આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !

શ્રી ગણેશનો એક એવો મંત્ર ( GANESH MANTRA ) કે જે વ્યક્તિને આર્થિક પરેશાનીમાંથી દુર કરવાનું ધરાવે છે સામર્થ્ય. માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે.

આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !
શ્રી ગણેશ કૃપા મંત્ર

ભગવાન શ્રી ગણેશને (GANESH) આપણે વિઘ્નહર્તા કહીએ છીએ કારણકે ગજાનન ભક્તોના તમામ દુખને–વિઘ્નોને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એમ પણ દરેક શુભ કાર્યની શરુઆત શ્રી ગણેશના સ્મરણથી જ થાય છે, કારણકે ગજાનના પ્રથમ સ્મરણથી દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. આજે અમે આપને શ્રી ગણેશના એવા મંત્ર ( GANESH MANTRA ) વિષે કરીશું વાત કે જેનાથી આપના રોકાયેલા કે અટવાયેલાં નાણા આપને પરત મળશે. સાથે જ એ મહામંત્રના જાપની ખાસ વિધિ પણ અમે આપને જણાવીશું. એવું કહેવાય છે કે આ ખાસ મંત્રનો જો આસ્થાથી જાપ કરવામાં આવે તો તે વ્યક્તિના તમામ આર્થિક પ્રશ્નો દુર થઈ જાય છે.

1. રોકાયેલા નાણાને પરત મેળવવા માટે ગજાનનની પીળા રંગની મૂર્તિની સ્થાપ્ના કરવી. 2. ગજાનનને મોદક અત્યંત પ્રિય છે. દરરોજ પીળા મોદકનો ગજાનને ભોગ લગાવવો. 3. દરરોજ પીળા આસન પર બેસીને ભગવાન ગણેશના આ “ૐ હેરમ્બાય નમ:” મહામંત્રનો 108 વાર જાપ કરવો.

આ પ્રયોગ 27 દિવસ સુધી રોજ કરવો. માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે. આ મહામંત્રના જાપથી રોકાયેલા નાણા પરત મળે છે અને વ્યક્તિ આર્થિક પરેશાની દુર થાય છે.

આ પણ વાંચો શું તમે દેવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati