આ મંદિરમાં તાળા લગાવવાથી ખુલે છે કિસ્મતના બંધ તાળા, વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા, જાણો રસપ્રદ કથા

આ મંદિર (Temple) માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ચારેબાજુથી અંધકારમાં હોય અને આશાનું કોઈ કિરણ ન દેખાય તો અહીં જઈને તાળું લગાવી દો. આ મંદિરને તાળા લગાવવાથી જ નસીબનાં તાળાં ખૂલી જવાનું નક્કી છે.

આ મંદિરમાં તાળા લગાવવાથી ખુલે છે કિસ્મતના બંધ તાળા, વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા, જાણો રસપ્રદ કથા
Kali Mata Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 1:20 PM

જો તમારા નસીબનું તાળું બંધ હોય તો મન્નત માંગીને કાનપુર આવો. હા, આ મંદિરમાં મન્નત પૂર્ણ થતાં જ તાળું ખોલવાનો રિવાજ છે. અમે વાત કરી રહ્યા છીએ કાનપુરમાં સ્થિત માતા કાલીના (Kali Mata) મંદિરની, જેને તાળાઓ વાળા માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ચારેબાજુથી અંધકારમાં હોય અને આશાનું કોઈ કિરણ ન દેખાય તો અહીં જઈને તાળું લગાવી દો. આ મંદિરને તાળા લગાવવાથી જ નસીબનાં તાળાં ખૂલી જવાની નક્કી છે. પૂજારીઓ અને ભક્તો જણાવે છે કે જ્યારે આ મંદિરમાં વ્રતના તાળા લગાવવામાં આવે છે, તો ભાગ્યના તાળા ખુલી જાય છે.

મંદિરના પૂજારીએ જણાવ્યું કે તાળા લગાવવાની પરંપરા પાછળ એક અનોખી કથા છે. એકવાર એક મહિલા ઘણા દિવસોથી માતાના દર્શન કરવા મંદિરમાં આવી રહી હતી. તેની ઈચ્છા પૂરી થતી ન હતી. જે બાદ માતા તેના સપનામાં દેખાયા હતા અને તેણીને તેની મન્નત માંગી તાળું મારવા કહ્યું હતું.

મન્નત પુરી થયા બાદ મહિલાએ તાળું ખોલ્યું હતું

બીજા દિવસે મહિલા મંદિરમાં એક ઝાડ પાસે તાળું મારતી જોવા મળી હતી. પછી પૂજારીએ તેને અટકાવી, પછી મહિલાએ પૂજારીને આખી વાત કહી અને પૂજારીએ પણ ભક્તોની વાત માની, થોડા મહિના પછી તે જ મહિલા તે તાળું ખોલવા આવી અને ત્યાં દિવાલ પર લખ્યું કે મારી ઇચ્છા પૂર્ણ થઈ છે. હું તાળું ખોલવા જઈ રહી છું. તે દિવસથી માતાના દરબારમાં તાળા લગાવવાની પરંપરાનો જન્મ થયો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

500 વર્ષ જૂનું છે આ મંદિર

ત્યારબાદ ભક્તોએ આ મંદિરમાં માતાના દર્શનની સાથે તેમની મન્નતનું તાળું લગાવવાનું શરૂ કર્યું. એવું નથી કે અહીં તાળાઓ લાગેલા જ રહે છે, વ્રત પૂર્ણ થતાં જ ભક્તો મા કાલીનાં દર્શન કરીને તાળાં ખોલવા આવે છે. આ પરંપરા ચાલુ રાખ્યા બાદ મંદિરની બહાર પૂજાના સામાનની સાથે બે ચાવીના તાળાઓનું મોટું બજાર પણ શરૂ થયું.

મંદિરના પૂજારી આકાશ બેનર્જી જણાવે છે કે મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે, પરંતુ તાળાં મારવાની અને મન્નત માંગવાની પ્રથા લગભગ 60 થી 70 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. મંદિરમાં મન્નતની પૂર્ણાહુતિ બાદ ભક્તો માતાને શૃગાંર અને ભોગ અર્પણ કરીને તાળા ખોલવાની વિધિ કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">