શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા શનિવારે કરો આ 5 ઉપાય, તમારી બધી સમસ્યાઓ થશે દૂર

શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિના સંક્રમણ દરમિયાન વિવિધ રાશિના લોકોને અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા શનિવારે કરો આ 5 ઉપાય, તમારી બધી સમસ્યાઓ થશે દૂર
Shanidev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 3:44 PM

શનિ એક એવો ગ્રહ છે જે તમારું ભાગ્ય ચમકાવીને તમને રાજા બનાવી શકે છે અને રાજામાંથી રંક પણ બનાવી શકે છે. તે બધું તમારી કુંડળીમાં શનિની (Shanidev) સ્થિતિ પર આધારિત છે. અન્ય ગ્રહોની જેમ શનિ પણ અન્ય રાશિઓમાં સંક્રમણ કરે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિના સંક્રમણ દરમિયાન વિવિધ રાશિના લોકોને અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

કેટલાક માટે આ સ્થિતિ શુભ છે તો કેટલાક માટે શનિની ઢૈયા અને સાડાસાતીના પ્રકોપનો સામનો કરવો પડે છે. એવું માનવામાં આવે છે કે શનિની અશુભ સ્થિતિ વ્યક્તિની કારકિર્દીમાં અવરોધ લાવે છે અને તેને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે સંઘર્ષ કરવો પડે છે. જો તમારા જીવનમાં બધી સમસ્યાઓ શનિદેવના કારણે ચાલી રહી છે, તો અહીં જણાવેલા ઉપાયો દ્વારા તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને તેમના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવી શકો છો.

1. હનુમાનજીની પૂજા પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમના ભક્તોને ક્યારેય પરેશાન નહીં કરે. તેથી શનિવારે હનુમાનજીની પૂજા કરો. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરેનો પાઠ કરો.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

2. રૂદ્રાક્ષ ધારણ કરો જો શનિની ખરાબ સ્થિતિને કારણે તમારા જીવનમાં બધું બરબાદ થઈ રહ્યું છે તો તમારે શનિવાર અથવા સોમવારે ગંગાજળથી ધોઈને સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. થોડા દિવસોમાં તેની શુભ અસર મળવા લાગશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

3. શનિ મંત્રોનો જાપ કરો ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ‘ॐ शं शनिश्चरायै नमः’ આ મંત્રોનો જાપ શનિવારે ઓછામાં ઓછી 2 માળાથી 5, 7, 9, 11 માળા સુધી કરી શકાય છે. આ મંત્રો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો.

4. પીપળાની પૂજા શનિવારે પીપળની પૂજા કરો. પીપળમાં 33 કોટિ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ સાથે ભગવાન કૃષ્ણએ પીપળને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. શનિદેવ પણ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે. તેથી શનિવારે પીપળની પૂજા કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે રાખો.

5. સરસવના તેલનું દાન કરો શનિવારે સરસવના તેલનું દાન કરો. દાન કરતા પહેલા તેને એક વાસણમાં લો અને તેમાં તમારો ચહેરો જુઓ. પછી દાન કરો. આમ કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સિવાય સરસવના તેલનો પરોરઠા બનાવીને શનિવારે કૂતરાને ખવડાવો.

ભક્તો પોતાના સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ઉપરોક્ત જણાવેલા એક કે વધારે ઉપાય કરી શનિદેવને પ્રસન્ન કરી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Last Lunar Eclipse of 2021: શા માટે થાય છે દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો!

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">