Navratri 2022 : નવરાત્રી ઉપાસના દરમિયાન કરો આ મંત્રોનો જાપ, માતાજી શીઘ્ર થશે પ્રસન્ન

ભગવાન શ્રી રામે પણ નવરાત્રી વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદને કારણે જ તેમના હાથે જ દશેરાએ રાવણનો વધ થયેલો, આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રીમાં શક્તિની આરાધના કરવી જોઈએ.

Navratri 2022 : નવરાત્રી ઉપાસના દરમિયાન કરો આ મંત્રોનો જાપ, માતાજી શીઘ્ર થશે પ્રસન્ન
Navratri 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 1:57 PM

નવરાત્રી(Navratri 2022) એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ છે. તેથી નવરાત્રીના દિવસો માતાજીના સાધના અને આશિર્વાદ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર ગણાય, આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યુ કે દેવી ભાગવત માં જણાવેલ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રીમાં માતાજીની ઉપાસના (Navratri Puja) કરાય તો જે કરે તેનું નિર્બળ ભાગ્ય, બળવાન બને છે સાધકનું આપત્તિઓ સામે રક્ષણ થાય છે.

આ વર્ષે નવરાત્રીની વાત કરીએ તો નવ નોરતા પૂરા છે આસો સુદ એકમ તારીખ 26 સપ્ટેમ્બરે સોમવારથી શારદીય નવરાત્રી પ્રારંભ થાયો છે અને આસો સુદ નોમ તારીખ 4 ઑક્ટોબર મંગળવારે છે અને 5 ઓક્ટોબર બુધવારે આસો સુદ દસમ છે. જેથી તે દિવસે દશેરા ઉજવાશે, આમ આ વર્ષે નવ નોરતા પૂરા છે કોઈ પણ તિથિની વધઘટ નથી. નવરાત્રીનું પૂર્ણ વ્રત કરાશે આમ પણ નવરાત્રી શબ્દની અંદર તેનો મહિમા છે પૂરી નવરાત્રી પૂજન અર્ચન ઉપવાસ કરાય તેને જ નવરાત્રી વ્રત પુર્ણ ગણાય

પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રોના ઉપયોથીમાં શક્તિને પ્રસન્ન કરવામાં આવે છે, વધુ માહીતી આપતા ચેતનભાઇ એ જણાવ્યું કે દેવી ભાગવત માં તો કહ્યુ છે કે પૃથ્વી પર જેટલા શ્રેષ્ઠ વ્રતો છે તેમાં નવરાત્રી વ્રત ને શ્રેષ્ઠોતમ ગણવામાં આવે છે ,નવરાત્રી પૂજન થી ધન-ધાન્ય સંતતિ સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા ધન સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ભગવાન શ્રી રામે પણ નવરાત્રી વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદને કારણે જ તેમના હાથે જ દશેરાએ રાવણનો વધ થયેલો, આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રી માં શક્તિની આરાધના કરવી જોઈએ

માતાજીએ પ્રસન્ન કરવા દેવીભાગવત માં જણાવેલ મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો

( ૧) બીજ મંત્ર પ્રયોગ

ઐં (વાગબીજ) હ્રીં( માયાબીજ) અને કલીં (કામરાજ બીજ) છે જે અનેક મંત્રો ને શક્તિથી ભરી દે તેવા છે દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓ એ તથા તપસ્વી ઓ એ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી આ એકાક્ષર બીજ મંત્ર નું નવરાત્રી અનુષ્ઠાન કરી કે સતત જાપ કરી માતાજી ને પ્રસન્ન કરેલ છે માટે નવરાત્રી દરમ્યાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટે નો સંકલ્પ કરી ઐં. હ્રીં કે કલીં કોઈ પણ એકબીજ મંત્ર નો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિ ની કામના હોય તો માતા સરસ્વતી નો ઐં. બીજ મંત્ર ધન સમૃદ્ધિ એશ્વર્યા ની કામના હોય તો માતા લક્ષ્મી નો હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણ ની કામનાં હોય તો માતા કાલી નો કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લઈ ૫ માળા નિયમિત કરવી અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે

શક્તિ મહામંત્ર પ્રયોગ

(૨) સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે

શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે

નિત્ય નવરાત્રી પૂજન બાદ સંપૂર્ણ નવરાત્રી આ મંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને મંગલ કામના પૂર્ણ થાય છે

(૩) જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુ ની કામના કરી નવરાત્રી નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ ત્રણ માળા કરાય અને દીવસ રાત તેનું મનમાં જાપ રહે તો ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે અને કોઈ તેનો વાળ પણ વાકો કરી શકતું નથી ગજબ નું સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક મનોરથ પૂરા કરે છે

(૪) નવાર્ણ યંત્ર પ્રયોગ

ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે

દેવી ભાગવત અનુસાર આ મંત્રના ઋષિ સ્વયમ્ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને ત્રણ મહાદેવીના મહાન બીજ મંત્રો ને એક સાથે મિલાવી આ મહામંત્ર બન્યો છે જેનથી રચાયેલા નવાર્ણ યંત્ર જે ત્રણ મહા દેવી લક્ષ્મી સરસ્વતી અને કાલી માતાની ચેતનાનું દિવ્ય સ્વરૂપ ગણાય છે માટે નવાર્ણ યંત્ર નું નવરાત્રિમાં સ્થાપન કરી નવરાત્રી પૂજન કરાય તો તે ધન-ધાન્ય સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા ધન સંપત્તિ સૌભાગ્ય આપનારું છે.

એકમનાથી નવરાત્રી ઉપવાસ રાખવાનો સંકલ્પ કરી શુભ મુહૂર્તમાં સ્નાનાદિકાર્યથી ઘરના પૂજાસ્થાનમાં માતાજી નું ધ્યાન કરી આહવાન કરો તેમનું સ્થાપન કરતા હોય તેવા પાવિત્ર ભાવથી શ્વેત કાગળ પર લાલ સહિથી અથવા કુમકુમ કે હળદર થી આ પ્રમાણે યંત્ર બનાવવુ, ત્યારબાદ 1 થી 9 અંક માં આ નવ અક્ષરો લખવા (ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે ) ત્યારબાદ તેનું બાજોઠ પર ભાવથી સ્થાપન કરવું, સાથે કળશ તેમજ દિપ સ્થાપન કરવું ઘરની પૂજામાં અક્ષત કુમકુમ તિલક પુષ્પ અને પ્રસાદ ધરાવવો સ્થાપન સમયે ફ્રુટ અને સુકામેવા પણ મુકવા ત્યારબાદ થાળ આરતી કરી આનંદ થી માતાજી નું પૂજન કરવું ત્યારબાદ નિયમિત નવરાત્રી પરિયંત રોજ માતાજીના સંપૂર્ણ આશીર્વાદ બની રહે તેવી કામનાથી નિયમિત 3 ત્રણ માળા કરવી આ પ્રમાણે નવાર્ણ મંત્ર યુક્ત યંત્રનું સ્થાપન પૂજન કરવાથી મા જગદંબાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેના ફળ સ્વરૂપે સમગ્ર પરિવાર ની સંતતિ સંપત્તિ સુખ ઐશ્વર્ય આરોગ્ય સમૃદ્ધિ બની રહે છે અનેક પ્રકારની આપત્તિઓ સામે રક્ષણ થાય છે.

નવ દિવસ બાદ આ યંત્ર ને મઢાવી ઘર ઓફિસ કે ફેકટરી જ્યાં પણ તેને રાખી નિયમિત ધૂપ કરવાથી આ મહાન યંત્રના પ્રભાવ થી આપત્તિ સમયે રક્ષણ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">