Gujarat Budget 2021 LIVE: નાણાંપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ, બજેટ રજૂ કરતા રહ્યા વિપક્ષને ચાબખા મારતા રહ્યા, કહ્યું હું સારૂ જ બોલું છું અને કરૂ છું

| Updated on: Mar 03, 2021 | 5:32 PM

Gujarat Budget 2021 LIVE: નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ 3જી માર્ચ, 2021 ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું નવમી વાર અંદાજપત્ર (Budget) રજુ કરશે.

Gujarat Budget 2021 LIVE: નાણાંપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ, બજેટ રજૂ કરતા રહ્યા વિપક્ષને ચાબખા મારતા રહ્યા, કહ્યું હું સારૂ જ બોલું છું અને કરૂ છું
Gujarat Budget 2021 LIVE: નાણાંપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે નવમીવારનું બજેટ

Gujarat Budget 2021 LIVE: નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ 3જી માર્ચ, 2021 ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું નવમી વાર અંદાજપત્ર (Budget) રજુ કર્યું. નાણાંપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ તરીકે જોવામાં આવે છે.

રાજ્યમાં કડક દારૂબંધી અને નશાબંધીના પોકળ દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની ગાંધીના ગુજરાતમાં રેલમછેલ હોય તેવા ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે અને આ આંકડા ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં આપ્યા છે કાગળ પરની દારૂબંધી અને નશાબંધીને લઇને સરકારે જે આંકડા આપ્યા છે, તે પ્રમાણે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. 3.65 કરોડનો દેશી દારૂ અને 13.18 કરોડનું બિયર ઝડપાયું છે તો, 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન અને મેફેડ્રોનનો જથ્થો પકડાયો છે. મહત્વનું છે કે, 2020માં 67 દિવસનું લૉકડાઉન રહ્યું હોવા છતાં 2019 કરતા 2020માં દારૂનો વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેવો વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો હતો.

તો અમદાવાદનું નામ ક્રણાવતિ કરવાને લઈને મુખ્યપ્રધાને લએખિતમાં જવાબ આપ્યો હતો કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ દરખાસ્ત કરી નથી. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી.

શાંતિપ્રિય અને અહિંસાવાદી ગાંધીના ગુજરાતમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે વિધાનસભામાં ગુનાખોરીના જે આંકડા રજૂ કર્યા, તે ગુજરાત અસુરક્ષિત અને અસલામત હોય તેવું પ્રતીત કરાવે છે. વિધાનસભામાં ગૃહવિભાગને લગતા પ્રશ્નોતરીમાં સરકારે કહ્યું કે, રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધારે લૂંટની ઘટનાઓ બને છે. દરરોજ 3 હત્યાની અને 30 ચોરીની ઘટનાઓ બને છે. દરરોજ 4 કરતા વધુ બળાત્કારની ઘટના, રોજની અપહરણની 7 ઘટનાઓ, આત્મહત્યાની 20 ઘટનાઓ, દરરોજની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બને છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં લૂંટની 1520 ઘટનાઓ, 1944 હત્યાની, 370 ઘટનાઓ ધાડની, 21,995 ચોરીની ઘટનાઓ બની છે તો છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કાર અને અપહરણની 4829 ઘટના બની. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ ઘટનાઓમાં પોલીસે માત્ર 4043 આરોપીઓની જ ધરપકડ કરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2021 04:57 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં રૂ. 75971 કરોડની લોન લીધી

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં રૂ. 75971 કરોડની લોન લીધી

    ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લીધી લોન

    લોન ઓક્શન પ્રક્રિયા મારફતે બજાર લોન મેળવી

    વર્ષ 2018..19માં 7.77 થી 8.79 ટકા ના વ્યાજે 5થી 10 વર્ષ માટે લોન લીધી

    2019..20 માં 6.74 થી 9.22 ટકા સુધી 3 થી 10 વર્ષ માટે લોન લીધી

  • 03 Mar 2021 04:06 PM (IST)

    Social Justice Empowerments Budget 2021 LIVE: ગુજરાતના વર્ષ 2021- 22ના બજેટ અંગે મંત્રી વિભાવરીબેન દવેનું નિવેદન, વિધવા બહેનો માટે સરકારે ચિંતા કરી છે

    Social Justice Empowerments Budget 2021 LIVE:

    ગુજરાતના વર્ષ 2021- 22ના બજેટ અંગે મંત્રી વિભાવરીબેન દવેનું નિવેદન

    વિધવા બહેનો માટે સરકારે ચિંતા કરી છે, વિધવા બહેન પુનઃ લગ્ન કરશે તો સરકારે રૂ. 50 હજારની સહાય આપવાની જોગવાઈ કરી છે. સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ માટે આયુર્વેદિક ઔષધિઓ આપવાની જોગવાઈ. ધાત્રી બહેનોને હવેથી સરકાર કાટલું આપશે: દવે

  • 03 Mar 2021 03:09 PM (IST)

    Social Justice Empowerments Budget 2021 LIVE: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૬૫૬ કરોડની જોગવાઈ

    Social Justice Empowerments Budget 2021 LIVE:

    આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૬૫૬ કરોડની જોગવાઈ

    • અનુસૂચિત જનજાતિના બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂ. ૩૬૫ કરોડની જોગવાઈ. • દૂધ સંજીવની યોજના અંતર્ગત ૫૩ આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના ૮ લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ. • અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૧૩૮ કરોડની જોગવાઈ. • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને મૂકસેવક ઠક્કરબાપાના માગદર્શનથી બનાવવામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ/ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા તથા જર્જરિત વર્ગખંડોના નવીનીકરણ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ • નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ. • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયો અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૨ કરોડની જોગવાઇ. • અનુસૂચિત જનજાતિની ધો.૯માં અભ્યાસ કરતી ૪૮,૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ માટે રૂ. ૧૯ કરોડની જોગવાઈ. • સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે રૂ. ૨૬ કરોડની જોગવાઈ. • હાલમાં જ્યારે ડિજીટલ સેવાઓનો વ્યાપ વધ્યો છે ત્યારે તેનો લાભ અંતરિયાળ આદિજાતિ વિસ્તારને પણ સરળતાથી મળી શકે તે હેતુથી નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઇલ ટાવર ઊભા કરવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ. • આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી સ્માર્ટ ક્લાસ રૂમ શરૂ કરવા રૂ. ૯ કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 02:53 PM (IST)

    Social Justice Empowerments Budget 2021 LIVE: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૪૩૫૩ કરોડની જોગવાઈ

    Social Justice Empowerments Budget 2021 LIVE:

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૪૩૫૩ કરોડની જોગવાઈ

    • અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી જાતિ, સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો, દિવ્યાંગો, નિરાધાર વૃદ્ધોનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ છે. • વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃધ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. ૧૦૩૨ કરોડની જોગવાઈ. • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતિજાતિના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. ૫૪૯ કરોડની જોગવાઇ. • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂ. ૧પ૯ કરોડની જોગવાઈ. • ધોરણ-૯માં અભ્યાસ કરતી અનસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે એક લાખ બ્યાંશી હજાર કન્યાઓને વિનામુલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂ.૭૧ કરોડની જોગવાઇ • દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂ. ૫૩ કરોડની જોગવાઇ. • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના ૧૪ હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના ૨૦ હજાર લાભાર્થીઓને સાધનો પૂરાં પાડવા માટે રૂ. ૪૪ કરોડની જોગવાઇ • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ.૧૦,૦૦૦ની સહાયમાં રૂ. ૨૦૦૦નો વધારો કરી રૂ. ૧૨,૦૦૦ કરવાની જાહેરાત કરું છું. આ માટે રૂ.૪૦ કરોડની જોગવાઈ. • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ. ૧૯ કરોડની જોગવાઇ. • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ. • ૮૦ ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવે છે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી ૮૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવાની જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઈ. • દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂ. ૮ કરોડની જોગવાઇ. • અનુસૂચિત જાતિની ૨૮ અને વિકસતી જાતિની ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઇ-લર્નિંગ પ્રોજેકટ શરૂ કરવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ. • અનસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. ૩ કરોડની જોગવાઈ. • ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ.૧ કરોડની જોગવાઇ. • જુવેનાઇલ જસ્ટિસ ફંડ મારફત મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને સહાય અને પુનર્વસન માટે રૂ.૧ કરોડની જોગવાઈ. • દિવ્યાંગ વ્યક્તિઓને મુદતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાયનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ કરવા માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ માટે રૂ. ૭ કરોડની જોગવાઇ. • વડોદરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ. • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 02:42 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડવા સરકારનો નનૈયો

    Gujarat Budget 2021 LIVE:

    પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અગાઉ સરકારે ઓછો કર્યો હોવાથી હાલ માં આ અંગે કોઈ વિચારણા કરવી યોગ્ય કે વ્યાજબી નથી નો જવાબ નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.

  • 03 Mar 2021 02:39 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગુજરાતના બજેટ અંગે મંત્રી સૌરભ પટેલનું નિવેદન, દેશનું 53 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું

    Gujarat Budget 2021 LIVE:

    ગુજરાતના બજેટ અંગે મંત્રી સૌરભ પટેલનું નિવેદન

    અભિનંદનને પાત્ર બજેટ નીતિનભાઈએ રજુ કર્યું છે

    એકપણ રૂપિયાના કરવેરા વધાર્યા વગરનું સર્વાંગી વિકાસવાળું બજેટ છે

    યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને સાગરખેડુનાં વિકાસવાળું બજેટ છે

    આરોગ્ય, શિક્ષણ, પાણી, સિંચાઈ માટેનાં પાણી વગેરે બાબતોની સુવિધા વધારતું બજેટ છેઃ

    શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 32 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

    આરોગ્ય વિભાગમાં 11 કરોડ રૂપિયા વાપરવામાં આવશે

    ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધુ નાણાં વાપરવાનું બજેટમાં નક્કી કરાયું છે

    ખેડૂતોને દિવસે વીજળી આપવા રૂ. 1 હજાર કરોડની ફાળવવામાં આવી છે

    રૂ. 8 હજાર કરોડ ખેડૂતોને અપાતી વિજળીમાં સબસીડી આપવા માટે ફળવ્યા છે

    રાજ્યની અંદર વિવિધ પોલિસીમાં સ્ટાઈપેન્ડ આપવાની પણ જોગવાઈ કરાઈ છે

    દેશનું 53 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે

  • 03 Mar 2021 02:33 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: MLAને મળતી ગ્રાન્ટ આ વર્ષે રીલીઝ કરવામાં આવશે, કોરોનાનાં કારણે અટકાવાઈ હતી

    Gujarat Budget 2021 LIVE:

    MLAને મળતી ગ્રાન્ટ આ વર્ષે રિલીઝ કરવાની નીતિનપટેલે કરી ગૃહ માં જાહેરાત, વર્ષ 2021 -22 ની MLA ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવશે. કોરોનાના કારણે ગત વર્ષે ગ્રાન્ટ સરકારે અટકાવી હતી.

  • 03 Mar 2021 01:31 PM (IST)

    Women-Child Welfare Sector Budget 2021 LIVE: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૧ કરોડની જોગવાઇ

    Women-Child Welfare Sector Budget 2021 LIVE:

    મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૧ કરોડની જોગવાઇ

    • “સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં પ૩,૦૦૦થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત ૬૦ લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે. • પૂરક પોષણ યોજનાઓ માટે રૂ. ૯૩૯ કરોડની જોગવાઈ • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂ. ૭૦૦ કરોડની જોગવાઇ. • રાજ્યની ૧૫ થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂ. ૨૨૦ કરોડની જોગવાઈ. • વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ ૮૩ તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. ૧૩૬ કરોડની જોગવાઈ. • છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઇ. • નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોનો ગુણવત્તાયુક્ત વિકાસ માટે “પા પા પગલી” યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. પ કરોડની જોગવાઈ. • સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂ. પ૦ હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ

  • 03 Mar 2021 01:17 PM (IST)

    Health-Family Sector Budget 2021 LIVE: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ

    Health-Family Sector Budget 2021 LIVE:

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ

    • રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે. • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૧૧૦૬ કરોડ. • રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ. • નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ. • પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ. • ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ. • ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઈ. • સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ • રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ. • ૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

  • 03 Mar 2021 01:15 PM (IST)

    Education Sector Budget 2021 LIVE: શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડની જોગવાઇ, વાંચો ખાસ હાઈલાઈટ્સ

    Education Sector Budget 2021 LIVE:

    શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડની જોગવાઇ

    • શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. • બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. ૧૨૦૭ કરોડનું આયોજન. • ધોરણ-૧ થી ૮ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૪૪ કરોડની જોગવાઇ. • રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૬૭ કરોડની જોગવાઇ. • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૮૭ કરોડની જોગવાઈ. • ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. ૨૦૫ કરોડની જોગવાઇ. • કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ. • હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ. • રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. ૭૨ કરોડની જોગવાઇ. • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. ૬૫ કરોડની જોગવાઇ • જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ • ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ. • રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ • વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ. • આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ. • અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી ૩૭ સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. ૧૦ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 01:12 PM (IST)

    Agriculture Farming Sector Budget 2021 LIVE: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ

    Horticulture Sector Budget 2021 LIVE:

    કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે. આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે. • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ. • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ. • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ. • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 01:11 PM (IST)

    Horticulture Sector Budget 2021 LIVE: બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ, અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ

    Horticulture Sector Budget 2021 LIVE:

    બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ

    • બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ. • નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 01:08 PM (IST)

    Co Operation Sector Budget 2021 LIVE: ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડ

    Co Operation Sector Budget 2021 LIVE:

    સહકાર • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.

    કૃષિ બજાર વ્યવસ્થા • ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. ૭૮ કરોડની જોગવાઈ. • તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. ૬ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 01:06 PM (IST)

    Water Harvesting Sector Budget 2021 LIVE: ગુજરાતમાં પાણીની સમસ્યા "ન ભૂતો ન ભવિષ્યતિ" બની જશે, જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જોગવાઈ

    Water Harvesting Sector Budget 2021 LIVE:

    જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જોગવાઈ

    એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા ૨૫ વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે. હું આનંદ સાથે આ સન્માનનીય ગૃહના ધ્યાને મુકવા માંગુ છુ કે નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં છેલ્લા ૩ વર્ષથી સતત પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે.

    • રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જોગવાઇ. • અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની જોગવાઇ. • રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જોગવાઇ. • બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ • સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ • સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 01:04 PM (IST)

    Tribal Sector Budget 2021 LIVE: આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ. ૧૩૪૯ કરોડ

    Tribal Sector Budget 2021 LIVE:

    આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ. ૧૩૪૯ કરોડ • ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઈ. • સુરત જિલ્લામાં રૂ. પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯,૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવેલ છે. • પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઈ. • સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોના ૨૧૭૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.૭૧૧ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ • કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ ૪૫૦૦ હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.૨૨૬ કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. જેના માટે રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ. • કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં ૭૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૪૧૮ કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 01:01 PM (IST)

    Irrigation Sector Budget 2021 LIVE: કલ્પસર પ્રભાગ માટે રૂ.૧૫૦૧ કરોડની જોગવાઈ, ભાડભૂત બેરેજ માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ

    Irrigation Sector Budget 2021 LIVE:

    કલ્પસર પ્રભાગ માટે રૂ.૧૫૦૧ કરોડની જોગવાઈ

    ભાડભૂત બેરેજ યોજના • નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 12:59 PM (IST)

    Irrigation Sector Budget 2021 LIVE: સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ

    Irrigation Sector Budget 2021 LIVE:

    સૂક્ષ્મ સિંચાઈ સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.

    નર્મદા યોજના • રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 12:54 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગુજરાતના ઈતિહાસનાં સૌથી મોટા 2.27 લાખ કરોડનાં બજેટની Highlights

    Gujarat Budget 2021 LIVE:

    ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

    • ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ • વર્ષ 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ • કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડ • જળસંપત્તિ માટે 5 હજાર 494 કરોડ • શિક્ષણ માટે 32 હજાર 719 કરોડ • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડ • પાણી પુરવઠા માટે રૂપિયા 3974કરોડ ની જોગવાઈ • સામાજિક ન્યાય અને અધિકારીતા માટે રૂપિયા4353 ની જોગવાઈ • શહેરી વિકાસ માટે13493 કરોડની ફાળવણી • શ્રમિક કલ્યાણ અને રોજગાર માટે રૂપિયા1502 કરોડની જોગવાઈ • વન પર્યાવરણ માટે રૂપિયા1814 કરોડ ની જોગવાઈ • અન્ન અને નાગરિક પુરવઠા માટે રૂપિયા1224 કરોડ ની જોગવાઈ • મહેસુલ વિભાગના ફાળે રૂપિયા4548 કરોડ ની જોગવાઈ કરી છે • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે રૂપિયા563 કરોડ ની જોગવાઈ • નિરાધાર વૃધ્ધ પેન્શન માટે 1032 કરોડની જોગવાઈ • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડનું બજેટ • પોલીસ માટે નવા વાહન ખરીદવા 50 કરોડનું બજેટ • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ • સહકારી વિભાગમાં પાકધિરાણ માટે 100 Cr ફાળવ્યા • આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ • વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ • ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ • ગુજરાતમાં દારુ બંધી વચ્ચે ચોંકાવનારા આંકડા • વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કર્યા ચોંકાવનારા આંકડા • રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો • લોકડાઉન છતાં 2019 કરતા 2020માં દારૂનો વધુ જથ્થો પકડાયો

  • 03 Mar 2021 12:52 PM (IST)

    Agriculture Sector Budget 2021 LIVE: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ

    Fisheries Sector Budget 2021 LIVE:

    કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ

    • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ. • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ. • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ. • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

  • 03 Mar 2021 12:50 PM (IST)

    Fisheries Sector Budget 2021 LIVE: 10000 માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પરની વેટમાફી માટે 150 કરોડની જોગવાઈ

    Fisheries Sector Budget 2021 LIVE: 10000 માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પરની વેટમાફી માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર, સૂત્રાપાડામાં બોટ પાર્કીંગની સુવિધા, માછલી પકડવા માટે માળખાકિય સુવિધાઓ પુરી પાડવા માટે 97 કરોડની જાહેરાત. દરિયાકાંઠા વિસ્તારનાં માછીમારોને સુવિધા પુરી પાડવા માટે OBM મશીન ખરીદવા માટે 15 કરોડની જોગવાઈ. ચોરવાડ અને ઉમરસાડીનાં મત્સ્ય ઉતરાણ માટે ફ્લોટીંગ જેટી માટે 5 કોડની જોગવાઈ

  • 03 Mar 2021 12:43 PM (IST)

    Education Sector Budget 2021 LIVE: 3400 શાળાઓમાં સુવિધા પૂરી પાડવા 1207 કરોડ, મધ્યાહન ભોજન માટે 1044 કરોડ, રાઈટ ટુ એજ્યુકેશન માટે 567 કરોડ

    Education University Sector Budget 2021 LIVE: રાજ્ય સરકારે શિક્ષણ માટે પણ ખાસ વ્યવસ્થા કરીને બજેટમાં નાણાંની ફાળવણી કરી છે.

    ⏺️ 3400 શાળાઓમાં સુવિધા પૂરી પાડવા 1207 કરોડ ⏺️ મધ્યાહન ભોજન માટે 1044 કરોડ ⏺️ રાઈટ ટુ એજ્યુકેશન માટે 567 કરોડ ⏺️મુખ્યમંત્રી સ્વાવલબન યોજના માટે 287 કરોડ ⏺️ વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ સેવા માટે 2065 કરોડ ⏺️ટેબ્લેટ આપવા માટે 200 કરોડ

    ⏺️નિવાસી શાળાઓના નવીનીકરણ માટે 80 કરોડ

    ⏺️ વિના મૂલ્ય પાઠય પુસ્તક માટે 65 કરોડ ⏺️ વાહનવ્યવહાર સુવિધા માટે 60 કરોડ ⏺️ હેરિટેજ શાળાઓ ના નવીનીકરણ માટે 25 કરોડ ⏺️ Phd સંશોધન માટે 20 કરોડ ⏺️ સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટે 20 કરોડ ⏺️વિદ્યાર્થી નિવાસી શિક્ષણ વ્યવસ્થા માટે 20 કરોડ ⏺️ગુરુકુળ યોજના હેઠળ 10 કરોડ

  • 03 Mar 2021 12:40 PM (IST)

    Agriculture University Sector Budget 2021 LIVE: રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક સંશોધન અને શિક્ષણ કાર્યને સઘન બનાવવા 698 કરોડની જોગવાઈ

    Animal Husbandry Sector Budget 2021 LIVE:

    રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક સંશોધન અને શિક્ષણ કાર્યને સઘન બનાવવા 698 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કામધેનું યુનિવર્સીટી માટે 137 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • 03 Mar 2021 12:35 PM (IST)

    Animal Husbandry Sector Budget 2021 LIVE: સ્વરોજગારી અને દુધાળા ફશુઓનાં ડેરી ફાર્મની સ્થાપના અને બકરા એકમ માટે 81 કરોડ.

    Animal Husbandry Sector Budget 2021 LIVE:

    ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી અને દુધાળા ફશુઓનાં ડેરી ફાર્મની સ્થાપના અને બકરા એકમ માટે 81 કરોડ. 10 ગામ દીઠ 1 ફરતા પશુ દવાખાનાની સેવાઓ માટે 43 કરોડની જોગવાઈ.

  • 03 Mar 2021 12:30 PM (IST)

    Gujarat Sector Budget 2021 LIVE: કોરોના કાળમાં જનતાની વિનામુલ્યે સારવાર, ભોજન અને 1 હજાર રોકડા બની છે ભાજપની જીતનું કારણ: નીતિન પટેલ

    Gujarat Sector Budget 2021 LIVE: કોરોના કાળમાં જનતાની વિનામુલ્યે સારવાર, ભોજન અને 1 હજાર રોકડા બની છે ભાજપની જીતનું કારણ: નીતિન પટેલ

  • 03 Mar 2021 12:28 PM (IST)

    Gujarat Sector Budget 2021 LIVE: રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટે જાહેરાત, ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસ્થાન બનાવવામાં આવશે

    Gujarat Sector Budget 2021 LIVE:

    રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટે જાહેરાત, ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસ્થાન બનાવવામાં આવશે

  • 03 Mar 2021 12:26 PM (IST)

    Agriculture Farming Sector Budget 2021 LIVE: કામધેનુ યુનિવર્સીટી માટે 137 કરોડ, માછીમારો હાઈસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી આપવા 150 કરોડ

    Agriculture Farming Sector Budget 2021 LIVE:

    કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની જોગવાઈઓ

    ⏺️ ફૂડ પ્રોસેસિંગ માટે 87 કરોડ ⏺️ઓર્ગેનિક , પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ માટે ઓર્ગેનિક અગ્રિકલચર માર્કેટ માટે 20 કરોડ ⏺️બાગાયતી ખાતા પાક ઉત્પાદન માટે 100 કરોડ ⏺️અર્બન હોરટી કલચર ડેવલોપમેન્ટ માટે 2 કરોડ ⏺️પશુઓ ના ડેરી ફાર્મ સ્થાપના, બકરા એકમો માટે 81 કરોડ ⏺️પશુ દવાખાના માટે 43 કરોડ ⏺️ગૌચર વિકાસ બોર્ડ માટે 25 કરોડ ⏺️ પશુ સારવાર માટે 20 કરોડ પશુઓ માટે દાન ખરીદી માટે 20 કરોડ ⏺️ એનિમલ હેલ્પ લાઈન 1962 માટે 7કરોડ ⏺️ ગીર કાંકરેજ ગાય ની દૂધ બનાવટો ના વેચાણ સ્વરોજગારી માટે 3 કરોડ ⏺️ કૃષિ સંશોધન માટે 698 કરોડ ⏺️ કામધેનુ યુનિવર્સીટી માટે 137 કરોડ ⏺️માછીમારો હાઈસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી આપવા 150 કરોડ ⏺️નવા બંદર માટે 150 કરોડ ⏺️ખેડૂતો ને નિઃશુલ્ક ધિરાણ માટે 1000 કરોડ ⏺️ખરીદ વેચાણ, સંગ્રહ વ્યવસ્થા માટે 78 કરોડ

  • 03 Mar 2021 12:22 PM (IST)

    Food Processing Sector Budget 2021 LIVE: ફુૂડ પ્રોસેસિંગ યુનિટ માટે 82 કરોડની જોગવાઈ

    Agriculture Farming Sector Budget 2021 LIVE: ફુૂડ પ્રોસેસિંગ યુનિટ માટે 82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 03 Mar 2021 12:20 PM (IST)

    Agriculture Farming Sector Budget 2021 LIVE: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ

    Agriculture Farming Sector Budget 2021 LIVE: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યનાં 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્ર્મ અને પ્લાસ્ટિકના બે ટબ આપવા માટે 87 કરોડની જાહેરાત કરવામાં આવી

  • 03 Mar 2021 12:16 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: 50 હજાર કરોડની સાગરખેડુ કલ્યાણ યોજના-2 ની જાહેરાત કરાઈ

    Gujarat Budget 2021 LIVE: 50 હજાર કરોડની સાગરખેડુ કલ્યાણ યોજના-2 ની જાહેરાત કરાઈ છે જેને લઈ ને 15 જિલ્લાનાં 39 તાલુકાનાં 2702 ગામમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુઓનાં વિસ્તારમાં વિકાસનો નવો ધ્યેય ઉમેરવામાં આવશેનો દાવો નીતિન પટેલે કર્યો હતો.

  • 03 Mar 2021 12:13 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે

    Gujarat Budget 2021 LIVE:

    ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે. સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે. અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઉભી કરાશે. ગૃહમાં નીતિન પટેલની જાહેરાત

  • 03 Mar 2021 12:08 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: વનબંધુ કલ્યાણ યોજના-2 યોજના અમલમાં મુકાઈ 14 જિલ્લાનાં 53 તાલુકાનાં 5884 ગામની 90 લાખની વસ્તીને લાભ થશે

    Gujarat Budget 2021 LIVE: વનબંધુ કલ્યાણ યોજના-2 યોજના અમલમાં મુકાઈ 14 જિલ્લાનાં 53 તાલુકાનાં 5884 ગામની 90 લાખની વસ્તીને લાભ થશે. આદિજાતિ સમાજનાં વિકાસ અને વ્યક્તિગત લાભનું જતન કરવામાં આવશે

  • 03 Mar 2021 12:06 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: 1800 કરોડનાં ખર્ચે ઓટોમેટીક વેધર સ્ટેશનનાં ઉપકરણો ખરીદવામાં આવશે

    Gujarat Budget 2021 LIVE: 1800 કરોડનાં ખર્ચે ઓટોમેટીક વેધર સ્ટેશનનાં ઉપકરણો ખરીદવામાં આવશે

  • 03 Mar 2021 12:04 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગુજરાતમાં મેટ્રો ટ્રેન માટે 567 કરોડની ફાળવણી

    Gujarat Budget 2021 LIVE: ગુજરાતમાં મેટ્રો ટ્રેન માટે 567 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.

  • 03 Mar 2021 12:02 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગાંધીનગર રક્ષા શક્તિ સર્કલ પર નવો બ્રિજ બનાવવામાં આવશે

    Gujarat Budget 2021 LIVE: ગાંધીનગર રક્ષા શક્તિ સર્કલ પર નવો બ્રિજ બનાવવામાં આવશે

  • 03 Mar 2021 12:00 PM (IST)

    Gujarat Budget 2021 LIVE: રાજ્યમાં 2 લાખ યુવાનો માટે રોજગારીનું નિર્માણ થશે

    Gujarat Budget 2021 LIVE: નીતિન પટેલે કહ્યું કે બજેટમાં તમામ પ્રકારની તમામ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને યુવાનોની ચિંતા કરીને તેમના માટે 2 લાખ રોજગારી ઉભી કરવામાં આવશે.

  • 03 Mar 2021 11:58 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 26 કરોડ 96 લાખ 17 હજારથી વધુનો દંડ, ગ્રામ્ય વિસ્તારમાંથી રૂપિયા 1 કરોડ 98 લાખ 48 હજાર 800 રૂપિયા દંડની વસૂલાત

    Gujarat Budget 2021 LIVE:

    માસ્ક ન પહેરનાર પાસેથી અમદાવાદ અને ખેડા જિલ્લામાં સરકારી તંત્રએ કરોડો રૂપિયાની વસૂલાત કરી છે. આજે વિધાનસભા સત્રમાં સરકારે દંડની રકમના આંકડા રજૂ કર્યા હતા.. જે પ્રમાણે અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 26 કરોડ 96 લાખ 17 હજારથી વધુનો દંડ કરાયો છે.. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી રૂપિયા 1 કરોડ 98 લાખ 48 હજાર 800 રૂપિયા દંડની વસૂલાત કરાઈ છે.. તો બીજીતરફ ખેડા જિલ્લામાં 8 કરોડ 77 લાખથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી છે

  • 03 Mar 2021 11:56 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: નીતિન પટેલે કહ્યું કે પ્રજાની યુનિવર્સીટીએ અમને ત્રિપલ Aનું સર્ટિફિકેટ આપ્યું છે જેના જોરે અમે જીત્યા

    Gujarat Budget 2021 LIVE:નાણાંપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે પ્રજાની યુનિવર્સીટીમાંથી  ત્રિપલ Aનું સર્ટીફિક્ટ અમને મળ્યું છે.

  • 03 Mar 2021 11:51 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: મહેસુલી આવક-167969.40 કરોડ, મહેસુલી ખર્ચ-166760.80 કરોડ, મહેસુલી હિસાબ પર પુરાંત-1208.60 કરોડ

    Gujarat Budget 2021 LIVE:

    કુલ મહેસુલી આવક - 167969.40 કરોડ મહેસુલી ખર્ચ - 166760.80 કરોડ મહેસુલી હિસાબ પર પુરાત - 1208.60 કરોડ મૂડીની આવક 50751.00 કરોડ લોન , પેશગીઓ સહિત મૂડી ખર્ચ 56571.72 કરોડ

  • 03 Mar 2021 11:48 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: વર્ષ 2021-22નું બજેટ 587.88 કરોડની એકંદર પુરાત વાળુ, રાજ્યના સરહદી વિસ્તાર વિકાસ માટે 30 કરોડ, પોલિસ આધુનિકરણ માટે 26 કરોડ

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્યના સરહદી વિસ્તાર વિકાસ માટે 30 કરોડ ની જોગવાઈ પોલિસ આધુનિકરણ માટે 26 કરોડ ની જોગવાઈ ગાંધીનગર - કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ અન્ન પુરવઠા વિભાગ માટે 1224 કરોડ ની જોગવાઈ મહેસુલ વિભાગ માટે 4548 કરોડ ની જોગવાઈ વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ માટે 563 કરોડની જોગવાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ માટે 507 કરોડ નીંજોગવાઈ માહિતી અને પ્રસારણ વિભાગ માટે 168 કરોડ ની જોગવાઈ સામાન્ય વહીવટ માટે 1730 કરોડ ની જોગવાઈ વર્ષ 2021-22નું બજેટ 587.88 કરોડની એકંદર પુરાત વાળું

  • 03 Mar 2021 11:46 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: ઉર્જા,પેટ્રોકેમિકલ્સ માટે 13,034 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ, MSME એકમો ને પ્રોત્સાહન આપવા 1500 કરોડ

    Gujarat Budget 2021 LIVE:

    ઉર્જા,પેટ્રોકેમિકલ્સ માટે 13,034 કરોડ ની જોગવાઈ કલમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડ ની જોગવાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ નવી ઔધોગિક નીતિ હેઠળ MSME એકમો ને પ્રોત્સાહન આપવા 1500 કરોડની જોગવાઈ કુટીર ગ્રામોદ્યોગ માટે 578 કરોડ ની જોગવાઈ પ્રવાસન વિભાગ માટે 488 કરોડ ની જોગવાઈ યાત્રાધામો ના વિકાસ માટે 154 કરોડ ની જોગવાઈ વન પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડ ની જોગવાઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ

  • 03 Mar 2021 11:45 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: ડાંગ જીલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવા 11000 હજાર કરોડની જાહેરાત

    Gujarat Budget 2021 LIVE:

    ડાંગ જીલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે ૧૦ હજાર તથા બીજા વર્ષે હજાર કરોડની નાણાકીય સહાયની યોજના માટે કરોડની જોગવાઈ . . ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજયના ખેડૂતો દ્વારા અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે ૧૦ કરોડની જોગવાઈ .  ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વૈાર સ્ટેશનની સ્થાપના માટે R1 કરોડની જોગસ્પાઈ . રોગ - જીવાતના સમયસર સર્વે થકી ઉપન્વની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજયના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે ૨૨ કરોડની જોગવાઈ .

    ઉર્જા,પેટ્રોકેમિકલ્સ માટે 13,034 કરોડ ની જોગવાઈ કલમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડ ની જોગવાઈ ઉદ્યોગ અને ખાન વિભાગ માટે 6599 ની જોગવાઈ નવી ઔધોગિક નીતિ હેઠળ MSME એકમો ને પ્રોત્સાહન આપવા 1500 કરોડ ની જોગવાઈ કુટીર ગ્રામોદ્યોગ માટે 578 કરોડ ની જોગવાઈ પ્રવાસન વિભાગ માટે 488 કરોડ ની જોગવાઈ યાત્રાધામો ના વિકાસ માટે 154 કરોડ ની જોગવાઈ વન પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડ ની જોગવાઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ગૃહ વિભાગ માટે 7960 કરોડ ની જોગવાઈ

  • 03 Mar 2021 11:42 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ માટે 8796 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે 13, 493 કરોડની જોગવાઈ, કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 27232 કરોડની જોગવાઇ

    Gujarat Budget 2021 LIVE:

    પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ માટે 8796 કરોડની જોગવાઈ માછીમારોની હાઈ સ્પીડ બોટ પર વેટ માફી માટે, બંદરો પર માળખાકીય સુવિધા માટે રૂ. 97 કરોડની જોગવાઈ શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે 13, 493 કરોડ ની જોગવાઈ ભૂગર્ભ ગટર યોજના ના માનવ રહિત સંચાલન માટે 50 કરોડ ની જોગવાઈ કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭૨૩૨ કરોડની જોગવાઇ માનનીય અધ્યક્ષશ્રી વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે . આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી . રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ , સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે . રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર ( ટબ ) વિના મૂલ્ય આપવાની યોજના માટે ૨૮૭ કરોડની જોગવાઈ,  પ્રોસેસિંગ માટે એકમ દીઠ ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ૨૮૨ કરોડની જોગવાઇ . બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા.

    શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડ ની જોગવાઈ માર્ગ મકાન માટે 11, 185 કરોડ ની જોગવાઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 1500 કરોડ ની જોગવાઈ બંદરો વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ ની જોગવાઈ

  • 03 Mar 2021 11:39 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજની પાક ધિરાણ યોજના માટે 1000 કરોડની જોગવાઈ

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદિત માં પાકધીરણ પરત કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજ ની પાક ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ

    જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

    આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડની જોગવાઈ

    કલ્પસર વિભાગ માટે 1501 કરોડની જોગવાઈ

    શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ

    આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ

    મહિલા અને બાદ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ

    પાણી પુરવઠા માટે 3974 કરોડની જોગવાઈ

    સામાજિક ન્યાય વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ

    આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2656 કરોડની જોગવાઈ

  • 03 Mar 2021 11:37 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈ, યાત્રાધામોના વિકાસ માટે 154 કરોડની જોગવાઈ, પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ

    Gujarat Budget 2021 LIVE:

    સામાજિક ન્યાય અધિકારીતા માટે 4353 કરોડ ની જોગવાઈ કૃષિ અને સહકાર વિભાગનું રૂ. 7232 કરોડનું બજેટ

    બાગાયતી યોજના માટે રૂ. 442 કરોડની જોગવાઈ

    કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ

    કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ

    સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ

    કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ નિરાધાર વૃદ્ધ પેંશન માટે 1032 કરોડ નીંજોગવાઈ આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડ ની જોગવાઈ બજેટ સેશન.

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈ

    રાજ્યમાં આવેલા ધાર્મિક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં યાત્રાધામોના વિકાસ માટે 154 કરોડની જોગવાઈ

    વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 1814 કરોડની જોગવાઈ

    ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ

    પોલીસ તંત્રની પેટ્રોલિંગની વ્યવસ્થાને સઘન બનાવવા માટે વધુ નવા 876 વાહનો ખરીદવામાં આવશે જે માટે ૫૦ કરોડની જોગવાઈ

    મહેસુલ વિભાગ માટે કુલ 4548 કરોડની જોગવાઈ

    દરિયાઈ વિસ્તારના ૧૦ હજાર માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ પર વેટ માફી યોજનાનો લાભ માટે ૧૫૦ કરોડની જોગવાઈ

    રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદિત માં પાકધીરણ પરત કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજ ની પાક ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ

    જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

    આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડ ની જોગવાઈ

    પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ માટે 8796 કરોડ ની જોહવાઈ માછીમારોની હાઈ સ્પીડ બોટ પર વેટ માફી માટે, બંદરો પર માળખાકીય સુવિધા માટે રૂ. 97 કરોડની જોગવાઈ

  • 03 Mar 2021 11:30 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: સહકારીથી લઈ આદીજાતિ વિસ્તાર વિકાસ, મહિલા બાળકલ્યાણથી લઈ પાણી પુરવઠા માટે વાંચો સરકારે કેટલી રકમ ફાળવી

    Gujarat Budget 2021 LIVE:

    સહકારી વિભાગમાં પાક ધિરાણ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ  નવી સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય ની સુવિધાઓ કરાશે અપગ્રેડ સરકારે 87 કરોડનું બજેટ ફાળવ્યું  આદિજાતિ વિસ્તાર વિકાસ માટે 1349 કરોડની જોગવાઈ  કૃષિ અને સહકાર વિભાગનું રૂ. 7232 કરોડનું બજેટ  શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ ની જોગવાઈ  આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ મહિલા બાળ વિકાસ માટે 3511 કરોડ ની જોગવાઈ  પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડ ની જોગવાઈ

  • 03 Mar 2021 11:27 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: રાજ્ય સરકારે રજૂ કર્યું 2,27,029 કરોડનું 2021-22નાં કદનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ

    Gujarat Budget 2021 LIVE: રાજ્ય સરકારે રજૂ કર્યું 2,27,029 કરોડનું 2021-22નાં કદનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ

  • 03 Mar 2021 11:23 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: કોરોનાનાં સમયમાં રાજ્યમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરાયા, રાજ્યનાં વહિવટી તંત્રને આપ્યા અભિનંદન

    Gujarat Budget 2021 LIVE: નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યનાં મુખ્યપ્રધાન દ્વારા ધનવન્તરી રંથનો પ્રારંભ કરવામાં આવ્યો તેને લઈ કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સરકાર સફળ રહી અને કોરોનામાં જેણે કામ કર્યું તે સ્ટાફની કામગીરી ને તેમણે બીરદાવી હતી.

  • 03 Mar 2021 11:21 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગુજરાતને કોરોનામુક્ત કરવા માટે અવિરત કામ કરાયા, કોરોના પર કરેલા ગુજરાતની કામગીરીને દેશ-દુનિયાએ જોઈ

    Gujarat Budget 2021 LIVE: નીતિન પટેલે જણાવ્યું કે PM MODIનાં રસી લીધા બાદ જાગૃતિ આવી છે અને કોરોનાને લઈને કોઈને પણ સારવાર નથી મળી એવું નથી બન્યું. હાલમાં હવે વડીલોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં જે રીતે કોરોના પર કામ કરવામાં આવ્યું છે તેનાથી દેશ-દુનિયાનું ધ્યાન દોરાયું છે.

  • 03 Mar 2021 11:14 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: નાણાંપ્રધાન નીતિન પટેલે રજૂ કર્યુ બજેટ, 23 નંબરનાં પેજને વિપક્ષને વાંચવા કહ્યું અને કર્યો કટાક્ષ જનતાએ અમને ખાસ્સો સમય આપ્યો છે

    Gujarat Budget 2021 LIVE: નાંણાપ્રધાન નીતિન પટેલે રજૂ કર્યુ બજેટ, 23 નંબરનાં પેજને વિપક્ષને વાંચવા કહ્યું અને કર્યો કટાક્ષ જનતાએ અમને ખાસ્સો સમય આપ્યો છે. નીતિન પટેલે પંક્તિઓ બોલીને શરૂઆત કરી હતી કે અડીખમ છીએ અને છે મકક્મ ગુજરાત, પ્રજાનો સાથે છે અને ગુજરાતને આપી અમે નવી ઉંચાઈ, ગુજરાતને લઈ જવું છે આત્મનિર્ભરતા તરફ, સૌનો સાથ અને સૌનો વિકાસથી વધી જઈશું અમે આગળ

  • 03 Mar 2021 11:08 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના સેંકડો બનાવો, બે વર્ષમાં 373 હિટ એન્ડ રનની ઘટના, 217 લોકોનાં મોત

    Gujarat Budget 2021 LIVE:

    અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના સેંકડો બનાવો નોંધાયા. છેલ્લા બે વર્ષમાં 373 હિટ એન્ડ રનના બનાવો અમદાવાદ નોંધાયા. હિટ એન્ડ રનમાં 217 લોકો મોતને ભેટ્યા. રાજ્ય સરકારે હિટ એન્ડ રનના કેસમાં આરોપી ધરપકડ કરવામાં કે વાહન જપ્ત કરવામાં નિષ્ફળ.

  • 03 Mar 2021 11:00 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: કોંગ્રેસ MLA શૈલેષ પરમારનાં સવાલ પર જવાબ, 2014માં ચીન સાથે ઇન્ડટ્રીયલ પાર્કનો કરાર ગૂંચમાં, સરકારે કર્યો સ્વીકાર

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્ય સરકારે 2014માં ચીન સાથે ઇન્ડટ્રીયલ પાર્ક બનવાનો કર્યો હતો કરાર, કાયદાકીય બાબતો કારણે ચીન સાથે કરેલા કરાર હાલ ગુંચવણમાં હોવાનું રાજ્ય સરકારની કબુલ્યુ.  ઇન્ડટ્રીયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું. સાણંદ નજીક 200 હેકટર જમીન સામે 55 હેકટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો  હતો CMને પ્રશ્ન, કે જેનો જવાબ આપવામાં આવ્યો હતો.

  • 03 Mar 2021 10:55 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: કોંગ્રેસનાં MLA વિરજી ઠુમ્મરનાં સવાલ પર સરકારનો જવાબ, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી

    Gujarat Budget 2021 LIVE:

    કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં મુખ્યમંત્રીએ લેખિતમાં આપ્યો જવાબ, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી

  • 03 Mar 2021 10:49 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: રાજ્યમાં દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરા, સરકારનો મોટો ખુલાસો, રાજ્યમાં છેલ્લા 2 વર્ષ માં 198.30 કરોડ નો વિદેશી દારૂ ઝડપાયો, 3.65 કરોડ નો દેશી દારૂ, 13.18 કરોડ નો બિયર ઝડપાયો

    Gujarat Budget 2021 LIVE:

    દારૂબંધીના કડક કાયદાના દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યો ની રેલમછેલ, વિધાનસભા માં રાજ્ય સરકારે જ રજૂ કર્યા ચોંકાવનારા આંકડા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષ માં 198.30 કરોડ નો વિદેશી દારૂ ઝડપાયો, 3.65 કરોડ નો દેશી દારૂ, 13.18 કરોડનો બિયર ઝડપાયો, 68.60 કરોડની કિંમતમાં અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોન નો જથ્થો પકડાયો 67 દિવસના લોકડાઉન છતાં 2019 કરતા 2020 માં વધુ દારૂ નો જથ્થો પકડાયો.

  • 03 Mar 2021 10:46 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: કોંગ્રેસના MLA લાખાભાઈ ભરવાડનાં પ્રશ્નમાં સરકારનો લેખિત જવાબ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો ઝડપાયો

    Gujarat Budget 2021 LIVE:

    અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો ઝડપાયો, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019 માં 6500 કિલો ગૌમાંસ પકડાયું,  આ અંગે કુલ 274 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020માં 3 હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું. હજુ પણ 8 આરોપીઓની ધરપકડ બાકી,  કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્નમાં સરકારનો લેખિત જવાબ સરકારે આપ્યો

  • 03 Mar 2021 10:43 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: રાજ્યમાં વધી રહ્યું છે ગુનાનું પ્રમાણ, છેલ્લા 2 વર્ષમાં 1520 લૂંટ, બે વર્ષમાં 3095 બળાત્કાર, 4829 અપહરણની ઘટના બની, વિધાનસભામાં રજૂ કરાયા આંકડા

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્યમાં વધી રહ્યું છે ગુનાનું પ્રમાણ,વિધાન સભામાં રજૂ કરાયા આંકડા, ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગને લાગતા કરાયા પ્રશ્નો, રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટ ની ઘટનાઓ, રોજ ની 3 ખૂન ની અને 30 ચોરીની ઘટનાઓ, રોજની 4 કરતા વધુ બળાત્કાર ની ઘટના બની, રોજ ની 7 અપહરણ ની તો રોજ ની 20 આત્મહત્યા ની ઘટનાઓ બની,  રોજ ની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુ ની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 1520 લૂંટની ઘટનાઓ બની, 1944 ખૂન ની, 370 ધાડ ની, 21995 ચોરીની ઘટનાઓ બની, છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કારની તો 4829 અપહરણની ઘટનાઓ બની, આત્મહત્યા ના 14410, ઘરફોડ ના 6190, રાયોટિંગ ના 2589 બનાવો બન્યા, આકસ્મિક મૃત્યુ ના 27148, અપમૃત્યુ ના 41493 બનાવો નોંધાયા, રાજ્યમાં ખૂન ની કોશિશના 18523 ઘટનાઓ નોંધાઇ, પોલિસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીઓની ધરપકડ કરી

  • 03 Mar 2021 10:38 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: વિધાનસભામાં ગૃહની કામગીરીની શરૂઆત, બંધ ઉદ્યોગોનું પ્રમાણ 923 ટકા, 229 કાર્યરત જીઆઈડીસીમાં 2114 ઉદ્યોગ બંધ હાલતમાં, સરકારનો વિધાનસભામાં જવાબ

    Gujarat Budget 2021 LIVE:

    રાજ્યમાં કાર્યરત જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોનું પ્રમાણ 923 ટકા, 229 કાર્યરત જીઆઈડીસીમાં 2114 ઉદ્યોગ બંધ હાલતમાં, નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક યોજનાઓ સામે સવાલ, તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ જીઆઈડીસી કાર્યરત નથી, અમદાવાદ ખાતે 14 કાર્યરત જીઆઈડીસીમાં સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ હાલતમાં. સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

  • 03 Mar 2021 10:24 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: નાણાંમંત્રી નીતિન પટેલનું નિવેદન, ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ

    Gujarat Budget 2021 LIVE:

    નાણાંમંત્રી નીતિન પટેલનું નિવેદન, ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું બજેટ છે. ગુજરાતની દરેક જ્ઞાતિ, સમાજનો વિકાસ થાય તેવું બજેટ છે. જનતાએ સમર્થન આપ્યું છે તે વિશ્વાસ અમે કાયમ રાખીશુ. કોરોનાના લોકડાઉન અને બાદમાં આર્થિક મંદી ચાલી હતી. આરોગ્યલક્ષી ખૂબ સારી છે, તેને વિકસાવીશું અને ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વધુ લાભ અપાશે.

  • 03 Mar 2021 09:59 AM (IST)

    Gujarat Budget 2021 LIVE: ગુજરાત વિધાનસભા સત્રમાં બે બેઠક મળશે, જાણો કયા ખાસ મુદ્દાઓ પર થશે પ્રથમ ચર્ચા અને કઈ રીતે જોઈ શકશો બજેટ LIVE

    Gujarat Budget 2021 LIVE:

    ગુજરાત વિધાનસભા સત્રમાં બે બેઠક મળશે, પ્રથમ બેઠક સવારે 10 થી બપોરે 2.30 વાગ્યા સુધી મળશે ત્યાર બાદ શરૂઆત પ્રશ્નોત્તરી કાળ થી શરૂ થશે. મુખ્યમંત્રીના વિભાગ ગૃહ, સામાન્ય વહીવટ વિભાગ, ઉદ્યોગ, શહેરી વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળમાં પ્રદિપસિંહ જાડેજાનાં વિભાગ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ સહિતનાં મુદ્દા પર પણ થશે ચર્ચા. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહ માં રજૂ થશે વિધાનસભાના વિવિધ કામોનાં કાગળો મેજ પર મુકવામાં આવશે. વિધાનસભાની પ્રથમ બેઠકમાં રજૂ થશે અંદાજપત્ર કે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણાંમંત્રી તરીકે 9મી વખત ગૃહમાં બજેટ રજૂ કરશે. પ્રથમવાર બજેટ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, ગુજરાત બજેટ એપ્લિકેશન પર થી નાયબ મુખ્યમંત્રીની સ્પીચનું થશે જીવંત પ્રસારણ.

    બીજી બેઠક સાંજે 4.30 રાત્રે 9 વાગ્યા સુધી મળશે, બીજી બેઠક પણ પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. નાયબ મુખ્યમંત્રીના વિભાગ નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા કલ્પસર સહિત ના મુદ્દા પર થશે ચર્ચા તો સામાજિક ન્યાય અધિકારીતા અને ઉર્જા વિભાગ ના પ્રશ્નો બાબતે પણ થશે ચર્ચા. નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત પર કોંગ્રેસ ના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રસ્તાવ રજૂ કરશે, પાલનપુર માં થયેલા અનાજ ના કૌભાંડ ના સંદર્ભે સરકારે લીધેલા પગલાં બાબતે થશે ચર્ચા

    116 નોટિસ બાદ ત્રણ સરકારી વિધેયકો પણ થશે રજૂ

    સન 2021 નું ગુજરાત રાજ વિત્તિય જવાબદારી સુધારા વિધેયક 2021 નું પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સીટી સુધારા વિધેયક 2021 નું ગુજરાત અગ્નિનીવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક રજૂ થશે

Published On - Mar 03,2021 4:57 PM

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">