રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ ,પોલીસ પર લગાડ્યો મારપીટનો આરોપ

સુશાંતના કેસમાં સતત ચર્ચામાં રહેલા અર્નબ ગોસ્વામી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ , રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે, જાણકારી અનુસાર આ કાર્યવાહી 2018ની એક બાબતને લઈને કરવામાં આવી છે. આ કેસ પહેલા બંધ થઈ ગયો હતો અને હવે ફરી તેને ખોલવામાં આવ્યો છે. પોલીસના […]

રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ ,પોલીસ પર લગાડ્યો મારપીટનો આરોપ
Follow Us:
| Updated on: Nov 04, 2020 | 12:38 PM

સુશાંતના કેસમાં સતત ચર્ચામાં રહેલા અર્નબ ગોસ્વામી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ , રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે, જાણકારી અનુસાર આ કાર્યવાહી 2018ની એક બાબતને લઈને કરવામાં આવી છે. આ કેસ પહેલા બંધ થઈ ગયો હતો અને હવે ફરી તેને ખોલવામાં આવ્યો છે. પોલીસના એક્શન સામે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો છે, સાથે રાજ્યની શિવસેના સરકારને નિશાના પર લીધી.

અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે પોલીસ તેમના ઘરે પહોંચી હતી. અર્નબએ પોલીસ પર મારપીટનો આરોપ પણ લગાડ્યો છે , વધુમાં જણાવ્યુ છે કે તેમના સાસુ-સસરા અને તેમના પુત્ર અને તેમની પત્ની સાથે પણ મારપીટ કરવામાં આવી. ધરપકડ બાદ પોલીસ વાનમાં અર્નબ ગોસ્વામીએ તેમની સાથે મારપીરનો આરોપ લગાવ્યો. જાણકારી અનુસાર ગોસ્વામીને રાયગઢના અલીબાગ લઈ જવામાં આવ્યા છે.

ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકાર પર સંકજો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર , મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની , બીજેપી નેતા કીરીટ સૌમ્યાએ પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો. જાવડેકરે કે લખ્યુ કે મુંબઈમાં પ્રેસ- પત્રકારિતા પર હુમલો થયો છે, આ નિંદનીય છે. આ ઈમરજન્સીની જેમ મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી છે. મહારાષ્ટ્ર સીએમને અપીલ કરવામાં આવી છે કે આ મામલાની તપાસ કોઈ પણ જાતના પક્ષપાત વગર કરવામાં આવે.

સંજય રાઉતે કહ્યુ “આ કાર્યવાહી બદલાની નથી “

અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ છે. અને શિવસેનાએ પણ તેમનો પક્ષ રાખ્યો છે. સંજય રાઉતે કહ્યુ છે કે મહારાષ્ટ્ર પોલીસે કાનૂનને ધ્યાનમાં રાખીને આ એક્શન લીધુ છે. વધુમાં જણાવ્યુ કે પોલીસની પાસે સબૂત હોય તો તે કાર્યવાહી કરી શકે છે.

અર્નબ ગોસ્વામીની ક્યા કેસ બાબતે ધરપકડ

જાણકારી અનુસાર, અર્નબને સુસાઈડની બાબતને લઈને કથિત રૂપથી ભડકાવાને લઈને આ ધરપકડ કરવામાં આવી છે. આ કેસ 2018નો છે. ત્યારે 53 વર્ષના ઈંટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદ નાઈકે સુસાઈડ કર્યુ હતુ. બંને જણાએ અલિબાગમાં સુસાઈડ કર્યુ હતુ. અન્વય નાઈક દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટમાં કથિક રીતે અર્નબ ગોસ્વામી અને બીજા અન્ય ( ફિરોજ શેખ અને નિતિશ સારદા )એ તેમને 5.40 કરોડ રુપિયા નથી આપ્યા. જેથી તેમની આર્થિક સ્થિતિ ખરાબ પડી ગઈ. આ જ વર્ષ મેમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે અન્વય નાઈકની પુત્રી અદન્યા નાઈકે કરેલી નવી ફરિયાદના આધરે ફરી એકવાર આ કેસ બાબતે તપાસમા આદેશ આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">