ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન

કોરોનાથી ( corona ) સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા ( Guruprasad Mahapatra ) છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા.

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન
ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું ( Guruprasad Mahapatra ) કોરોનાને કારણે નિધન થયુ છે.  કોરોનાથી સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. સારવાર દરમિયાન તેઓ કોમામાં પણ સરી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ગુરુપ્રસાદ મહાપાત્રા, 1986ની બેચનાં ગુજરાત કેડરના IAS ઓફિસર હતા. મહાપાત્રાએ, રાજકોટ તેમજ જૂનાગઢમાં  કલેકટર તરીકે સેવા આપી હતી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સારી કામગીરી કરી હતી. ગુજરાતના વિવિધ વિભાગમાં ગુરુપ્રસાદ મહાપાત્રાએ, સચિવ તરીકેની કામગીરી કરી હતી. કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર જઈને મહાપાત્રા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ( Airport Authority of India ) ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. તો છેલ્લે તેઓ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના ( Ministry of Commerce ) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

મુખ્ય પ્રધાન વિજય  રૂપાણીએ, ગુજરાત કેડરના IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે, શ્રદ્ધાંજલી  પાઠવતા જણાવ્યુ છે કે, ગુરુપ્રસાદ મહાપાત્રાના નિધનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી ગુમાવ્યાં છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati