Bhakti: કાળભૈરવ જયંતીએ અજમાવો આ સરળ ઉપાય, પ્રાપ્ત થશે મહાકાળભૈરવની મહાકૃપા !

જો તમારી કોઇ ઇચ્છા લાંબા સમયથી અધૂરી હોય તો ભૈરવાષ્ટમીએ ભગવાન કાળભૈરવને લીંબુની માળા અર્પણ કરવી જોઇએ. તેનાથી તમારી અધૂરી ઇચ્છા જલ્દી જ પૂર્ણ થશે.

Bhakti: કાળભૈરવ જયંતીએ અજમાવો આ સરળ ઉપાય, પ્રાપ્ત થશે મહાકાળભૈરવની મહાકૃપા !
કૃપા કરશે કાળભૈરવ

કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમી એટલે કે કાલાષ્ટમીને (kalashtami) કાળભૈરવ જંયતીના (kalbhairav jayanti) રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો દરેક મહિનાની અષ્ટમી કાળભૈરવની કૃપાને પ્રાપ્ત કરવા માટે ફળદાયી મનાય છે. પરંતુ, કારતક માસના વદ પક્ષની અષ્ટમી એ ભૈરવ દેવતાનો પ્રાગટ્ય દિવસ છે. અને એટલે જ ભૈરવ કૃપાને પ્રાપ્ત કરવા તે સવિશેષ ફળદાયી મનાય છે. આ વખતે આ જયંતી 27 નવેમ્બર, શનિવારના રોજ ઉજવાશે.

આમ તો કાળભૈરવનું નામ પડતા જ ઘણાં લોકો ભયભીત થઈ જતા હોય છે. પરંતુ, ભૈરવ તો ભયહર્તા દેવ છે. માન્યતા અનુસાર તે અનિષ્ટનું દમન કરે છે. અને સાથે જ શુભ ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. માન્યતા અનુસાર કાલાષ્ટમીના દિવસે જો તમે કોઇ ઉપાય કરો છો તો આપના જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે અને તમારા જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થશે. ત્યારે આવો જાણીએ કે આ ભૈરવાષ્ટમી (bhairavashtami) પર એવું તો શું કરવું જોઈએ કે જેનાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે !

કાળભૈરવની કૃપાપ્રાપ્તિ 1. જો તમારું વૈવાહિક જીવન સારુ ન ચાલી રહ્યું હોય તો કાળભૈરવ જયંતીના રોજ ભૈરવના મંદિરમાં જઈને ચંદન અને ગુલાબ અર્પણ કરો. તેની સાથે સુગંધિત અગરબત્તી પણ મંદિરમાં પ્રગટાવો. આવુ કરવાથી વૈવાહિક જીવનના સુખમાં વૃદ્ધિ થશે અને તમામ સમસ્યાઓ દૂર થશે. 2. જો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ સ્થિર ન રહેતી હોય અને હંમેશા ઘરમાં કલેશ જ રહેતો હોય, તો કાલાષ્ટમીના દિવસે 5 થી 7 વર્ષના બાળકોને ચણા, નારિયેળ અથવા જલેબીનો પ્રસાદ વહેંચવો. 3. જો તમારી કોઇ ઇચ્છા લાંબા સમયથી અધૂરી હોય તો ભૈરવાષ્ટમીએ ભગવાન કાળભૈરવને લીંબુની માળા અર્પણ કરવી જોઇએ. તેનાથી તમારી અધૂરી ઇચ્છા જલ્દી જ પૂર્ણ થશે. 4. જો તમે ખૂબ જ મહેનત કરો છો અને તો પણ તમને ધનલાભ નથી થઇ રહ્યો તો ભૈરવાષ્ટમીએ એક ખાસ ઉપાય અજમાવો. સવાસો ગ્રામ કાળા તલ, સવા 11 રૂપિયા, સવાસો ગ્રામ કાળા અડદ લો. તેને સવા મીટર કાળા કપડામાં બંધ કરીને એક પોટલી તૈયાર કરી કાળભૈરવના મંદિરમાં દાન કરો. આ પ્રયોગથી ધનલાભ થવાની માન્યતા છે. 5. જો તમે તમારા દુશ્મનોથી વધુ પરેશાન રહેતા હોવ તો ભૈરવ જયંતીએ કોઇ સુમસાન ભૈરવ મંદિરમાં જઈ સિંદૂર તેલથી ભૈરવની પૂજા કરો. તેમને નારિયેળ અને જલેબીનો ભોગ અર્પણ કરો. 6. જો તમે કેટલાય લાંબા સમયથી રોગગ્રસ્ત હોવ તો ભૈરવાષ્ટમીએ સવા કિલો જલેબીનો પ્રસાદ વહેંચવો અને કાળા શ્વાનને અવશ્ય આ દિવસે ભોજન કરાવવું. 7. જો તમને તમારા કામમાં સફળતા પ્રાપ્ત ન થઈ રહી હોય તો ભૈરવ જયંતીએ કાળભૈરવના મંદિરમાં પીળા રંગની ધજા ચઢાવો. આવું કરવાથી તમારા કામ પૂર્ણ થશે તેમજ તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે ! 8. કાલાષ્ટમીના દિવસે કાળા શ્વાનને મીઠી રોટલી અવશ્ય ખવડાવવી. આવું કરવાથી તમે શનિ દોષમાંથી મુક્ત થશો. 9. જો તમે કોઇપણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા ઇચ્છા રાખતા હોવ તો ભૈરવ જયંતીએ કાળભૈરવની પ્રતિમા આગળ તેલનો દિવો પ્રજ્વલિત કરવો જોઇએ અને શ્રીકાલભૈરવાષ્ટકમ્ નો પાઠ અવશ્ય કરવો જોઇએ. 10. જો તમારા વ્યાપાર ધંધામાં વારંવાર નુકસાન જઇ રહ્યું હોય તો ભૈરવ જયંતીએ કાળભૈરવના મંદિરની આગળ કોઇ જરૂરિયાતમંદને જરૂરથી દાન કરવું. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમને ખબર છે તુલસી પૂજાના આ ફાયદા ? ચાંદ્રાયણ વ્રત સમાન દેહને શુદ્ધ કરશે તુલસીનું પાન !

આ પણ વાંચો :  ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ !

  • Follow us on Facebook

Published On - 8:38 am, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati