Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના

આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે.ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે

Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના
Vrat on monday

સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે.આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે. ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે. સોમવારના દિવસે ભગવાન શંકરની આરાધના કરવાથી તે અત્યંત પ્રસન્ન થાય છે. અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

જો તમે નવા ઘરમાં ગૃહ પ્રવેશ અથવા તો વિવાહ સબંધી કોઈ પણ શુભ કર્યા કરવા માંગો છો તો તેના માટે સોમવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. આદિવસે ઉપવાસ અને વ્રત સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરે છે. આમ જોવા જઈએ તો દર સોમવારે વ્રત રાખી શકાય છે પણ શ્રાવણના સોમવારનું વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે.

Lord Shiva

સોમવાર છે ભગવાન ભોળાનાથને સમર્પિત

એવું માનવામાં આવે છે સોમવારે રાખવામાં આવેલ વ્રતથી વ્યક્તિની દરેક ઈચ્છાઓ પરી-પૂર્ણ થાય છે. આ સિવાય તેને સત્બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સોમવારનું વ્રત મોટાભાગે કુંવારી કન્યાઓ માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે આ દિવસે કરેલું વ્રત તેને ઉત્તમ ફળ આપે છે. આ વરથતી જોડાયેલી ઘણી કથાઓ પ્રસિદ્ધ છે.

આ કથાઓમાંની એક કથા એવી છે કે એક ગરીબ બ્રાહ્મણએ સોમવારનું વ્રત રાખ્યુ અને તેને અસીમ ધન પ્રાપ્તિ થઈ. બીજી કથા એક ધનવાન શેઠની છે કે તેને પુત્ર રત્નનું સુખ હતુ નહી અને જ્યારે તેનેઆ વ્રત કર્યું તો તેના પ્રભાવથી તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એવુ પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી મૃત્યુ પામેલા પુત્રને પણ જીવનદાન મળ્યુ હતુ. આવી રીતે સોમવારનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથની કૃપયા આપણાં સૌ ઉપર સદાયને માટે બની રહે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati