Pradosh Vrat March 2021 : મહા શિવરાત્રીથી એક દિવસ અગાઉ રખાશે પ્રદોષ વ્રત, જાણી લો વ્રતની પૂજા વિધિ અને મહત્વ

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો જાતકની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ તેમના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

  • Updated On - 6:39 pm, Tue, 2 March 21 Edited By: Bhavesh Bhatti
Pradosh Vrat March 2021 : મહા શિવરાત્રીથી એક દિવસ અગાઉ રખાશે પ્રદોષ વ્રત, જાણી લો વ્રતની પૂજા વિધિ અને મહત્વ
Pradosh Vrat March 2021

Pradosh Vrat March 2021 :  માર્ચ મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત 10 માર્ચે રાખવામાં આવશે. મહા શિવરાત્રી 11 માર્ચના દિવસે ઉજવવામાં આવશે અને તેના આગલા દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો જાતકની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ તેમના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

પ્રદોષ વ્રત શુભ મુહૂર્ત :
પ્રદોષ વ્રત તારીખ – 10 માર્ચ 2021 (બુધવાર)
ફગાળ વદ તેરસ શરૂ થાય છે – 10 માર્ચ 2021 બુધવારે 02:40
તેરસ સમાપ્ત થાય છે – 11 માર્ચ 2021 ને ગુરુવારે 02:39

શું છે પ્રદોષ વ્રતનું મહત્વ?
શાસ્ત્રોના પ્રમાણે પ્રદોશ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શિવ પુરાણ અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે છે. માન્યતા છે કે, પ્રદોષ વ્રત સૌથી પેહલા ચંદ્રદેવએ કર્યું હતું. માનવામાં આવે છે, શ્રાપના કારણે ચંદ્રદેવને ક્ષય રોગ થયો હતો. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે પ્રદોષ વ્રત રાખવાથી ભક્તો પર હમેશા ભગવાન શિવની કૃપા બની રહી છે. આ સિવાય વ્રત કરનારના તમામ દુ:ખ અને દરિદ્રતા દૂર થાય છે.

પ્રદોષ વ્રતની પૂજા વિધિ :
1. પ્રદોષ વ્રત કરવા માટે સૌથી પેહલા સવારે વેહલા જાગીને સ્નાન કરી લેવું.
2. ત્યારબાદ ભગવાન શિવને જળનો અભિષેક કરીને શિવ મંત્રોનો જાપ કરવો.
3. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવને શમી, બિલી-પત્ર, કરેણ, ચોખા, ધૂપ-દીપ, ફળ અને સોપારી વગેરે અર્પણ કરવું.
4. ત્યારબાદ શિવ મંત્રનો જાપ કરવો.

ભગવાન શિવનો મંત્ર :

ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્રઃ પ્રચોદયાત્|

પ્રદોષ વ્રત કથા

બુધ પ્રદોષ વ્રત અનુસાર, એક પુરુષના નવા નવા લગ્ન થયા હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે, આજે બુધવાર છે અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે. પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો.

ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબ જ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટામાંથી પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી.

બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી. પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે, ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો. ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પહોચી ગયા અને ત્યાર પછીથી નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા.

Click on your DTH Provider to Add TV9 Gujarati