આજે જ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીરામ દેશે સુખી જીવનના આશીર્વાદ !

જો તમે કોઇ મોટા સંકટનો સામનો કરી રહ્યા હોવ અને તેનાથી બચવું હોય તો રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. તેનાથી પ્રસન્ન થઈ પ્રભુ શ્રીરામ આપની રક્ષા કરશે અને સાથે જ આપનું કલ્યાણ પણ કરશે.

આજે જ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીરામ દેશે સુખી જીવનના આશીર્વાદ !
Shree Raam (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:56 AM

પુરાણાનુસાર એ ચૈત્ર સુદ નવમીની જ તિથિ હતી કે જ્યારે ભગવાન રામ(raam)નો અયોધ્યામાં જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુએ લંકાપતિ રાવણના અત્યાચારોથી ત્રણેય લોકને મુક્તિ અપાવવા માટે રામાવતાર ધારણ કરવો પડ્યો હતો. શ્રીહરિનો આ અવતાર ભક્તોના હૃદયની ખૂબ જ નજીક છે. એ જ કારણ છે કે રામનવમીના દિવસે સમગ્ર દેશના રામમંદિરોમાં પ્રભુ શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કહે છે કે રામનવમીના આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી આપનું જીવન પણ સુખમય અને ખુશહાલ બની જશે. ત્યારે આવો, આજે કેટલાંક આવાં જ ઉપાયો વિશે જાણીએ.

રામકૃપા અર્થે વિશેષ ઉપાય

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  1. રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં પ્રભુ રામની પૂજા કરવી અને તે દરમ્યાન રામ સ્તુતિ “શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન….”નો પાઠ કરો. કહે છે કે તેનાથી આપના જીવનના તમામ કષ્ટો અને બાધાઓ દૂર થશે.
  2. જો તમે કોઇ મોટા સંકટનો સામનો કરી રહ્યા હોવ અને તેનાથી બચવું હોય તો રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. પ્રભુ શ્રીરામ આપની રક્ષા કરશે. સાથે જ આપનું કલ્યાણ પણ કરશે.
  3. કહેવાય છે કે ‘રામ’ નામમાં બહુ જ શક્તિ રહેલી છે. એટલે રામનવમીએ ખાસ ભગવાન શ્રીરામના પૂજન સમયે રામ નામનો જાપ કરવો. જેનાથી આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવશે.
  4. રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરવો જોઇએ. હનુમાન ચાલીસામાં શ્રીરામ અને તેમના પરમભક્ત હનુમાનજીના ગુણગાન છે. જે વ્યક્તિ પર શ્રીરામ અને હનુમાનજીની કૃપા હોય છે તેનું જીવન સંપૂર્ણ સુખમય હોય છે. તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
  5. રામનવમીના દિવસે રામાયણ કે રામચરિતમાનસનો પાઠ કરવો કે પાઠ કરાવવો. આ બંન્ને વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ફળદાયી ઉપાય

  1. ઘરના વાસ્તુદોષ, નજરદોષ, તંત્ર-મંત્રની બાધાઓ દૂર કરવા માટે રામનવમીના દિવસે એક વાટકીમાં ગંગાજળ કે સાદુ પાણી ભરી લો અને રામ રક્ષા મંત્ર ।। ૐ શ્રીં હ્રીં રામચંદ્રાય શ્રીં નમઃ ।। મંત્રનો 108 વાર જાપ કરો. મંત્રજાપ બાદ ઘરની અંદરથી લઇને બહાર સુધી આ જળનો છંટકાવ કરો.
  2. ધનલાભની સાથે દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે રામનવમીના દિવસે રામાષ્ટકનો પાઠ કરવો જોઇએ.
  3. દરેક કામમાં સફળતા મેળવવા માટે પ્રભુ શ્રીરામને ચંદનનું તિલક લગાવો. તેની સાથે રામ સ્તુતિનું પઠન કરો.
  4. રામનવમીની દિવસે ભગવાન શ્રીરામની વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ. તેની સાથે જ ભોગમાં તુલસીદળ અવશ્ય મૂકવું. કહે છે કે તેનાથી શ્રીરામ જલ્દી જ પ્રસન્ન થશે
  5. રામનવમીના દિવસે રામચરિતમાનસ, સુંદરકાંડનો પાઠ કરવો લાભદાયી બને છે. કહે છે કે વ્યક્તિના દરેક રોકાયેલા કાર્યો પણ આ પઠનથી પરિપૂર્ણ થવા લાગે છે !
  6. જાતક જો પોતાનો ભાગ્યોદય ઇચ્છતા હોય તો તેના માટે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની સ્તુતિ કરવી લાભદાયક બને છે. તેના સિવાય રામ રક્ષા સ્તોત્રનો પણ પાઠ કરવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

આ પણ વાંચો : પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">