Budget 2021: 7 વર્ષથી સ્થિર ટેક્સ સ્લેબમાં નોકરિયાતોને ફેરફારની આશા, આવી શકે છે 3 મોટા બદલાવ

Budget 2021:કોરોનાના યુગમાં ઘણાબધા બદલાવ આવ્યા છે. ઘણી મોટી કંપનીઓ હજી પણ વર્ક ફ્રોમ હોમ કરાવે છે. એટલા માટે આ નોકરીયાતોને આ વખતે સામાન્ય બજેટથી વધુ અપેક્ષાઓ છે.

Budget 2021: 7 વર્ષથી સ્થિર ટેક્સ સ્લેબમાં નોકરિયાતોને ફેરફારની આશા, આવી શકે છે 3 મોટા બદલાવ
ફાઈલ ફોટો

Budget 2021: કોરોનાના યુગમાં ઘણાબધા બદલાવ આવ્યા છે. ઘણી મોટી કંપનીઓ હજી પણ વર્ક ફ્રોમ હોમ કરાવે છે. એટલા માટે આ નોકરીયાતોને આ વખતે સામાન્ય બજેટથી વધુ અપેક્ષાઓ છે. કારણ કે ઘરેથી કામ કરતાં, કર્મચારીને ઇન્ટરનેટ, ખુરશી-ટેબલ અને કેટલીક વખત નાની ઓફિસ સેટ-અપ કરવી પડે છે. તેથી જ, નોકરીયાતોને આશા છે કે સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં છૂટ આપવી જોઈએ. 7 વર્ષથી સ્થિર ટેક્સ સ્લેબ (Tax Slab)માં ફેરફારની નોકરિયાતોને આશા છે.

(1) કર મુક્તિ 3 લાખ રૂપિયા કરવી જોઈએ
કર્મચારીઓને પૂરી આશા છે કે આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે. હાલમાં ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયા છે જેને વધારીને 3 લાખ કરી શકાય છે. છેલ્લા લગભગ 7 વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ જુલાઈ 2014 માં બજેટમાં તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરી હતી.

(2) 80 સી હેઠળ કર મુક્તિ મર્યાદામાં વધારો કરવો જોઈએ
આવકવેરા અધિનિયમની કલમ 80 સી હેઠળ રોકાણ દ્વારા આવકવેરામાં 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર વેરામાં છૂટ મેળવી શકાય છે. હવે તે વધારીને 2 લાખ રૂપિયા થવાની ધારણા છે. સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે કે આને બમણી કરીને ત્રણ લાખ કરી દેવા જોઈએ. છેલ્લા 7 વર્ષથી આમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જુલાઈ 2014 માં તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેને 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કર્યા હતા.

(3)મેડિકલ ઈન્સ્યુરન્સ પર રાહત આપવી જોઈએ
કોરોના સમયગાળાને જોતા એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે મેડિકલ ઈન્સ્યુરન્સને ધ્યાનમાં રાખીને સરકાર આ વખતે 80 D હેઠળ 25000 રૂપિયા સુધીની કપાત વધારી શકે છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવે તેવી માગ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati