શું તમે કારની બારીમાંથી કચરો ફેંકી દો છો ,તો ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ

  • Updated On - 2:59 pm, Sat, 16 January 21 Edited By: Bipin Prajapati

શું તમે એવા લોકોની વચ્ચે રહો છો , જે કારની બારીમાંથી કચરો ફેંકી દે છે. તો ,ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ

આ સમ્રગ ઘટના છે કર્ણાટકની , બે યુવાનો મદિકેરી થી કૂર્ગ 80 કિ.મીની યાત્રા કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં કોગાડુ ગામ છે જ્યા આ બંન્ને યુવાનોઅ પિઝા ખાઈને તેનું બોક્સ ફેંક્યુ. આ દરમિયાન ત્યાના સરપંચ દ્રારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી.

પિઝાના બોક્સ ફેંક્યા બાદ આ યુવાનો ત્યાંથી નીકળી ગયા ,પરંતુ કોડાગુ ટુરિઝમ એસોસિએશનના જનરલ સેક્રેટરી મેડેતીરા થિમ્મૈયા ત્યા ઉપસ્થિત હતા. અને તેમને આ પિઝાના બોક્સમાંથી આ યુવાનનો નંબર મેળવી લીધો. તે બાદ આ યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ આ યુવાનોએ બાબતને ગંભીરતાથી ના લીધી.

મેડેતીરા થિમ્મૈયાએ આ યુવાનોના નંબર અને નામ ત્યાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ આપ્યુ. અને સોશિયલ મીડિયા પર યુવાનોના નંબર અને નામ સાથે બાબત શેર કરવામાં આવી. તે બાદ આ યુવાનોને સતત કોલ આવ્યા અને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેઓને પાછા 80 કી.મી મુસાફરી કરીને પાછાએ જગ્યા પર આવવુ પડ્યુ.