Shani Dev: 2023 બાદ આ રાશિઓને નહીં કરે શનિદેવ પરેશાન, જીવનમાં થશે પ્રગતિ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Dec 30, 2022 | 1:13 PM

Shani Dev : નવું વર્ષ કેટલાક લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. જે રાશિઓ પર 2022માં શનિ ભારે હતો, હવે તે રાશિઓને જ 2023માં શનિનો લાભ મળવાનો છે.

Shani Dev: 2023 બાદ આ રાશિઓને નહીં કરે શનિદેવ પરેશાન, જીવનમાં થશે પ્રગતિ
Shani Dev

શનિદેવની ચાલ બદલાવાની છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધી શનિ વક્રી હતા, જે ગત 23 ઓક્ટોબર, 2022થી માર્ગી થયા છે. મતલબ કે શનિ ચાલ ચાલી રહ્યા છે. હાલમાં શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવતા વર્ષે એટલે કે 2023માં શનિ રાશિ પરીવર્તન કરશે. જે લોકોને શનિ અશુભ પરિણામ આપી રહ્યા હતા, તેમને રાશિ પરિવર્તન થતા જ શુભ ફળ મળશે.

શનિનું રાશિ પરિવર્તન 2023

નવું વર્ષ ખૂબ જ ખાસ છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર કલિયુગના દંડદાતા શનિદેવ નવા વર્ષમાં તેમની રાશિ બદલી રહ્યા છે. જેની અસર મેષ થી મીન રાશિના લોકો પર પડશે. વર્ષ 2023એ સૌથી મહત્વપૂર્ણ રાશિ પરિવર્તનોમાંનું એક છે. પંચાંગ અનુસાર, 17 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 8:02 વાગ્યે, શનિદેવ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ગોચર કરશે.

શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવી રહ્યો છે

શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ કુંભ રાશિના સ્વામી છે. મતલબ કુંભ રાશિમાં 30 વર્ષ એક અદ્ભુત સંયોગ હશે. કુંભ રાશિમાં આવ્યા બાદ શનિદેવ દેશ અને દુનિયાની સાથે તમામ રાશિઓ પર અસર કરશે.

આ રાશિના જાતકોને શનિ સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળશે

કુંભ રાશિમાં શનિનું સંક્રમણ થતાં જ 4 રાશિઓને વિશેષ રાહત મળશે. આ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો જન્મકુંડળીમાં શનિ શુભ હોય તો શનિનું રાશિ પરિવર્તન નોકરી, કરિયર, દાંપત્ય જીવન વગેરે માટે શુભ સાબિત થશે. 17 જાન્યુઆરી, 2023થી ધન રાશિને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. બીજી તરફ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈયાથી મુક્તિ મળશે. આ સાથે કુંભ રાશિ પર શનિની સાડા સાતીનો અંતિમ ચરણ શરૂ થશે. જે શુભ ફળ આપશે. આ રીતે શનિનું રાશિ પરિવર્તન આ ચાર રાશિના લોકો માટે સારું પરિણામ લાવી રહ્યું છે.

આ ભૂલો ના કરો

જો કુંડળીમાં બેઠેલો શનિ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એવા કામ ન કરો જેનાથી શનિદેવની નારાજગી વધે. શનિદેવને શાંત કરવા માટે રાખો આ વાતોનું ધ્યાન-

  • પશુ-પક્ષીઓ અને પ્રાણીઓને નુકસાન ન કરો.
  • નબળા લોકોનું શોષણ ન કરો.
  • ખોટા કાર્યો માટે પૈસાનો ઉપયોગ ન કરો.
  • લાચાર અને નબળા લોકોને મદદ કરો.
  • રક્તપિત્તના દર્દીઓની સેવા કરો.
  • શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને કાળા ધાબળાનું દાન કરો.
  • બીજાની ટીકા ન કરો.
  • કોઈને છેતરશો નહીં.

શનિ મહામંત્ર

ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥

શનિ દોષ નિવારણ મંત્ર

ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम। उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।

શનિવારે મંત્રોની માળા જાપ કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. આ સાથે શનિ ચાલીસાનો પાઠ પણ લાભદાયક માનવામાં આવે છે. આ સાથે તમે શનિવારે શનિદેવ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati