જાણતા કે અજાણતા થયેલા પાપથી પણ મુક્તિ અપાવશે યોગિની એકાદશી !

યોગિની એકાદશીના વ્રતના પ્રભાવથી જાણી જોઇને કે અજાણતા થયેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં જીવનના તમામ સુખ મળે છે અને અંતમાં વ્યક્તિ શ્રીહરિના ચરણોમાં સ્થાન મેળવે છે.

જાણતા કે અજાણતા થયેલા પાપથી પણ મુક્તિ અપાવશે યોગિની એકાદશી !
એકાદશીના વ્રતથી શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 4:18 PM

યોગિની એકાદશીનું (EKADASHI) વ્રત આ વર્ષે આગામી 5 જુલાઈને સોમવારના રોજ કરવામાં આવશે. દર વર્ષના અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિ યોગિની એકાદશી તરીકે ઉજવાય છે. માન્યતા અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે. તેથી આ વ્રતનું આગવું જ મહત્વ છે. યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર ભક્તોને રક્તપિત્ત જેવા રોગોથી મુક્તિ મળે છે, તેમજ તેના બધાં જ પાપકર્મનો નાશ થઈ જાય છે. અને જે લોકો યોગિની એકાદશીનું વ્રત રાખે છે તેમને મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે.

સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યોગિની એકાદશીના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે લોકો સંપૂર્ણ નિષ્ઠા સાથે યોગિની એકાદશીનું વ્રત રાખે છે, તેઓને વિવિધ રોગમાંથી મુક્તિ મળે છે. આ વ્રતના પ્રભાવથી જાણી જોઇને કે અજાણતા થયેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં જીવનના તમામ સુખ મળે છે અને અંતમાં વ્યક્તિ શ્રીહરિના ચરણોમાં સ્થાન મેળવે છે. ત્યારે આવો જાણીએ આ વ્રત કરવાના શાસ્ત્રોક્ત વિધિ વિધાન.

વ્રતની પૂજા અને નિયમો વ્રતના એક દિવસ પૂર્વે સૂર્યાસ્ત પછી આ વ્રતની શરૂઆત કરવી અષાઢ વદ દશમે સૂર્યાસ્ત બાદ ભગવાનનું ધ્યાન ધરવું દશમે રાત્રે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું એકાદશીએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, શુદ્ધ કપડા પહેરી વ્રતનો આરંભ કરવો વ્રતનો સંકલ્પ લઈ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનને પીળા ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા ફૂલ, ફળ અને તુલસીદળ અર્પણ કરો ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો યોગિની એકાદશીની વ્રત કથા વાંચો અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખવો ઉપવાસ શક્ય ન હોય તો માત્ર ફળ ગ્રહણ કરો રાત્રે જાગરણ કરી ભગવાનના ભજન કિર્તન કરો દ્વાદશીએ સવારે ઉપવાસના પારણાં કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

માન્યતા અનુસાર આ રીતે નિયમાનુસાર વ્રત કરવાથી શ્રીવિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. તો વ્રતના પ્રભાવથી વ્યક્તિના જીવનના તમામ કષ્ટ પણ નષ્ટ થઈ જાય છે. જો વિધિ અનુસાર વ્રત શક્ય ન હોય તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા. સહસ્ત્રનામના પઠનથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. એમાં પણ એકાદશીએ સહસ્ત્રનામનું પઠન કરવાથી, તેનાથી પ્રાપ્ત થતું પુણ્ય અનેકગણું વધી જાય છે.

આ પણ વાંચો: જાણો ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ! આ ‘ખાસ’ સમયે જાપ કરવાથી થશે મનોવાંચ્છિત ફળની થશે પ્રાપ્તિ !

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">