Hanuman Puja : આ એક ભોગ કરી દો અર્પણ, મિલકત અને નોકરીનું સુખ પ્રદાન કરશે મહાવીર હનુમાન

ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો (Luck) સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.

Hanuman Puja : આ એક ભોગ કરી દો અર્પણ, મિલકત અને નોકરીનું સુખ પ્રદાન કરશે મહાવીર હનુમાન
Lord Hanuman Puja
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 31, 2022 | 8:49 AM

હનુમાનજી (Hanumanji) એ કષ્ટભંજન દેવ (Kashtbhanjan dev) તરીકે પ્રસિદ્ધ છે. મંગળવાર (Tuesday) અને શનિવારના રોજ હનુમાન ઉપાસનાનો સવિશેષ મહિમા છે. આ દિવસોમાં ભક્તો આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. પરંતુ, શું આપ જાણો છો, કે પવનસુતને મનભાવન મહાભોગ અર્પણ કરીને તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો ? આવો, આજે એ જાણીએ કે કયા દ્રવ્યથી અંજનીનંદનના પગ ધોવા જોઈએ અને તેમને નૈવેદ્યમાં એવું તો શું અર્પણ કરવું જોઈએ કે જેનાથી તે ઝડપથી પ્રસન્ન થાય અને તમામ કામનાઓને સિદ્ધ કરી દે !

સંપત્તિનું સુખ

⦁ સંપત્તિના સુખની ઈચ્છા કે મિલકત વધારવાની મનશા ભલાં કોને નથી હોતી ! કહે છે કે અભિષેક અને મહાભોગ દ્વારા મહાવીર હનુમાનજીને પ્રસન્ન કરીને મિલકતના આશિષ પ્રાપ્ત કરી શકાય છે.

⦁ મંગળવાર કે શનિવારના રોજ શુદ્ધ જળ, દૂધ અને મધથી હનુમાન પ્રતિમાનું પગ પ્રક્ષાલણ કરવું.

⦁ પ્રભુને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી.

⦁ પિત્તળની થાળીમાં 11 લવિંગ, 11 ઇલાયચી, 11 નાગરવેલના પાન, એક દાડમના દાણાં રાખીને હનુમાનજીને ભોગ અર્પણ કરો.

⦁ 2 આચમની જળ મૂકો.

⦁ શક્ય હોય તો નિત્ય જ આ કાર્ય કરવું. દરરોજ ન થઈ શકે તો મંગળવાર કે શનિવારે જરૂરથી કરવું.

⦁ કહે છે કે પવનસુતને આ ભોગ લગાવવાથી વ્યક્તિની મિલકત માટેની મનશા પરિપૂર્ણ થાય છે.

નોકરી અને ધંધા-રોજગાર

⦁ નોકરી ન મળી રહી હોય, વ્યવસાયમાં નુકસાની આવી રહી હોય કે પ્રગતિ અટકી ગઈ હોય ત્યારે હનુમાનજી સંબંધી આ ઉપાય ફળદાયી બની શકશે.

⦁ ઉત્તર દિશામાં મુખ રાખીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ઉપાસના કરવા બેસવું.

⦁ ગાયના દૂધમાં દહીં, સાકર અને ખૂબ જ થોડું જળ ઉમેરવું. ત્યારબાદ તે દ્રવ્યથી હનુમાન પ્રતિમાના પગ ધોવા.

⦁ હનુમાનજીને સફેદ ધોતી અને લાલ વસ્ત્ર ધારણ કરાવો.

⦁ પ્રભુને પિત્તળની થાળીમાં બુંદીના લાડુ, પતાશા, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચીનો ભોગ લગાવો.

⦁ હનુમાનજીને ભોગની સાથે તુલસીદળ અવશ્ય અર્પણ કરો.

⦁ કહે છે કે આ પૂજા સુંદર અને ઉત્તમ ફળ આપનારી છે. અને તે વ્યક્તિના નોકરી કે ધંધા-રોજગાર સંબંધી સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.

ભાગ્યોદય અર્થે

⦁ ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.

⦁ હનુમાનજીને લાલ રંગના વસ્ત્ર અને હળદરથી રંગેલી જનોઇ અર્પણ કરો. તેમજ પીળા સિંદૂરનું તિલક લગાવો.

⦁ કેરી, પીપળ, ગૂલેરના પાન પર શ્રીરામ લખીને માળા બનાવીને તે માળા હનુમાનજીને અર્પણ કરો.

⦁ પ્રભુને ચાંદીની થાળીમાં સીતાફળ કે દાડમનો ભોગ અર્પણ કરો.

⦁ 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.

⦁ કપૂરથી હનુમાનજીની વિધિવત્ આરતી કરો.

⦁ માન્યતા અનુસાર આ દરેક ઉપાય દરિદ્રતા દૂર કરનાર, સંપન્નતા આપનાર અને સુવિચાર આપનાર છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati