Vastu Tips: ઘરમાંથી ગાયબ થઈ જશે નકારાત્મક ઉર્જા, અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ

સકારાત્મક વિચારસરણી સાથે, તમે ઘરની આસપાસ શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરશો

Vastu Tips: ઘરમાંથી ગાયબ થઈ જશે નકારાત્મક ઉર્જા, અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips For Home

Vastu Tips: શું તમે વારંવાર ઘરે ઉદાસી અને પરેશાની અનુભવો છો? શું તમે તમારા ઘરમાં નેગેટિવિટીની હાજરી અનુભવો છો? શું તમારા ઘરમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી?

જો કે, આ એક સામાન્ય સમસ્યા છે જે આપણામાંના કોઈપણ જીવનના અમુક તબક્કે અનુભવી શકે છે અને આ રીતે અનુભવું તે સંપૂર્ણપણે સામાન્ય અને સ્વાભાવિક છે.

જો કે, પોઝિટિવિટીનું પાલન કરવું આપણે સારા પરિણામ આપી શકે છે. તમે જેટલા વધુ પોઝિટિવ વિચાર કરશો, તેટલા વધુ સકારાત્મક પરિણામો તમને મળશે. નકારાત્મક વિચાર કરવા તે વિચાર પ્રક્રિયા કરતાં તેને જીવનશૈલી કહેવું વધારે યોગ્ય છે.

સકારાત્મક વિચારસરણી સાથે, તમે ઘરની આસપાસ શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરશો અને દરેક વ્યક્તિ સાથે તમને ઊંડા સબંધો બનાવવા અને વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. તેથી, અહીં કેટલીક અસરકારક વાસ્તુ ટીપ્સ છે જે તમને ઘરમાંથી નકારાત્મકતાથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

1. સામાન્ય રીતે જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખો. શક્ય તેટલી તમારી આસપાસની નકારાત્મકતાથી પ્રભાવિત ન થવાનો પ્રયત્ન કરો અને સકારાત્મક પુષ્ટિનો ઉપયોગ કરો. અહીં ટોચની 3 પુષ્ટિકરણ આપવામાં આવી છે જે તમે દરરોજ પ્રેક્ટિસ કરી શકો છો:

“મારી પાસે જે કઈ પણ છે તેના માટે હું આભારી છું”

“હું પૂર્ણ છું”

“હું એક ખુશ, સ્વસ્થ, ધન્ય અને સુરક્ષિત આત્મા છું”

દરરોજ સવારે તમારી જાતને આ પ્રતિજ્ઞાઓ કહેવાથી તમને સકારાત્મક અને શાંતિમાં રહેવામાં મદદ મળશે.

2. દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે તમારા ઘરની સાફ-સફાઈ કરો. ઘરમાં બિનજરૂરી વસ્તુઓ જે ફાટેલી છે, તૂટી ગઈ છે અથવા નકામી છે તે તમારા ઘરમાં સકારાત્મકતાના પ્રવાહને રોકે છે. તેથી, નિયમિતપણે ઘરની સાફ-સફાઈ કરીને આવી નકામી ચીજ-વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરતાં રહો.

3. જ્યારે તમે લોકોના સંપર્કમાં આવો છો ત્યારે તમારી આભા પ્રભાવિત થાય છે. તેથી, તમારી આભાનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે અને આ માટે તમારે પાણીમાં થોડું દરિયાઈ મીઠું ઉમેરવું જોઈએ અને પછી તે પાણીથી સ્નાન કરવું જોઈએ. સાપ્તાહિક ધોરણે આ ધાર્મિક વિધિ કરવાથી તમને તમારી આભાનું રક્ષણ કરવામાં મદદ મળશે.

4. વ્હાઈટ કેલિફોર્નિયા સેજ (white california sage) અને પાલો સાન્ટો સ્ટિક્સ (palo santo sticks) નો ઉપયોગ કરવાથી નકારાત્મકતા દૂર કરવામાં પણ મદદ મળે છે.

5. તમે તમારા મંદિર અથવા ધ્યાન સ્થળ અથવા ઘરની કોઈપણ જગ્યાએ જ્યાં તમને આમ કરવાનું મન થાય ત્યાં દિપક અથવા મીણબત્તી પ્રગટાવો.

6. દિવસમાં એક કે બે વાર કપૂર, ધૂપ, લોબાનનો ધૂપ, ગુગલનો ધૂપ અને પવિત્ર પાણીનો છંટકાવ કરવાથી પણ ફાયદો થાય છે. આ એક ખૂબ જ સરળ વિધિ છે જે તમારામાંથી કોઈપણ સરળતાથી કરી શકે છે.

7. ઘરેથી નીકળ્યા પહેલા પોતાના પર્સમાં કપૂરની ટીકડી નાંખીને ઘરે પરત ફરતા પહેલા ફેંકી દેવી. આમ કરવું તે ઘરની નકારાત્મકતા બહાર ફેંકવાનો સૌથી સરળ ઉપાય છે. આ તમને તમારા ઘર અને પરિવારને બાહ્ય નકારાત્મકતાથી બચાવવામાં મદદ કરશે જે તમે ઘણા લોકો સાથે વાતચીત કરતી વખતે શોષી લીધી હશે.

8. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે નકારાત્મક લોકોની અવગણના કરવી જોઈએ, અને દૈવી શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ.

નોંઘ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ, લોક માન્યતાઓ અને વાસ્તુ માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સલમાનખાનને એરપોર્ટમાં જતા CISF ઓફિસરે રોક્યાનો વીડિયો વાયરલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો: Afghanistan Crisis: કાબુલમાં ફસાયેલા અમેરિકનોને રાષ્ટ્રપતિ જો બાઈડનનો વાયદો, કહ્યું કે- અમે તમને ઘરે પહોંચાડીશું

 

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati