પગમાં પહેરાતી ચાંદીનું પાયલનું પણ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ! જાણો, શું છે રહસ્ય ?

હિન્દુ ધર્મમાં (Hindu religious) પાયલને ખૂબ શુભ માનવામાં આવે છે. તે જ રીતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીની ધાતુમાંથી બનેલ પાયલનો સંબંધ ચંદ્ર સાથે છે. જે મનનો કારક છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ એવો ઉલ્લેખ છે કે પાયલ પહેરવાથી સકારાત્મકતા વધે છે.

પગમાં પહેરાતી ચાંદીનું પાયલનું પણ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ! જાણો, શું છે રહસ્ય ?
Silver anklet
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 22, 2023 | 6:19 AM

પગમાં પહેરાતી પાયલને આપણે હંમેશા એક ઘરેણાંના રૂપમાં જ જોઈએ છીએ. પરંતુ, ચાંદીની પાયલનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ પણ આગવું જ મહત્વ છે. લગ્ન બાદ સ્ત્રીઓએ પાયલ પહેરવી શુભ માનવામાં આવે છે. તે સૌભાગ્યના 16 શણગારમાં સામેલ છે. તો, શ્રદ્ધાળુઓ જ્યારે માતા આદ્યશક્તિના વિધ વિધ સ્વરૂપોને શણગાર સામગ્રી અર્પણ કરતા હોય છે, ત્યારે તેમાં પાયલ પણ જરૂરથી સામેલ કરતા હોય છે. પણ, શું તમે જાણો છો કે સોળ શણગાર સાથે પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ જોડાયેલી છે. આવો, આજે આપણે પાયલના મહત્વને જાણીએ.

શણગારમાં અદકેરું મહત્વ

હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓમાં શણગારનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં મહિલાઓના 16 શણગારની વાત કહેવામાં આવી છે. જે મહિલાઓેએ લગ્ન પછી ધારણ કરવા જરૂરી હોય છે. તેમાં સિંદૂર, ચાંદલો, મંગળસૂત્ર, બંગડી, પાયલ, વીંછીયાને સૌથી મહત્વના માનવામાં આવે છે. આ શણગાર મહિલાઓના સૌભાગ્યવતી હોવાની નિશાની મનાય છે. માન્યતા છે કે લગ્ન કરેલ સ્ત્રીઓ જ્યારે આ વસ્તુઓને તેમના શણગારમાં સામેલ કરે છે, ત્યારે તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. પાયલને પગમાં ધારણ કરવામાં આવે છે.

પાયલ સાથે જોડાયેલ ઇતિહાસ

પાયલને પાટિલ, પાજેબ, પાયલ, ગોલૂસુ, નૂપુર, ઝાંઝર જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં પાયલની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી. જૂના જમાનામાં વજનદાર અને મોટી ચાંદીની પાયલ પગમાં પહેરવામાં આવતી હતી. જે મોટા કડા જેવી લાગતી હતી. હમ્પીની મૂર્તિઓમાં પણ આવી પાયલ અને બીજા ઘરેણાં જોવા મળે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ચાંદીનું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં પાયલને ખૂબ શુભ માનવામાં આવે છે. તે જ રીતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીની ધાતુમાંથી બનેલ પાયલનો સંબંધ ચંદ્ર સાથે છે. જે મનનો કારક છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ચાંદીની ઉત્પત્તિ ભગવાન શિવના લીધે થઈ છે ! તો વાસ્તુ શાસ્ત્રમાં પણ એવો ઉલ્લેખ છે કે પાયલ પહેરવાથી સકારાત્મકતા વધે છે. પાયલમાંથી નીકળતો ધ્વનિ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અને નકારાત્મક ઊર્જાને નષ્ટ કરે છે ! એટલે, જે ઘરમાં પાયલનો સતત રણકાર થતો રહે છે, ત્યાં લોકો પ્રસન્નચિત્ત જોવા મળે છે.

પાયલ પહેરવાના વૈજ્ઞાનિક લાભ

કહે છે કે ચાંદી બ્લડ સર્ક્યુલેશનમાં મદદરૂપ થાય છે. ચાંદીની પાયલ પહેરવાથી પગના દુઃખાવામાં રાહત મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. તેમજ પાયલ પહેરવાથી પગના સોજામાં રાહત મળે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">