ગુરુવારના દિવસે કરવામાં આવતો આ સરળ ઉપાય આપના જીવનમાં ખોલશે સમૃદ્ધિના દ્વાર

ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેની સાથે જ ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષણ અને અપાર ધન પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે.

ગુરુવારના દિવસે કરવામાં આવતો આ સરળ ઉપાય આપના જીવનમાં ખોલશે સમૃદ્ધિના દ્વાર
Lord Vishnu (symbolic image)
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Jul 14, 2022 | 6:14 AM

ગુરુવારનો (Thursday) દિવસ ભગવાન વિષ્ણુને (Lord vishnu) સમર્પિત કરવામાં આવ્યો છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા (Worship) કરવામાં આવે છે. માન્યતા તો એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી જ પ્રસન્ન થાય છે. જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ (Blessings) પણ પ્રાપ્ત થાય છે. ગુરૂવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન બૃહસ્પતિને સમર્પિત હોય છે. આ દિવસ ભગવાન બૃહસ્પતિનુ વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે છે. બૃહસ્પતિને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે સાથે જ આ દેવતાઓના પણ ગુરૂ કહેવાય છે સાથે જ બૃહસ્પતિદેવની કૃપાથી જાતકના બધા કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જાય છે.

ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેની સાથે જ ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષણ અને અપાર ધન પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે. જો તમે પણ સુખી ગૃહસ્થ જીવન, નોકરી, સંપત્તિ અને ઉચ્ચ શિક્ષણ ઈચ્છતા હોવ તો તમારે ભગવાન બૃહસ્પતિની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ ગુરુવારે કરવાના એવા સરળ અને સચોટ ઉપાયો જે આપના જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરે.

ગુરુવારના ઉપાયો

1) ગુરુવારનું વ્રત

ગુરુવારના દિવસે વ્રત રાખવાથી આપની પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બૃહસ્પતિની પણ કૃપા રહેશે. આ દિવસે વધુ ને વધુ પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ગુરુવારના વ્રતમાં ઉપવાસ દરમ્યાન બને તો પીળા રંગના ફળ આરોગવા જોઇએ.

2) ધન સંપત્તિના આશીર્વાદ

ગુરુવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન કર્યા પછી ” ૐ બૃહસ્પતે નમઃ । “ મંત્રનો જાપ કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

3) લક્ષ્મી-નારાયણના આશીર્વાદ

ગુરુવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સંપત્તિ અને વૈભવના પ્રતિક છે. આ દિવસે ગુરુવારની વ્રત કથા પણ વાંચો. આના કારણે લગ્નજીવન સુખી બને છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આપના પર માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ રહે છે.

4) દાન-પુણ્ય

ગુરુવારના દિવસે ગાયને ચણાની દાળ, ગોળ અને હળદર નાંખીને બનાવેલી રોટલી ખવડાવો. આ સિવાય સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાંખો. તેનાથી આપના પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. તેમજ આ દિવસે ગરીબોને પોતાની ક્ષમતા અનુસાર ચણાની દાળ, કેળા, પીળા કપડાનું દાન કરવું જોઇએ.

5) આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે

ગુરુવારના દિવસે ન તો ઉધાર આપવુ જોઈએ અને ના તો ઉધાર લેવુ જોઈએ. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

6) દરેક કાર્યમાં સફળતા અર્થે

આપની કુંડળીમાં જો ગુરુ ગ્રહ નબળો હોય કે ખરાબ અસર કરતો હોય તો, ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે આપે ગુરુવારના વ્રતની પૂજા પછી તમારા કાંડા અથવા ગરદન પર હળદરની નાની પેસ્ટ લગાવી જોઇએ. આપના કપાળ પર પણ હળદરનું તિલક કરવું જોઇએ. આમ કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ બળવાન બનશે. તેની સાથે જ વ્યક્તિને દરેક કાર્યક્ષેત્રમાં ધન અને લાભ મળે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati