Bhakti: કડવા ચોથનું વ્રત કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ 10 કામ !

કડવા ચોથના દિવસે સ્ત્રીઓ આસ્થા સાથે જ વ્રત કરતી હોય છે. પરંતુ, કેટલીક નાની નાની બાબતો પ્રત્યે બેધ્યાન બની જતી હોય છે. ઉલ્લેખનીય છે કે આ બેધ્યાનપણું મોટી મુશ્કેલી પણ સર્જી શકે છે !

Bhakti: કડવા ચોથનું વ્રત કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ 10 કામ !
કડવા ચોથના વ્રતમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી જ થશે પૂર્ણ ફળની પ્રાપ્તિ

ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉત્સવોનો (utsava) એક આગવો જ મહિમા છે. સમગ્ર વર્ષ દરમિયાન લોકો અનેકવિધ વ્રતોની ઉજવણી કરતા હોય છે. કરવા ચોથનું (karva chauth) વ્રત પણ તેમાંથી જ એક છે. કે જે ગુજરાતમાં કડવા ચોથના નામે પણ પ્રસિદ્ધ છે. સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે.

ગુજરાતી પંચાગ અનુસાર કડવા ચોથનું વ્રત આસો માસની સંકષ્ટીએ એટલે કે આસો વદની ચોથના દિવસે ઉજવાય છે. આસો માસની આ સંકષ્ટીની આગવી જ મહત્તા છે. એટલે જ સ્ત્રીઓ આ દિવસે નિર્જળા વ્રત રાખી ઉપવાસ કરે છે. અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ જ અન્ન-જળ ગ્રહણ કરે છે. આ વર્ષે આ વ્રત 24 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવાશે.

આમ તો સ્ત્રીઓ આ દિવસે આસ્થા સાથે જ વ્રત કરતી હોય છે. પરંતુ, કેટલીક નાની નાની બાબતો પ્રત્યે બેધ્યાન બની જતી હોય છે. ઉલ્લેખનીય છે કે આ બેધ્યાનપણું મોટી મુશ્કેલી પણ સર્જી શકે છે. ત્યારે આવો જાણીએ કે આ કરવા ચોથનું એટલે કે કડવા ચોથનું વ્રત કરનાર મહિલાઓએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ?

શું રાખશો ધ્યાન ?
1. કડવા ચોથનું વ્રત કરનારી સ્ત્રીઓ આમ તો લાલ રંગના જ વસ્ત્ર ધારણ કરતી હોય છે. પણ, તેમાં સફેદ કે કાળા રંગની ઝાંય બિલ્કુલ પણ ન હોવી જોઈએ. આ દિવસે સફેદ કે કાળો રંગ ધારણ કરવો અશુભ મનાય છે.
2. કડવા ચોથનું વ્રત રાખ્યું હોય તે દિવસે સારી વાતો જ કરવી. ભૂલથી પણ કોઈની નિંદા કે ટીકા ન કરવી. ક્રોધ પણ ન કરવો અને કોઈને અપશબ્દ પણ ન બોલવા. આ દિવસે ક્રોધ કરવાથી વ્રતના પુણ્યની પ્રાપ્તિ નથી થતી.
3. કડવા ચોથનું વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે રાખવામાં આવતું હોય છે. એટલે આ દિવસે પતિ સાથે તો ભૂલથી પણ ઝઘડો ન કરવો. નહીંતર વ્રતનું પુણ્ય નહીં મળે.
4. વ્રતના દિવસે સાસુ-સસરાની આમન્યા જાળવવી. ભૂલથી પણ તેમનું અપમાન ન કરવું. જ્યાં વડીલોની મર્યાદા જ ન જળવાતી હોય, ત્યાં વ્રત રાખવાનો જ કોઈ અર્થ નથી હોતો.
5. વ્રત રાખનારી સ્ત્રીએ બપોરના સમયે બિલ્કુલ પણ ઊંઘવું ન જોઈએ.
6.ઘરમાં જો કોઈ સૂઈ ગયું હોય તો તેને ઉઠાડવું ન જોઈએ. એવું કહે છે કે કડવા ચોથના દિવસે ઉંઘતાને જગાડવું એ અશુભ મનાય છે.
7. આ દિવસે સ્ત્રીઓ પોતાના શ્રૃંગારનો સામાન ન તો કોઈને દાન આપવો. કે ન તો કોઈની પાસેથી દાન રૂપે લેવો જોઈએ.
8. લોકમાન્યતા એવી છે કે કડવા ચોથના દિવસે ઘરમાં કાતરનો ઉપયોગ ન કરવો. તેનાથી ઘરમાં અશાંતિનો માહોલ ફેલાઈ શકે છે.
9. શક્ય હોય તો આ દિવસે સિલાઈનું કામ પણ ન કરવું. તે પણ અશુભ મનાય છે.
10. રાત્રે ચંદ્ર દર્શન બાદ વ્રત ખોલવામાં આવે છે અને ભોજન કરવામાં આવે છે. પણ, ધ્યાન રાખવું કે આ ભોજન શુદ્ધ અને સાત્વિક જ હોય. માંસાહારથી તો બિલ્કુલ જ દૂર રહેવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ ત્રણ સ્થિતિમાં મહિલાઓએ ના રાખવું જોઈએ કરવા ચોથનું વ્રત

આ પણ વાંચોઃ કરવા ચોથના દિવસે ચારણીથી કેમ જોવામાં આવે છે ચાંદ ?

Click on your DTH Provider to Add TV9 Gujarati