અનેક ઉપાયો અજમાવીને થાકી ગયા છો ? આ સરળ પ્રયોગથી બાળકોને અભ્યાસમાં આવશે એકાગ્રતા !

જો તમારા બાળકનું (Child) અભ્યાસમાં મન ન લાગતું હોય અને તમે તમામ પ્રકારના ઉપાયો કરીને થાકી ચૂક્યા હોવ તો આ નાના અને સરળ ઉપાયો તમને મદદરૂપ બની શકે છે ! જ્યોતિષ શાસ્ત્ર અનુસારના આ ઉપાયો અજમાવવાથી ધીમે ધીમે તમારા બાળકનો અભ્યાસમાં રસ વધતો જશે.

અનેક ઉપાયો અજમાવીને થાકી ગયા છો ? આ સરળ પ્રયોગથી બાળકોને અભ્યાસમાં આવશે એકાગ્રતા !
Child study
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:20 AM

બાળકો બહુ જ ચંચળ સ્વભાવના હોય છે. મોટાભાગે તેઓનું ધ્યાન હંમેશા રમત-ગમતમાં જ હોય છે. જેને લીધે માતા-પિતા બાળકોના ભવિષ્યને લઇને સતત ચિંતામાં રહેતા હોય છે. દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે તેમનું બાળક મન લગાવીને અભ્યાસ કરે. જો કે, બાળકો પર અભ્યાસ માટે ક્યારેય દબાણ ન કરવું જોઇએ. નહીં તો તેમને અભ્યાસમાંથી રસ જ ઊઠી જશે. અલબત્, આ સંજોગોમાં માતા-પિતાને ચિંતા થવી પણ સ્વાભાવિક છે. ત્યારે આ પરિસ્થિતિમાં તમે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાંક ઉપાયો અજમાવી શકો છો. આવો, તે વિશે જાણીએ.

જો તમારા બાળકનું અભ્યાસમાં મન ન લાગતું હોય અને તમે તમામ પ્રકારના ઉપાયો કરીને થાકી ચૂક્યા હોવ તો આ નાના અને સરળ ઉપાયો તમને મદદરૂપ બની શકે છે ! જ્યોતિષ શાસ્ત્ર અનુસારના આ ઉપાયો અજમાવવાથી ધીમે ધીમે તમારા બાળકોનો અભ્યાસમાં રસ વધતો જશે. અલબત્, આ ઉપાય અજમાવતા પહેલાં કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી પણ ખૂબ જ જરૂરી છે.

શું રાખશો ધ્યાન ?

⦁ જ્યાં પણ તમારું બાળક અભ્યાસ કરી રહ્યું હોય તે સ્થાન એકદમ સ્વચ્છ હોવું જોઇએ. અભ્યાસના ટેબલથી લઇને આખા રૂમને સ્વચ્છ રાખવું જોઇએ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

⦁ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાળકના અભ્યાસના રૂમમાં ક્યારેય પણ વધારે પડતો સામાન ન રાખવો જોઈએ.

⦁ બાળકના અભ્યાસના ટેબલ પર વધારે પડતા પુસ્તકો ન રાખવા જોઇએ. માત્ર વિષય સંબંધિત પુસ્તકો જ ટેબલ પર રાખવા જોઇએ.

⦁ બાળકોના અભ્યાસના ટેબલને ઉત્તર-પશ્ચિમના ખૂણામાં ન રાખો.

⦁ બાળકોને હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રહે તે રીતે અભ્યાસ માટે બેસાડો.

સરળ ઉપાયથી અભ્યાસમાં એકાગ્રતા

⦁ જો તમારા બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો દર ગુરુવારના દિવસે કોઇ મંદિરમાં જઇને વિષ્ણુજી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો અને કેળના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઇએ.

⦁ શક્ય હોય તો ગુરુવારના દિવસે ધાર્મિક પુસ્તકો અને શિક્ષણ સંબંધિત વસ્તુઓનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. જો આપ આ કાર્ય બાળકો પાસે જ કરાવશો તો તે સવિશેષ ફળદાયી બની રહેશે.

⦁ જો તમારું બાળક અભ્યાસમાં એકાગ્રતા ન રાખી શકતું હોય તો તેના કપડાના ખિસ્સામાં એક ફટકડીનો નાનો ટુકડો મૂકવો. તેનાથી તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.

⦁ બાળકના મનની એકાગ્રતા વધે તે માટે નિત્ય જ તેની પાસે ઓમકારનું (ૐ) ઉચ્ચારણ કરાવવું જોઈએ. તેનાથી બાળકના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે.

⦁ ઘરમાં પૂજા સમયે બાળકને જરૂરથી નિત્ય જ કેસરનું તિલક કરવું જોઇએ. શક્ય હોય તો બાળકના સ્કૂલમાં જતા સમયે આ તિલક કરીને જ તેને શાળાએ મોકલવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">