શાસ્ત્રોમાં શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ? જાણો સંપૂર્ણ વાત

જે દેવી દેવતાઓથી તમે સૌથી વધુ પ્રભાવિત કરે છે તેને તમારા ઇષ્ટદેવ કહેવામાં આવે છે. ચાલો જાણીએ શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ?

શાસ્ત્રોમાં શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ? જાણો સંપૂર્ણ વાત
શા માટે જરૂરી છે ઇષ્ટદેવ?

શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ ? એક જુની કહેવત છે કે, ‘એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય’ એટલે કે કોઈ પણ એક કામ કરતી વખતે માત્ર કોઈ એક જ કામ કરવામાં આવે તો તે કામ સારી રીતે પૂરું થાય છે, જ્યારે એક સાથે તમામ કામ પૂરા કરવા જવાથી દરેક કામ બગડે છે, અર્થાત આપણું ધ્યાન ભંગ થાય છે. આ વાત સનાતન ધર્મમાં દેવી દેવતાઓને પણ લાગુ પડે છે. હિન્દુ માન્યતાઓ મુજબ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે, તેમાંથી કોઈ પણ એક દેવી અથવા દેવતાને પોતાનો ઇષ્ટ માનવાની વાત શસ્ત્રોમાં કહી છે.

Why Ishta Dev is necessary?

શા માટે જરૂરી છે ઈષ્ટદેવ?

આ વાતને આપણે એક વાર્તા થકી સારી રીતે સમજવાની કોશિશ કરીશું. એક વાર એક હોડીમાં હિન્દુ, મુસલમાન, શીખ, અને ખ્રિસ્તી એમ ચાર અલગ અલગ લોકો સવાર હતા. તેવામાં એક ભયંકર તોફાન આવ્યું અને દરિયાના મોજ ઊંચે ઊંચે સુધી ઉછળવા માંડ્યા અને હોડી ડૂબવા લાગી. તેવામાં મુસાલમાને ખુદાને, શીખે નાનકને અને ખ્રિસ્તીએ ઈશુને બચાવવા માટે પ્રાર્થના કરી. પરંતુ હિન્દુ શખ્સ ક્યારેક રામ, તો ક્યારેક શિવ તો ક્યારેક હનુમાન તો ક્યારેક કૃષ્ણ તો ક્યારેક માતા દુર્ગાને યાદ કરવા માંડ્યો તે છતાં તે ડૂબી ગયો.

આ વાર્તા ઉપર આપેલી કહેવતને યથાર્થ કરતી સાબિત થઈ છે. એકને માનવું એટલે કે એકાગ્રતા સાથે માત્ર એકને જ માનવું. હિન્દુઓમાં જે પણ દેવી દેવતાઓ છે તેની પ્રકૃતિની હિસાબથી તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. દરેકમાં એક સમાન જ શક્તિ વિધ્યમાન છે. મતલબ કે આપ કોઈ પણ એકની જ ઉપાસના કે ધ્યાન કરશો તો પણ તે એક જ શક્તિનું ધ્યાન કરશો. તેથી તમે પૂજા ભલે દરેક દેવી દેવતાઓની કરો પણ તમારા ઇષ્ટદેવ એક જ રાખો જે સૌથી વધુ તમને પ્રભાવિત કરે.

ભલે તે રામ હોય કે શિવ હોય કે કોઈ પણ દેવી હોય કે પછી ખુદા કે નાનક કે જીસસ હોય. હકીકતમાં તો આ તમામ એક જ શક્તિના સ્વરૂપો છે. પૂજા કરવા સમયે તમારા ઇષ્ટદેવને કેન્દ્રમાં રાખીને જ પૂજા અર્ચના કરવી જોઈએ, જેથી બીજી અન્ય જગ્યાએ તમારું ધ્યાન ભટકે નહીં અને પૂજા અર્ચનાનું પૂરે પૂરું ફળ મળે.

 

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી Shripad Naikની તબિયતમા સુધારો, મેડિકલ બુલેટિન જાહેર

Click on your DTH Provider to Add TV9 Gujarati