Breaking News : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ, અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

Actor Arvind Rathod : નાટકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતાએ ગુજરાતી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેતાએ છેલ્લે  2020માં ટેન્શન થઈ ગયું ફિલ્મમાં ભૂમિકા નિભાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 11:40 AM

Actor Arvind Rathod : ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન ( Arvind Rathore dies ) થયું છે. અભિનેતાએ અનેક ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતાનું હાર્ટએટેકથી નિધન થયું  છે.

અભિનેતા હિતુ કનોડિયાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે,”અરવિંદ રાઠોડ ખુબ જ મોટા ગજાના અભિનેતા હતા, એમની સાથે બાળ કલાકારથી લઈને લિડ એક્ટર સુધી મેં તેમની સાથે કામ કર્યું છે અને હંમેશા તેની પાસેથી શિખવા મળ્યું છે.”

નાટકથી પોતાની કારકિર્દીની (career) શરૂઆત કરનાર અભિનેતાએ ગુજરાતી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેતાએ છેલ્લે  થઈ ગયું ફિલ્મમાં ભુમિકા નિભાવી હતી.

અરવિંદ રાઠોડે 1970 થી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેઓએ 1976માં બાબા રામદેવપીર (Baba Ramdevpeer) ફિલ્મમાં જોવા મળ્યા હતા.આ ઉપરાંત રાજા ગોપીચંદ, શેતલ તારા ઉંડા પાણી જેવી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં સૌપ્રથમ 1974માં આવેલી કોરા કાગઝ (Kora Kagaz) ફિલ્મમાં ભુમિકા નિભાવી હતી.

મહત્વપૂર્ણ છે કે,જાણીતા અભિનેતાનું અચાનક નિધન (death) થતા હાલ, ચાહકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે, ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને દિગ્ગજ અભિનેતાના નિધનથી મોટી ખોટ પડી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">