ઘણી અપેક્ષાઓ છે, કારણ કે સામાન્ય માણસનું જીવન અને આવક બંને કારોના વાયરસના રોગચાળાથી પ્રભાવિત થયા છે. આમ આદમી ઉપરનો બોજ ઘટાડવા પગલાં લેવાય છે કે નહિ તે તો બજેટમાજ જાણી શકાશે.આ સ્થિતિમાં દેશવાસીઓની  નાણાં પ્રધાન તરફ ઘણી અપેક્ષાઓ  છે.

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્યાન દેશમાં બેકારી ઘટાડવાનું હોઈ શકે. યુવાનોની કુશળતા વધારવા અને તેમને રોજગારી મળે તે માટે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું બજેટ વધારી શકે છે. આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015 માં શરૂ કરી હતી. વર્ષ 2020 સુધીમાં એક કરોડ લોકોને ઉમેરવાનું લક્ષ્ય હતું. જો કે ઓક્ટોબર 2020 સુધીમાં ફક્ત 69000 લોકો જ તેમાં સામેલ થઈ શક્યા છે. અંદાજ છે કે આ યોજનાના બજેટમાં વધારો કરીને સરકાર તેના પર વધુ વેગથી કામ કરી શકે છે.નાણાકીય વર્ષ 2020-21માં વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના માટે 3002 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તે પહેલા સરકારે આ યોજના માટે 2989 કરોડનું બજેટ ફાળવ્યું હતું. હવે આશા છે કે આ વર્ષે આ બજેટમાં વધારો કરવામાં આવશે.

ઘણા લોકોએ તાલીમ લીધી છે સ્કિલ ડેવલપોમેન્ટ એન્ડ ઇન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલયની વેબસાઇટ અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3320403 લોકોને તાલીમ આપવામાં આવી છે. આ માટે 141 તાલીમ ભાગીદારોની રચના કરવામાં આવી છે અને યુવાઓને 586 જોબ રોલ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ દેશભરમાં લગભગ 1632334 લોકોને નોકરી મળી છે. હવે સરકારનું ધ્યાન પણ આવા યુવાનોને ઉમેરવાનું છે કે જેઓ ધોરણ 10 કે 12 પછી અભ્યાસ છોડી ચુક્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કોરોના રોગચાળાને લીધે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. સરકાર ઇચ્છે છે કે યોજનાનું બજેટ વધારવામાં આવે જેથી આ યોજના હેઠળ વધુ લોકોને રોજગારી મળે. કોરોનાને કારણે અર્થતંત્ર ધીમું પડ્યું છે. મહિનાઓ સુધી આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહેવાને કારણે સરકારની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કિસ્સામાં ખર્ચ કરવા માટે પૂરતા ભંડોળ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">