ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા, જાણો વ્રત સાથે જોડાયેલી કામની વાતો

ramnavmi2021: રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા, જાણો વ્રત સાથે જોડાયેલી કામની વાતો
ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 9:29 AM

ramnavmi2021: રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનીની પૂજા પણ કરે છે. રામનવમીનાં દિવસે અયોધ્યા સહિત તમામ રામ મંદિરોમાં જન્મોત્સવ મનાવવામાં આવશે. જો કે કોરોનાનો આ વખતે દુષપ્રભાવ હોવાને લઈ સાર્વજનિક જગ્યા પર જવાનું ટાળવું જોઈએ અને ઘરમાંજ આ ઉત્સવને મનાવવો જોઈએ.

રામ નવમી પૂજા મુહૂર્ત 2021

ત્રેતાયુગમાં લંકાનાં રાજા રાવણનો વધ કરીને અને પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ચૈત્ર શુક્લ નવમીએ અયોધ્યામાં મહારાજા દશરથનાં ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. તેમની માતા કૌશલ્યાએ તેમને બપોરનાં સમયે જન્મ આપ્યો હતો એવામાં રામ જન્મોત્સવનું મુહૂર્ત પણ બપોરનાં સમયે જ હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ દિવસે 11 વાગીને 02 મિનિટ અને બપોરે 01 વાગીને 38 મિનિટ સુધી મનાવી શકાશે. ચૈત્ર શુક્લની નવમી તિથિનો પ્રારંભ 20 એપ્રિલે મોડી રાતે 12.43 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે કે જે 21 એપ્રિલે મોડી રાતે 12.35 વાગ્યા સુધી રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રામનવમીનાં જાણો કઈ રીતે રાખશો વ્રત અને શું રાખશો સાવધાનીરામનવમીનું વ્રત અને પૂજા વિધિ

રામનવમીનાં દિવસે સ્નાન વગેરેથી પરવારીને ચોખ્ખા કપડા પહેરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પૂજા સ્થાન પર રામજીની નાનપણની મૂર્તિ અથવાતો તસવીર પણ રાખી શકાય છે. બાદમાં તેમના પર ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. રોલી, ચંદન, ચોખા, ધૂપ, અષ્ટગંધ, ફુલ વગેરેથી પૂજા કરવી જોઈએ. ફળ અને ઘરમાં બનાવવામાં આવેલી મીઠાઈ કે પકવાન તેમને અર્પણ કરવા જોઈએ અને તેમનો ભોગ લગાવવો જોઈએ. રામરક્ષાસ્તોત્રનો પાઠ કરો અને અંતમાં રામજીની આરતી કરવી જોઈએ. જન્મોત્સવ મુહૂર્તમાં તેમની મૂર્તિને પારણામાં કેટલાક સમય સુધી ઝુલાવવામાં આવે છે. પૂજા સમાપન બાદ પ્રસાદ લોકોમાં વહેચી દેવો જોઈએ. ફળાહાર કરીને વ્રત કરવું જોઈએ. વ્રત વાળા દિવસે રામચરિત માનસ અને રામાયણનો પાઠ કરવો જોઈએ, બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરીને વ્રતને પુરૂ કરવું જોઈએ.

તમામ મનોકામના પુરી કરે છે શ્રીરામ

રામનવમીનું વ્રત રાખવા પર પ્રભુ રામની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવાથી પણ તમામ દુખો દુર થાય છે.

વ્રતમાં ધ્યાન રાખવા જેવી વાત

  1. વ્રત પહેલા માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ
  2. ડુંગળી અને લસણનું સેવન વર્જીત ગણવામાં આવે છે
  3. વ્રત માટે સ્વયંને મન, કર્મ અને વચનથી પવિત્ર કરવામાં આવે
  4. કોરોના મહામારીનાં આ દોરમાં મંદિર જવાથી બહેતર છે કે ઘરમાંજ રહીને પૂજા કરવામાં આવે
  5. ભગવાન રામને ખીર, કેસર, ભાતનો ભોગ ધરાવવો જોઈએ
  6. પ્રભુ રામને બરફી, ગુલાબ જાંબુ, કલાકંદનો પણ ભોગ લગાવી શકાય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">