Pitru Paksh 2021 : સ્વર્ગ અને નર્ક સિવાય ક્યા રહે છે પિતૃઓ ? જાણો પિતૃ લોકની રોચક કથા !

હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે 06 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે.

Pitru Paksh 2021 : સ્વર્ગ અને નર્ક સિવાય ક્યા રહે છે પિતૃઓ ? જાણો પિતૃ લોકની રોચક કથા !
Pitru Paksh 2021

હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું (Pitru Paksh) વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ દરમિયાન, પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. પિતૃઓ વિશે દરેક રાજ્યમાં અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

આ સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે પૂર્વજો વિશે શું કથા છે અને આ પૂર્વજો ક્યાં રહે છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે 06 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે. આ 15 દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતુ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે યમરાજ પણ જીવને મુક્ત કરે છે જેથી તેના સંબંધીઓ પાસેથી તર્પણ લઈને તે પરિવારના સભ્યોને આશીર્વાદ આપે.

કહેવાય છે કે પુણ્ય કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્તિ મેળવી શકે છે. જે વ્યક્તિ જીવનમાં સારા કર્મો કરે છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે અથવા પાપ કરે છે તેને નર્કમાં સ્થાન મળે છે. પરંતુ, ઘણા ધાર્મિક ગ્રંથો એવા સ્થળનું પણ વર્ણન કરે છે જે સ્વર્ગ અને નર્ક બંનેથી અલગ છે. એવું કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો મોક્ષ મેળવવા માટે ત્યાં વાસ કરે છે.

પિતૃઓ ક્યાં રહે છે ?

હિન્દુ પૌરાણિક આખ્યાનના નિષ્ણાત દેવદત્ત પટનાયક તેમના પુસ્તક Myth=Mithya માં પિતૃઓ વિશે લખે છે કે, પૂર્વજો માટે અલગ સ્થાન છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે, નર્કનો રહેવાસી આખરે સ્વર્ગ તરફ વળી શકે છે. પરંતુ, એક એવી જગ્યા છે જ્યાં કોઈ આશા નથી. આ સ્થળને પુત કહેવામાં આવે છે. તે પિતૃઓ માટે અનામત છે, જે મૃત્યુ લોકમાં ફસાયેલા છે, જ્યાં પુનર્જન્મની કોઈ આશા નથી.

પિતૃઓ કેવી રીતે રહે છે ?
પુસ્તકમાં એક ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે કે પૂર્વજો પુત લોકમાં ઉંધા લટકતા રહે છે અને તેમના પગ દોરડાથી ઉપર બાંધેલા હોય છે. હિન્દુ આખ્યાનના શબ્દ વિજ્ઞાન મુજબ, પુરુષ સ્વરૂપ વિશે કહેવામાં આવે છે કે તે આત્મા અને ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્ત્રી સ્વરૂપ દ્રવ્ય અને શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. વૃદ્ધ પુરુષો આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. દોરડું નશ્વર શરીરનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી જીવ સંસારથી બંધાયેલો છે.

પિતૃઓનો પુનર્જન્મ ક્યારે થાય છે ?

પુસ્તકમાં લખ્યું છે કે, પુનર્જન્મ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના વંશજ દ્વારા બાળકનો જન્મ થાય છે. જેઓ બાળકને જન્મ આપ્યા વિના મૃત્યુ લોકથી વિદાય લે છે તો તેના પુનર્જન્મ થતો નથી અને તેઓ પુત લોકમાં રહેવા માટે બંધાયેલા છે. તેથી દિકરા અને દિકરીને સંસ્કૃતમાં પુત્ર અને પુત્રી કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે પુતથી છુટકારો આપનાર. આ રીતે મનુષ્ય તેના પિતૃઓનું ઋણ ચૂકવે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kundali: કુંડળીમાં ગુરુને મજબૂત કરવા કરો આ ઉપાય, જાણો ગુરુવારે શું કરવું શું નહીં ?

આ પણ વાંચો : ભારતમાં આ સ્થાન પર છે સ્વર્ગમાં જવાનો રસ્તો, અહીંથી જ પાંડવોએ શરૂ કરી હતી સ્વર્ગની યાત્રા !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati